________________
તેને પાણીમાં ન હોય
જ હદયરૂપી
(૨૧૦ ) અધ્યાત્મ શાસ્ત્રના અર્થ ધરૂપી દ્ધાની કૃપા જે ન હોય તે, કામદેવરૂપી નિર્દય ચંડાળ પંડિતેને પણ પીડા કરે છે. ૧૫
મહર્ષિઓ, હૃદયરૂપી વનમાં વધતી વિષવેલની સમાન તૃષ્ણ ને અધ્યાત્મ શાસ્ત્રરૂપી દાતરડાથી છેદે છે. ૧૬
જેમ વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અંધકારમાં તેજ અને મરૂસ્થળમાં જળ દુર્લભ છે, તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્ર દુર્લભ છે. તેને ધન્ય પુરૂષ જ પ્રાપ્ત કરી શકે છે. ૧૭
વેદ તથા બીજા શાસ્ત્રને જાણકાર કલેશ ભગવે છે અને અધ્યાત્મ શાસ્ત્રને વેત્તા રસ ભેળવે છે. ગધેડે ચંદનને ભાર વહન કરે છે, પણ તે ચંદનના ભેગને ભાગ્યવાન જ પ્રાપ્ત કરે છે. ૧૮
બીજા વિદ્વાન ભુજાના અફળાવાવડે તથા હાથ અને મુખના વિકારવડે અભિનય કરી બોલનારા છે અને અધ્યાત્મ શાસ્ત્રને જાણનારા પુરૂષ તે નેત્રમાં પણ વિકાર લાવ્યા વગર શાંતતાથી બેલનારા છે. ૧૯
વિબુધ વિદ્વાને અધ્યાત્મ શાસ્ત્રરૂપી હેમચળવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી ગુણરૂપી ઘણું રતને શું પ્રાપ્ત નથી કરતે ૨૦
કામનાં રસને અવધિ લેગ સુધી છે, સારા ભક્ષણના રસને અવધિ ભજન કયો સુધી છે, પણ અધ્યાત્મ શાસની સેવાને રસ નિરવધિ-અવધિ વગરને છે. ૨૧
નઠારા તકવાળા ગ્રંથેના સર્વસ્વ-સર્વ રહસ્યના ગવરૂપી જવરથી વિકારવાળી એવી દ્રષ્ટિ અધ્યાત્મ ગ્રંથરૂપી ઔષધથી નિર્મળ ભાવને પામે છે. ૨૨
ધનવાન ગૃહસ્થને જેમ પુત્ર, સ્ત્રી વગેરે સંસારની વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ટ થયેલા પુરૂષને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૨૩
તેથી અધ્યાત્મ શાસ્ત્રને અભ્યાસ કરવો, વારંવાર તેની ભાવના ભાવથી અને તેને અર્થ વારંવાર ચિંતવે અને જે યોગ્ય પુરૂષ હોય તેને તે શીખવવું. ૨૪
અધ્યાત્મ કેને કહેવાય ? શિષ્ય પ્રશ્ન કરે છે–“હે ભગવાન! તમે જેનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org