________________
અધ્યાત્મ સાર સંગ્રહ કત ઉપાશ્રી જસવિજયજી મહારાજ
ઉ. શ્રી. જસવિજયજી મહારાજ પ્રથમે પંચ પરમેષ્ઠી ભાગવાનની સ્તુતિ કરી પછી આ અધ્યાત્મ વિષયને કહે છે.
શાસ્ત્રથી, બુદ્ધિમાન પુરૂષના સારા સંપ્રદાયથી અને મારા પોતાના અનુભવથી આ અધ્યાત્મ વિષયની કેઈ પણ પ્રક્રિયાને
જ જેમ ભેગી લોકેને સ્ત્રીઓનું સંગતમય ગીત પ્રીતિને માટે થાય છે. તેમ ચેગી લેકોને અધ્યાત્મ રસથી કમળ એવું આ પદ(કાવ્ય) પ્રીતિને માટે થાય છે. ૮
યુવાન પુરૂષને સ્ત્રીના અધરામૃતના સ્વાદથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદના સુખસાગરની પાસે એક બિંદુરૂપ છે. ૯
અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતેષના સુખવડે શોભનારા પુરૂષ રાજાને, કુબેરને અને ઇંદ્રને પણ ગણતા નથી. ૧૦
જે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્ર શીખ્યા વગર પંડિતપણાની ઈચ્છા રાખે છે, તે લંગડે પુરૂષ સ્વર્ગના વૃક્ષનું ફળ મેળવવાની ઈચ્છાથી આંગળીને ઉંચી કરે તેના સમાન છે. ૧૧
અધ્યાત્મ શાસ્ત્ર દંભરૂપી પર્વતને છેદવામાં જ સમાન છે, મૈત્રી ભાવરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન છે અને વધેલા મોહજાળ રૂપ વનને બાળવામાં અગ્નિ સમાન છે. ૧૨
અધ્યાત્મ શાસ્ત્રરૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ અસ્થ થાય છે, પાપ રૂપી ચાર નાશી જાય છે અને બીજો કોઈ ઉપદ્રવ થતું નથી. ૧૩
જેમના હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ પરિણામ પામેલું છે, તે પુરૂષને કષાય તથા વિષયેના આવેશને કલેશ કદિ પણ થતું નથી. ૧૪ ભા. ૬. ર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org