________________
( ૧૭ ) ત્યાંથી અનુક્રમ માસે, અકેક પગ હાનીયે,
અષાડે તી પગે સાઢ, પારસી ગણાય છે. એક પગે શ્રાવણમાં, અનુકમ માસે ત્યાંથી;
અકેક પગ વૃદ્ધિયે, પોષે છ મનાય છે. અનુક્રમ માસે હાની, એકેક પગે લલિત,
પુરિમુઠ્ઠ અષાડે સ્વ, છાયામાં સમાય છે
પાછલી પિસિ. પાલેહણને કાળ. જેઠ અષાઢ શ્રાવણ, માસે છ આંગળ છાયા;
હવે પડિલેહણને, કરવી કહાય છે. ભાદરે આસો અને, કારતક માસે આઠ
આંગળની છાયા ત્યારે, પડિલેહણાય છે. માગસર પિષ મહા, માસે દશ આંગળની
છાયા હવે પોરસીને, કરવી ગણાય છે. ફાગણ ચૈત્ર વૈશાખે, આઠ આંગળની છાયા;
હવે પડિલેહણ તે, લલિત કરાય છે. રાત્રીના ચાર પ્રહરનું કાળ જ્ઞાન.
મનહર છંદ. સૂર્ય જે નક્ષત્ર હોય, દશમુ નક્ષત્ર ત્યારે;
જ્યારે માથે આવે ત્યારે, આઘયામ થાય છે તેરમું નક્ષત્ર માથે, આવે ત્યારે બીજો યામ;
સોળમા નક્ષત્ર માથે, ત્રીજે તે ગણાય છે. વિશમું નક્ષત્ર જ્યારે, માથાપે આવે છે ત્યારે;
ચેથ યામ થાય તેવું, કહેણ કહાય છે. રાત્રિ કાળનું તે જ્ઞાન, સમજનું આ છે સ્થાન
જોગ તે લલિત જાણ, શાત્રે સમજાય છે. મહાવિદેહના સાધુના આહાર પાત્રાદિકનું માન. સાધુને આહાર–બત્રીશ કવળને કહ્યો, પુરૂષને આહાર;
વિદેહે સાધુને કવળ, બત્રીશ મુંડા ધાર. એક સહસ ચોવીશ મુંડા, એક વખ્ત આહાર; મુંડા માપ દાખ્યું નહીં, ગુરૂ ગમથી નિરધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org