________________
( ૧૨ ) આ ચારે ભાંગાવાળા સભ્ય જ્ઞાન વિનાના હોવાથી મિથ્યાત્વ દષ્ટિ છે.
સમકિત દષ્ટિના ચાર ભાગા. ૧ જાણે ન આદરે ન પળે તે શ્રેણિક, કૃષ્ણાદિક ધર્મના સમ્યક
સ્વરૂપને જાણતા છતાં અવિરતિના તીવ્ર ઊદયથી આદરી શકતા નથી અને પાળતા પણ નથી. ૨ જાણે આદરે નહિ પણ પાળે, તે અનુત્તર વૈમાનના દેવો
સમજવા, તેઓ ધર્મના સમ્યફ સ્વરૂપને જાણે પણ, અવિરતિના ઊદયથી આદરે નહી પરંતુ પાળે ખરા. ૩ જાણે આદરે પણ પાળે નહી. તે ધર્મના સભ્ય સ્વરૂપને
જાણે આદરે અને પાળી શકે નહી. તેઓ પશ્ચાતાપ કર્યા કરે
અને વેશ છેડીને સંવિજ્ઞ પક્ષપણે વતે. ૪ જાણે આદરે અને પાળે તે સર્વે પ્રકારના મુનિ જાણવા, તેઓ ધર્મને સમ્યક સ્વરૂપને જાણે છે, અંગીકાર કરે છે, અને સર્વ પ્રકારે પાળે પણ છે. આ ચાર પ્રકારના ભાંગ સમક્તિ દષ્ટિના જાણવા.
સાધુ વેષે મિશ્ચાદ્રષ્ટિ. જે રજોહરણાદિક સાધુને વેષધારી જાતિના લીંગે મિથ્યાદ્રષ્ટિ હોય, તે ક્રિયાના બળે કરી દેશવિધ ચકવાળ સમાચારિના પ્રભાવે મરીને, અંગાર મÉકાચાર્યની પેરે ઉત્કૃષ્ટ નવ રૈવેયક સુધી ઉપજે.
મિથ્યાદ્રષ્ટિ કેને કહીયે તે. જે દ્વાદશાંગી સૂત્ર સુધા સદહે, પરંતુ સૂક્ત એક પદને પણ અસહતે રહેતો તેને દેશ થકી મિથ્યાત્વી કહીયે, તથા વિતરાગક્ત સૂત્રથકી અને સૂત્રના અર્થ થકી પદમાત્ર પણ સહે નહિ તેને, સર્વ થકી મિથ્યાત્વી કહીયે તે માટે સૂત્ર લક્ષણ કહે છે.
સૂત્ર અધિકાર, સુધર્મા સ્વામી પ્રમુખ ગણધરના રચેલા જે આચાશંગાદિક સૂત્ર, તેમજ નમિરાજા પ્રમુખ પ્રત્યેક બુદ્ધના રચેલા નેમિપ્રત્રજ્યાદિક, વળી ચૌદ પૂર્વધર, શ્રત કેવળી સભવસૂરિ પ્રમુખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org