________________
( ૧૪ ) સારી ક્રિયા કરનાર, ૨૦ આશ્રવને રોકનાર, ૨૧ આત્માના દૂષણ દૂર કરનાર, ૨૨ અજ્ઞાનીના સંગ રહિત, ૨૩ મૂળ ગુણ ઊત્તર ગુણ આરાધક, ૨૪ સ્થિર ચિત્તે કાઉસ્સગ્ન કરનાર, ૨૫ પ્રમાદ રહિત ક્રિયા કરનાર, ૨૬ ક્ષણે ક્ષણે શુદ્ધ ક્રિયા કરનાર, ૨૭ મન વચન કાયાના યોગોને ધર્મમાં જેડનાર, ૨૮ સંસાર ભાવથી વિરક્ત રહેનાર, ૨૯ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત કરનાર, ૩૦ આલેચી નિ:શલ્ય થનાર, ૩૧ માયા રહિત આચાર પાળનાર, ૩૨ આલોચી નિંદી સંથારે કરી પંડિત મરણે મરનાર.
શીયલની ૩ર ઉપમાઓ–૧ જેમ ગ્રહ નક્ષત્ર તારામાં ચંદ્ર મેટા, ૨ મણિ મોતી પ્રવાલાદિકની ઉત્પત્તિમાં રત્નાકર, ૩ તમામ રત્નોમાં ચિંતામણું, ૪ આભૂષણમાં મુકૂટ, ૫ વસ્ત્રોમાં દેવદુષ્ય, ૬ પુષ્પમાં કમળ, ૭ ચંદનમાં બાવન ચંદન ૮ ઔષધિમાં ચુલ હિંમવંત, ૯ નદીમાં સીતાદા, ૧૦ સમુદ્રમાં સ્વયંભૂ રમણ, ૧૧ ગોળ પર્વમાં રૂચક પર્વત, ૧૨ હસ્તિમાં ઐરાવણ, ૧૩ ચતુષ્પદેમાં કેસરીસિંહ, ૧૪ નાગકુમારમાં ધરણું. ૧૫ સુવર્ણ કુમારમાં વેણું કુમાર, ૧૬ સર્વ દેવ લોકમાં પાંચમું બ્રહ્મ દેવ, ૧૭ સર્વ સભામાં સૌધર્મ સભા, ૧૮ દેવ સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધ, ૧૯ રંગમાં ગળીને, ૨૦ દાનમાં અભયદાન, ૨૧ સંઘયણમાં વજ રાષભનારાચ, ૨૨ સંઠાણમાં સમ ચતુર સંસ્થાન, ૨૩ જ્ઞાનમાં કેવળ જ્ઞાન, ૨૪ ધ્યાનમાં શુકલ ધ્યાન, ૨૫ લેશ્યામાં શુકલ લેસ્યા, ૨૬ દેવામાં તીર્થકર દેવ, ર૭ ક્ષેત્રમાં મહાવિદેહ, ૨૮ પર્વતમાં સુમેરૂ, ૨૯ વનમાં નંદન, ૩૦ વૃક્ષમાં ક૯પવૃક્ષ, ૩૧ સેનામાં ચકવતીની ૩ર રામાં વાસુદેવને રથ ભેટે છે. તેમ સર્વમાં શીયળ વ્રત મેટામાં મોટું છે. ગુરૂ વંદનમાં લાગતા ૩૨, દોષ તજવા.
- મનહર છંદ. અનાદર સ્તબ્ધ પણે, ઉતાવળે વંદનના,
ચોખા અક્ષર ન બોલે, કુદી તીડ પતે; અંકુશ ર્ક્યુ ઓઘો રાખી, કાચબાને મીન પરે,
એક વદી તુર્ત બીજે, વંદનને કરેતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org