________________
( ૮૯ ) ૭ છેદ--પૃથ્વી ડાયાદિક સંઘદ્દે મહાવ્રતે દૂષણના લીધે દિક્ષા પર્યાયમાં ન્યૂનતા થઈ હોય તો તે અપરાધાર્થે જે દુર્દમ તપ કરે તે.
૮ મૂળ છેદ-મૂળગુણ ભંગ થવાના લીધે સર્વથા વ્રતનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તે.
૯ અનવસ્થાપ્ય--અતિ સંકિલષ્ટ પરિણામે કેઈને ઘાત પાત થઈ ગયા હોય તે, સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું ને પછી ફરી મહાવ્રતનો આરોપ કરવો તે.
૧૦ પરાંચિત-રાજાની રાણું વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંગ થયા પછી, બાર વર્ષ પર્યત કિયા સહિત અને લિંગાદિકે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગ૭માં આવવું તે.
મ
-
પ્રસંગે આલાયણ આપનાર-લનારની સમજ.
પ્રથમે આલોયણ આપનારના આઠ ગુણ. ૧ આચારવાન-પાંચે આચારના જાણુ હોય તે. ૨ આધારવાન-લેનારના દોષોને બરાબર ધારે તે. ૩ આગમ વ્યવહારી--આગમના પાંચે વ્યવહારના જાણું.
૪ યુક્તિવાન-લેનાર પ્રકાશતાં ને શરમાય તેમ વૈરાગ્ય વચનથી કહે છે.
પ પ્રવી-લેનારને સર્વે પ્રકારે પાપશુદ્ધિ કરાવનાર. ૬ અપરિશ્રાવી–લેનારનું પાપ બીજાને કહી આપે નહિ તે. ૭ નિર્વક–-લેનારની શક્તિ પ્રમાણેજ પ્રાયશ્ચિત આપે. ૮ આપાયદશ-લેનાર આપનાર બન્ને વત્તવ જણાવેતે.
આલેયણ આપવા લાયક ગુરૂનાં લક્ષણ ૧ ગીતાર્થ-નિશીથાદિ સુત્રોના જાણકાર હોય તે.
૨ કતયોગી––વિવિધ શુભગ ને ધ્યાનથી, તપથી જેણે પિતાનું શરીર કર્યું છે તે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org