________________
( ૭ ) દશ અવસ્થા કામની, વેવીશ વિષય હરંત હૈ વિનીત. અઢાર સહસ શીલાંગ રથે, બેઠા મુનિ વિચરંત હે વિઠન ૩ દ્રવ્યથી ચાર દારા તજે, ભાવે પર પરિણતિ ત્યાગ હે વિ દશ સમાધિ ઠાણ સેવતાં, ત્રીશ અખંભનાં મયાગતો વિના ક દીયે દાન સેવન કોડિનું, કંચન ચૈત્ય કરાય છે વિ તેહથી બ્રહ્મવ્રત ધારતાં, અગણિત પુણ્ય સમુદાય હા વિના ૫ ચોરાસી સહસ મુનિદાનનું, ગૃહસ્થ ભક્તિફળ જય હો વિ. ક્રિયા ગુણઠાણે મુનિ વડા, ભાવ તુલ્ય નહિ કેય હો વિનવા ૬ દશમે અંગે વખાણિયે, ચંદ્રવ નરિંદ હે વિઠ તેમ આરાધી પ્રભુતા વિર્યો, ભાગ્યલક્ષમી સુરીંદ હો વિના ૭
પ્રસંગે શિયળ આશ્રયી દુહા. શીલનું ફી– ચુલશી સહસ મુનિદાને, જે ફળ જગ જણાય;
તે બ્રહ્મવતીની ભક્તિયે, ભલા ભાવથી થાય. બાબરી નથી– દાન કનક કોડિ દીયે, કંચન ચૈત્ય કરાય;
શુદ્ધ બ્રહ્મવતી સંગ તે, બરાબરી નહિં થાય. વિશ્વાસ ન કરે- જ્યાંસુધી ધમી જીવડે, શ્રેયને અથી હોય
ત્યાં તક ઇંદ્રિયવિષયને, વિશ્વાસ કરે ને કેય. વિષયથી ડરે– સુકુમાલિકા જે ગતિ, કાને તેહ કરાય;
રસક ભસક બહેન જેહ, સાધ્વીની ગતિ થાય. ત્યાં સુધી જીતેંદ્રિ–પસી જ્ઞાની ને યતિ, જીતેંદ્ધિ ત્યાં તક જાણુ
નારી નજરે નહિ પડ્યા, તે ત્યાં સુધી પ્રમાણુ. બંસી ને અખંભી–-અખંભી તે ગંભીને, પડવ રાવશે પાય,
પોતેજ લુલા પાંગળા, દુર્લભબધી થાય. સાધુને સ્ત્રી સેવે–સગર્ભા સ્ત્રીના એકલખ, નિર્દય પેટ ચીરાય, પાપ તેથી તરફડ્યા જીવનું, મારે પાપ જે થાય.
તેશું નવગણુ પાપ એક, સ્ત્રી-સેવનનું જાણુ.
સાધુ સંબંધે સૂચવ્યું, છડે તેહ સુજાણ. નવ રસ નામ- હાસ્ય કરૂણ રૂદ્ર વીર, ભયાનક બિભત્સ જાણ;
અદ્ભુત શાંત શૃંગારના, નવરસ નામ પ્રમાણુ. ૧. વિજય શેઠ અને વિજયા શેઠાણીની ભક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org