________________
( ૧૭ ) વિક્રમ સં. ૧૧૫૯ માં ચંદ્રપ્રભથી પૌણમીયિક મત નીકળે, મુનિચંદ્રસૂરિએ હરિભદ્રસૂરિએ કરેલ કેટલાક ગ્રંથની પંજીકા કરી, તથા ઉપદેશવૃત્તિ, ગબિંદુવૃત્તિ વિગેરે અનેક વૃત્તિઓની રચના કરી.
૪૧ અજિતદેવસૂરિ–તેમને જન્મ ૧૧૩૪-દીક્ષા ૧૧૫૨ આચાર્ય ૧૧૭૪ સ્વર્ગ. ૧૨૨૦ તેમણે સિદ્ધરાજની સભામાં, દિગંબર કુમુદચંદ્ર સાથે ૮૪ વાદીઓને જીત્યા ને દિગંબરને પાટણમાંથી પ્રવેશ બંધ કરાવ્યા, ૧૨૦૪ માં ફલવદ્ધિ ગામે ચિત્ય બિંબેની, અને આરાસણામાં (કુંભારીયા) શ્રીનેમનાથની પ્રતિષ્ઠા કરી, તેમણે ૮૪૦૦૦ કલેકપ્રમાણુ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ કર્યો. તેમનાથી ૨૪ આચાર્યની શાખા થઇ, તે સમયે દેવચંદ્ર સૂરિના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ સાડા ત્રણ ક્રોડ ગ્રંથના કર્તા, કલિકાલસર્વજ્ઞ, કુમારપાળ પ્રતિબંધી, સવાલક્ષ શ્લેકપ્રમાણ પંચાંગ વ્યાકરણના કર્તા થયા ૧૨૦૪ માં ખરતર ગચ્છની ઉત્પત્તિ થઈ, વિ. ૧૨૧૩ ને વીર. ૧૬૯૨ માં બાહડમંત્રી (વાગ ભટ) જ્ઞાતે વિશાશ્રીમાળીએ, સાડાત્રણ કોડના ખરચે શ્રી સિદ્ધગિરિને ૧૪ મે ઉદ્ધાર કર્યો, તે કુમારપાળ રાજાના પ્રધાન હતા.
૪૨ વિજયસિંહસૂરિ–વિ. સં. ૧૨૩૩ માં આંચળીયા ગચ્છની ઉત્પત્તિ થઈ વિ. સં. ૧૨૩૬ માં સિદ્ધપુનમયા ગચ્છની ઉત્પત્તિ થઈ, તેમણે વિવેકમંજરી શુદ્ધ કરી.
૪૩ સેમપ્રભસૂરિ–સેમપ્રભ ને મણિરત્નસૂરિ સાથે થયા, સેમપ્રભસૂરિના એક શ્લેકના સે–સ અર્થે થતા, વિક્રમ સં. ૧૨૫૦ માં આગામિકમત નીકળે.
૪૪ જગચંદ્રસૂરિ–તપગચ્છ–જેમણે ચિતેડની રાજસસભામાં દિગંબરના ૩૨ આચાર્યને જીત્યા, તેથી રાજાએ તેમને હીરલા જગતગુરૂનું બિરૂદ આપ્યું. તેમણે જાવજીવ આંબિલ તપ કર્યું છે, આંબિલ કર્યા ને ૧૨ વર્ષ થયા ત્યારે રાજાએ તેમને વિ. સં. ૧૨૮૫ માં તપાબીરૂદ આપ્યું. ત્યારથી જ આ તપગચ્છ ચાલુ થયે તેમણે ચિત્રવાળગચ્છીય દેવભદ્ર ઉપાધ્યાયની લ્હાયથી કિરિયા ઉદ્ધાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org