________________
( ૧૬ ) ૩૩ માનદેવસૂરિ ત્રીજા–જેમણે ઉપધાન વાચ્ય વિગેરે ગ્રંથની રચના કરી.
૩૪ વિમળચંદ્રસૂરિ–તે પિતાની પાટે ઉઘાતનસૂરિને સ્થાપીને સ્વર્ગે ગયા.
૩૫ ઉદ્યતનસૂરિ વીર સં. ૧૪૬૪ ને વિક્રમ સં ૯૪ માં પિતાના ૪ શિષ્ય સહીત આબુજીની યાત્રા કરી ઉતરી, ટેલીગામ નજીક રહેલા વિશાલ વડ વૃક્ષ નીચે વિશ્રામ લીધો, અને ત્યાં શાસનદેવીની વાણીથી તે ૮૪ શિષ્યને ત્યાં આચાર્ય પદવી આપી, ત્યાંથી વડગચ્છ થયે ને ત્યાંથી ૮૪ ગછે ચાલ્યા, તેના નામે બીજા ગ્રંથોથી જાણ લેવા.
૩૬ સર્વદેવસૂરિ અને વડગચ્છ–તેઓ બહુ લધિવંત હતા. તેમને વીર સં. ૧૪૮૦ ને વિક્રમ સં. ૧૦૧૦ વર્ષ પછી, રામસિન્યપુરમાં (જે હાલનું રામસણ) શ્રી રૂષભદેવની તથા ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. વળી તેમણે ચંદ્રાવતીમાં કંકણ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી, તેને પહેલાં એક જૈન મંદિર બંધાવ્યું હતું, વિક્રમ સં. ૧૦૨૬ પછી ધનપાળ પંડિતે દેશી નામ માળાની રચના કરી, વીર સં. ૧૪૯૯ ને વિક્રમ સં. ૧૦૨૬ માં, તક્ષિલાનું બીજું નામ ગિજની રાખ્યું.
૩૭ દેવસૂરિ–તેમને રાજાએ રૂપશ્રી એવું બિરૂદ આપ્યું, વિક્રમ સં. ૧૦૯૫ પછી થિરાપદ્રીય ગ૭માં, વાદવૈતાલ શ્રી શાંતિસૂરિ થયા, તેમણે શ્રી ઉત્તરાધ્યયન ઉપર ટીકા કરી.
૩૮ સર્વદેવસૂરિ બીજા–તેમણે યશેભદ્રને નેમિચંદ્ર પ્રમુખ આઠ સાધુઓને આચાર્ય પદવી આપી, તે બે એક પાટે બેઠા.
૩૯ યશોભદ્રસારિ બીજ– ભદ્રને નેમિચંદ્રસૂરિ સાથે થયા, નેમચંદ૧૧૪૫ માં હતા જે પ્રવચનસારદ્વારના રચેતા, વિક્રમ સં. ૧૧૩૫-૩૯ વર્ષ પછી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સ્વર્ગ ગયા; અને કૂર્ચ પુર ગચ્છી ચિત્યવાસી, જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જીવલ્લભસૂરિએ ચિત્રકૂટમાં શ્રી મહાવીરનાં છ કલ્યાણકની પ્રરૂપણ કરી.
૪૦ મુનિચંદ્રસૂરિ–તેઓ છએ વિગયના ત્યાગી હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org