________________
પાટના વજનસેનસૂરિની વચમાં નાગહસ્તિ, રેવતી મિત્ર, બ્રહ્માદ્વીપ, નાગાજુન, ભતદીન અને પાંચમની ચોથ કરવાવાળા કાળિકાચાર્ય, એ છ યુગપ્રધાને થયા, આ કાળિકાચાર્ય વીરથી ૯૩ વર્ષ થયા. આ ચેથા કહેવાય છે. વલ્લભીપુરમાં એક કોડ પુસ્તકના લખાવનાર દેવદ્ધગણીક્ષમાશ્રમણ વાર પછી ૧૦૦૦ વર્ષે સ્વર્ગ ગયા, તેઓ શ્રી ૫૦૦ આચાર્યને વાચના આપતા હતા. - ૨૭ માનદેવસુરિ બીજા–તેઓ વીર સં. ૧૦૪૮ ને વિક્રમ સં. ૧૭૮ માં સ્વર્ગે ગયા, માનદેવસૂરિ ને હરિભદ્રસૂરિ એ બે મહાત્માઓ સાથે ભણતા હતા. આ હરિભદ્રસૂરિ (જે ૧૪૪૪ ગ્રંથના કર્તા) વિર સં. ૧૦૫૫ ને વિક્રમ સં. ૫૮૫ માં સ્વર્ગ ગયા.
૨૮ વિબુધપ્રભસૂરિ ૨૯ જયાનંદસૂરિ–આ વિબુધપ્રભસૂરિ ને જયાનંદસૂરિ સુધી વચમાં, વિક્રમ સં. ૧૮૫ થી તે ૬૪૫ સુધીમાં ને વીર સં. ૧૧૧૫ માં શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહા પ્રભાવિક આચાર્ય થયા છે, તેમણે સંક્ષિપ્તજિનકલ્પ, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહસંઘયણી, તથા વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે મહાન ગ્રંથ રચ્યા છે.
૩૦ રવિપ્રભસરિ–તેમને નાગોર નગરમાં વિક્રમ સં. ૭૦૦ ને વીર સં૦ ૧૧૭૦ માં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૧૯૦ ને વિક્રમ સં૦ ૭૨૦ વર્ષે બીજા ઉમાસ્વાતી યુગપ્રધાન થયા.
૩૧ યશોદેવસૂરિ–તેમના સમયમાં વીર સં. ૧૨૭૨ ને વિક્રમ સં. ૮૦૨ માં વનરાજ ચાવડા થયે, તેમણે વિક્રમ સં. ૮૭૨ માં અણહિલપુર પાટણ વસાવ્યું ને શ્રી પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી, તે દેરાસરની ભમતીમાં હાલ પણ વનરાજની મૂર્તિ છે. વીર સં. ૧૨૭૦ ને વિક્રમ સં. ૮૦૦ માં જેમણે ગ્વાલિયરના આમ રાજાને જેની કર્યો તે બમ્પભટ્ટસૂરિને જન્મ થયે. આ બમ્પ ભટ્ટસૂરિ મહાન પ્રતાપી પુરૂષ થયા છે.
૩૨ પ્રદ્યુમ્રસૂરિ–તેમણે ગિરનાર ઉપર સં. ૧૩૦૫ વૈ શુદ ૩ શનિવારે બાહડ શ્રીમાળીના મંદિરમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org