________________
( ૪૦ ) ૧૬ જિનપ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીના જીવે તીર્થકર
ગોત્ર બાંધ્યું. ૧૭ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકરગાત્ર બાંધે છે, આ કથન
જ્ઞાતાસૂત્રમાં છે. ૧૮ જિન પ્રતિમાની પૂજા છે તે તીર્થકરની જ પૂજા છે એમ સમજવું. ૧૯ જિનપ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે, એમ આવ
શ્યકસૂત્રમાં કહ્યું છે. ૨૦ જિનપ્રતિમાને પૂજવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ રાયપ
સેણુસૂત્રમાં કહ્યું છે. ૨૧ સૂર્યાભદેવતાએ રાયપણુસૂત્રમાં જિનપ્રતિમાને પૂજ્યાને
અધિકાર છે. ૨૨ નાગકેતુ જિનેશ્વરની પુજા કરતાં શુદ્ધ ભાવનાવડે કેવળજ્ઞાન પામ્યા ૨૩ દુર્ગતા નારી પરમાત્માની કુલ પુજા કરતાં કેવળજ્ઞાન પામી. ૨૪ ગણધર મહારાજાના સત્તર પુત્રે સત્તર ભેદમાંથી એક પ્રકારે
જિનપુજા કરી છે અને તે પુજાથી તેજ ભવે મોક્ષ ગયા છે, તે
રાયપાસે સૂત્રમાં સત્તરભેદી પુજાચરિત્રમાં છે. ૨૫ જ્ઞાતાસૂત્રમાં દ્વિપદીએ જિનમંદિરમાં જઈ જિન પ્રતિમાની પુજા
કરી નમથુર્ણ કર્યું છે. ૨૬ નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે, તેમાં લખ્યું છે કે જે મુનિ
તથા પિષધવાળા શ્રાવક જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે
પ્રાયશ્ચિત લાગે. ૨૭ દશવૈકાલિકસૂત્રના આઠમાં અધ્યયનમાં ભીંત ઉપર સ્ત્રીની મૂર્તિ
ચિન્નેલી હોય, તે મુનિએ જેવી નહીં, તેથી વિકાર ઉત્પન્ન થવાનો સંભવ છે.
હવે વિચાર કરે !જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામવિકાર ઊત્પન્ન થાય છે, તેવી જ રીતે શાંતરસથી ભરપુર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઊત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય માટે જિનપ્રતિમામાં જરાપણ સંશય રાખ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org