________________
શ્રી સિદ્ધગિરિનાં ૧૦૮ નામ.
મનહર છંદ. વિમળાચલ પહેલો, દેવગિરિ સિદ્ધક્ષેત્ર,
મહાચળ શત્રુંજય, પંડરિક નામ છે; પુણ્યરાશી શિવપદ, સુભદ્રને પર્વતંદ્ર,
દઢશાકત અકર્મક, મહાપદ્મ ધામ છે; પુષ્પદંત મુકિતગૃહ, સર્વકામદ શાશ્વત,
- મહાતીર્થ પૃથ્વીપીઠ, પ્રભુપદ ઠામ છે; પાતાળમૂળ કૈલાસ, ક્ષિતિમંડન રેવત,
શ્રીપદ ઇંદ્ર પ્રકાશ, મહાગિરિ મામ છે. ૧ મહાપર્વત તે માને, મુકિતનિલયન છાને,
કર્મસુદન મજા, મહાનંદ માન; અકલંક વિભાસન, સૌંદર્ય અમરકેતુ,
મહાકર્મ સુદનને, મહદય જાણ; રાજ રાજેશ્વર ઢીંગ, માલવતેયને સુર,
આનંદમંદિર પછી, મહાજસ ઠાણ; વિજયભદ્રને વળી, અનંતશકિતએ ભળી,
વિજયાનંદને લળી, લળી ઉર આણ. ૨ મહાર્શલ ભદ્રકર, મહાપીઠ સુદર્શન,
અજરામરને ચર્ચ, ગિરિ કહેવાય છે; તાલધ્વજ ખેમંકર, ને અનંત ગુણકર,
કર્મક્ષય શિવકર, કેવળને દાય છે; તિરૂપ હિમગિરિ, નાગાધિરાજ અચળ,
અભિનંદ વિશ્વાધીશ, સ્વર્ણ સુખદાય છે; પરમબ્રહ્મ મહેંદ્ર, ધ્વજ અને કદંબક,
મહીધર હસ્તગિરિ, પ્રિયંકર ગાય છે. ૩ દુઃખહર જયાનંદ, આનંદને યશોધર,
સહસ કમળ, વિશ્વ પ્રભાવક વર છે; તમાકંદ વિશાળને, હરિપ્રિય સુરકાંત,
પુજકેસને વિજય, વિજયંત સર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org