________________
: ૧૭ : વળી તે ધર્મ નહિ વસે વાટમાં, અસિ ધારથી મુશ્કેલ શુભ પુન્ય એગે તેહ સાંપડે, ખરે નહિ બાળક ખેલરે. આ૦ ૧૪ શુદ્ધ ધર્મ આત્મશાએ કહ્યો સહી, કહે ત્યાં શું જન કામરે જન મન રંજના ધર્મની કીંમત, મળે ન મૂલ બદામ રે. આ૦ ૧૫ ધન્ય ધન્ના શાલિભદ્ર આદર્યો, બંધક અણિક ધાર; ગ્રહ્યો ગજસુકુમાળ અઈમંતે, ઝાંઝરિ જબુ કુમારરે. આ૦ ૧૬ પ્રસનચંદ ઢંઢણ મેધ પામ્યા, મનક મેતારજ જાણ કરઠંડુને સુકેશળ સાથે, સ્થૂલિભદ્ર થાવગ્રા મારે. આ૦ ૧૭ મહા મુનિવરે એ મેળવી, કાયરનું નહિ કામરે;
રવિર હશે તેહ સાધશે, રદ રાધાદ તામરે. આ૦ ૧૮ ધન્ય એવા શુભ ધર્મને ધ્યાતાં, સેવક શિવસુખ પાયરે; ભવ્ય ભાવે અને ભજન ભક્તિયે, કામના પુરી કરાય. આ૦ ૧૯ ઊત્તમ ગ છે કરજે આદર, સમ્યગ ધર્મ સુખકારરે; મણે બુદ્ધિ વૃદ્ધિ કર કપૂરથી, લલિત લાભ શ્રીકારશે. આ૦ ૨૦
૯ બાર ભાવનાની સઝાય.
પ્રભુ પડિમા પૂછને પોષહ કરીએરે–એ દેશી. ભવ્ય ભાવના ભાવે ભવી સહુ ભાવેરે, વીર વિભુએ વર્ણવી તેવી બાર છે, એહ થકીતે આતમ ઊજવલ થાવેરે, આત્મબધે એને શુભ આધાર છે. સમજે તે સમજુને સુખકાર છે, આત્મઉન્નતિ કરવા એક ચિતાર છે; વૈરાગ્ય વરતી વાળાને વેપાર છે, સમજ્યા તેની સમજને એ સાર છે. ૧ ડાભ અગ્રભાગે રહ્યા જળ બિંદુ જેવોરે, સંસારના પદાર્થો સર્વે અસ્થિર છે; માટે ચેતન તેને મોહ તજ તેરે, અનિત્યભાવને ભાવે તે અક્ષર છે.
સમજેતે આત્મ વૈરાગ્ય સમજ્યા... ૨ ભવ સમુદ્ર ભમતા ડુબતાને જાણેરે, શરીર ધન સ્ત્રી કુટુંબકે શરણું નથી; શરણ એક શ્રીજિનવર ધર્મ પ્રમાણેરે, કેવલજ્ઞાની જાણી તેમ ગયા કથી.
સમજેતે આત્મા વૈરાગ્ય, સમજ્યા -૩ ભા. ૭-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org