________________
: ૧૫ : એક અક્ષરે સાત સાગરનું, કરેલ પાપ પાસે, એક પદે પચાસ સાગરનું, પાપ અમાપ જ જાશે. ના. ૧ પુરે નવકાર ગણે પાંચસે, સાગર પાપ પલાયે; નરક તિર્યંચે નષ્ટજે પાપ, એકજ અક્ષરે જાયે. ના. ૨ જે જન લખ નવકાર જપેને, પૂજે પ્રેમશુ માને; તીર્થકર મૈત્ર ઊપજાવી, સિધાય શાશ્વત સ્થાને. ના૦ ૩ જે અઠ કોડને અઠ સહસપે, આઠ આઠ વારે; નિરમળ નવકારે ભવ ત્રીજે, જાય મેક્ષ મેઝારે. ના. ૪ છ માસને બાર માસે એમ, તીવ્ર તપે અઘ જાયે; તે નવકાર અનાનુપૂર્વી, ગણે ક્ષણમાં ખવાયે. ના૦ ૫ નવકાર બળે આધિને વ્યાધિ, વારિ વન્ડિને ચેર; સિંહ હાથી સંગ્રામ સર્ષ ભય, રહે ન રંચ કે ઠેર. ના૬ સારભૂત જિન શાસનમાં તે, ચિદ પૂરવને સાર, હૃદયમાં નવકાર તે રાખે, સહિતવ સ્વલ્પ સંસાર. નાગ ૭ મહાન મંગલીક સ્થાન માને, નિશ્ચયે ભય હરનારે; સકળ સંઘના સુખને કરતા, ઈરછીત અમ દેનાર. ના૦ ૮ અપૂરવ કલ્પતરૂ નવકાર એ, કામઘટ કામધેનું ચિંતીત ચિંતામણું સાચે, મેક્ષ મેલક કૃત જેનું. ના. ૯ નવલાખ જપતાં નકે નિવારે, અધિકાર એહ આપે, કમળબંધે ગણવા કહ્યો શુભ, ભલે મન ગ ભાખે.ના ૧૦ અંતે આયુ ક્ષય થવા ટાણે, શકે ન બોલી નવકાર સાંભળતામાં સત્વરે શિવપુર, નહિતે સ્વર્ગનિરધાર. ના. ૧૧ વિપદ વારે ભવ પાર ઉતારે, સકળ સુકાજ સુધારે; ભાવ ભલે સુગુરૂ ગમ ધારે, લલિત લાભ લખત્યારે. ના ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org