________________
અંતર જતના વિણ કિસ્પે, બાહ્ય ક્રિયાને લાગ; કેવળ કચુકિ પરિહરે, નિર્વિષ હુએ ન નાગ. ૧૪ દોષરહિત આહાર ભે, મનમાં ગારવ રાખિ; તે કેવળ આજીવિકા, સૂયગડાંગની સાખિ. ૧૫ નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણ ખાણું; પાપ શ્રમણું તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણે. શુદ્ધ ક્રિયા ન કરી શકે, તે તું શુધું ભાખ; શુદ્ધ પ્રરૂપક હાઈ કરી, જિનશાસન સ્થિતિ રાખ. ઉસ પણ કરમ રજ, ટાળે પાળે બેધ; ચરણ કરણ અનુદતે, ગચ્છાચારે સધ. ૧૮ હણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરૂચિ વિશાળ; અપાગમ મુનિનહિ ભલે, બેલે ઉપદેશ માળ. ૧૯ જ્ઞાનવંત ને કેવળી, કવ્યાદિક અહિનાણ; બૃહત ક૫ ભાગે વળી, સરસા ભાખ્યા જાણે, જ્ઞાનાદિક ગુણ મચ્છરી, કષ્ટ કરે તે ફેક; ગ્રંથિ ભેદ પણ તસ નહી, ભૂલે ભેળા લેક. ૨૧
જ્યાં જેહાર જવેહરી; જ્ઞાને જ્ઞાની તેમ; હમણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. ૨૨ આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાહ્ય કિયા મત રાચજો, પંચાશક અવલય. ૨૩ જેથી મારગ પામી, તેહને સામે થાય; પ્રત્યેનીક તે પાપી, નિશ્ચયે નરકે જાય. ૨૪ સુંદર બુદ્ધિપણે કર્યો, સુંદર સરવ ન થાય; જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યા જાય. ૨૫ જ્ઞાનાદિક વચને રહ્યા, સાધે જે શિવ પંથ; આતમ જ્ઞાને ઉજળે, તેહુ ભાવ નિગ્રંથ. ૨૬ નિંદક નિશ્ચ નારકી, બાહ્ય રૂચિ મતિ અંધ આમ જ્ઞાને જે રમે, તેહને તે નહિ બંધ. ૨૭ ૧ કાંચળી.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org