________________
છે. આ યુગમાં પ્રાચીન સાહિત્ય નવા રૂપમાં પ્રગટ થતું જાય છે, તેમ મુનિશ્રી લલિતવિજ્યજીએ નવીન શૈલીથી નવનવા રાગોમાં પિતાને ઈષ્ટ લાગતા વિષયોને કાવ્યોની માધુર્યવંતી ધૂનમાં ઉતાર્યા છે. પ્રસ્તુત કાવ્યકારે પિતાની યાદી અને સંસ્કારી એવી મીઠડી ભાષામાં ઘણું હૃદયંગમ ભાવનાઓ ઠાલવી દીધી છે. મુનિશ્રી લલિતવિજયજીના ઉચ્ચ વિચારોથી હોવાયેલો શુદ્ધ પ્રયાસ, જગતમાં અમર સ્થાન લે, એમાં નવાઈ શી?! | મુનિશ્રી લલિતવિજ્યજીએ પ્રસ્તુત પુસ્તકનું નામ “કપૂરકાવ્યકલેલ” રાખ્યું છે. પિતાના ગુરૂના નામ સાથે કલેલ એ શબ્દ રાખેલ છે, તેથી પ્રસંગવશાત લખવાની જરૂર પડે છે– લેલ” એ આત્માના ઉચ્ચ વિહારનું ઊડ્ડયન છે, હૃદયની પ્રભુ પ્રત્યે કાલાવાલાની મસ્તપૂર્ણ રસ કહાણ છે, આત્માની ઉછળતી મજબૂત ધૂનનું પ્રતિપાદક પ્રતિબિંબ છે. પૂજ્ય જને ઉપરની ભક્તિભાવનાથી વિભૂષિત ગુણાનુવાદિક રસસિંચન છે, ત્યાગ-વૈરાગ્યપૂર્ણ પ્રશસ્તિનું ચિરસ્થાયિ અમર સ્થાન છે અને હદયની કયારીમાં પ્રગટેલા ભાવનાત્મક વિચારોનું વાણીગૂજન છે. ગુરૂનાં નામ સાથે પુસ્તકનું નામ જોડવામાં કર્તાએ ગુરૂપ્રત્યેની પૂજય ભાવનાશીલ પ્રતિબિંબિત ઊર્મિઓ સાથે “કપૂર” એટલે જગતની ખુશબેદાર પવિત્ર વસ્તુ એ અર્થના નામનિર્દેશના સમન્વય તત્ત્વનું યોજન સ્વીકાર્યું છે.
કપૂર કાવ્ય કલેલ”માં કર્તાએ અનેક રસથી પષાયેલાં કાવ્યો જેવાંકે–ભક્તિનાં, ગુણગાનનાં, આત્મનિંદાના, હદયગત ભાવનાનાં, નીતિબેધન, વૈરાગ્યાત્મક ઉપદેશનાં, પૂર્વપુરૂષના જીવન પરિચયનાં વિગેરે વિષયોથી એવાં અનેક કાવ્ય સરળ અને સાદી ભાષામાં રચેલાં છે. જેને જેવો રસાનંદ લે હેય તેને તે આ પુસ્તકમાંનાં કાવ્યોમાંથી મળી શકે છે. કર્તાના હૃદયગત ઊર્મિના રંગ હૃદયના પટ ઉપર જગત વિલક્ષણતાના વિલક્ષણ દર્શનથી જે જે વખતે રંગાયા છે, તે તે કાળે તેવી ઊમિની પીંછીઠારા કાવ્યમાં રંગ પૂરાયા છે. કાવ્યોમાં શબ્દોને સારો સમુચ્ચય ગોઠવાય છે. કોઈ કાઈ કાવ્યમાં તે શબ્દોનાં જોડકડાં ( Elitration) ગોઠવવામાં તે કર્તાએ કમાલ કરી છે. ભક્તિભર્યા કારૂણિક કાવ્યમાં કર્તાએ પિતાનું હદય ઠાલવવામાં તે હદ કરી છે !
આત્મનિંદાથી ઉભરાતા કપૂર કાવ્ય કલેલના પુસ્તકની પ્રસ્તુત કર્તાએ સાત ભાગમાં વહેંચણી કરી છે. પ્રથમ ભાગમાં કર્તાએ પ્રભુપ્રત્યે અપૂર્વ ભક્તિસ્યને પ્રવાહ વહેવડાવ્યો છે. સારા સ્તવનેને સમુચ્ચય સારી પેઠે રાગ-રાગણીમાં આરોપીને કાવ્યમાં પ્રેમભક્તિ, દીનપણું, કાલાવાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org