SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યસર્જક એ ચિત્રકાર કરતાં અમુક અંશે અધિક છે. ચિત્રકાર પાસે રંગ છે પણ શબ્દ નથી; કાવ્યસર્જક પાસે ઉભય છે. કાવ્યસર્જક, એના હદયની પ્રતિભા ગાતાં ગાતાં વસ્તુનું યથાર્થ દર્શન કરાવી શકે છે, અને અક્ષર–માત્રા-વર્ણ મેળની શબ્દલીલો દ્વારા જગતને મનહર સૂરે સંભળાવી શકે છે. કાવ્યસર્જક, સૃષ્ટિના અંતર્ગત સૂક્ષ્મ ભાવોનું અવલેકન કરી શકે છે, અને તેને હદયના સાદર ભાવોના કલ્પનાબળે ઝીલી ભાવમય વાણીમાં ગાઈ શકે છે. કાવ્યસર્જક, જૂદા જૂદા રસના પરમાણુઓથી ઘડાયેલા જુદા જુદા માનવહુના જીવનમાં તે તે રસનાં ઝરણું વહેવરાવે છે, પિતાના વાણી બળથી તે હાસ્યરસિકોને હસાવરાવે છે, શૌર્યવીરોને રણક્ષેત્રમાં વીરતાને રસ લેવરાવી ઘુમાવરાવે છે, પ્રેમીઓને પ્રેમનાદમાં મસ્તાન બનાવે છે, કારૂણ્યકેને કરૂણું રસમાં નવરાવે છે, વૈરાગીઓને વિરક્ત ભાવનાથી અધિષિત કરે છે, અને ધર્માત્માઓને પ્રભુના પથે પ્રેરણાત્મક પ્રગતિવાન બનાવે છે. આમ તે નવે રસની પરિપૂર્ણ પ્રસાદીએ જગતના નવ રસના પ્રેમીઓને સમર્પે છે. કાવ્યસર્જકોએ કાવ્યનાં લક્ષણ અને કૃતિ ભેદોથી અનેક જાતની માન્યતાએ કલ્પેલી-સ્વીકારેલી છે. કાવ્યસર્જક પિતાના હૃદયની ઊર્મિએને વાણુઠારા અક્ષરના આકારમાં ગોઠવી હૃદયના ભાવના તાર ઝણઝણાવે છે. આવા તારને અક્ષરમેળ કે માત્રામેળના પીંગળ શાસ્ત્રને અનુસરાવી કાવ્યસર્જકો સંગીતની અજબ ધૂનમાં પિતાના હૃદયને રણઝમુવી અપૂર્વ આનંદ મેળવે છે. સંગીતકળા એ એવી અલૌકિક વસ્તુ છે કે જેના શ્રવણમાત્રથી અજબ ચમકાર જામી રહે છે. ઝેરી ફણીધરો પણ મેરલીના નાદથી મેહિત થઈ જાય છે, ચપળ હરણે પણ સંગીતથી આકર્ષાઈ પારધિઓના હાથે મૃત્યુને હેરી લે છે, શૌર્યવીરે પણ રણસંગ્રામે બંદીજનોની સંગીતાત્મક બિરૂદાવળીથી પ્રાણની આહૂતિઓ આપી દે છે અને બાળકે પણ હાલરડાંરૂપી સંગીતના નાદથી પિતાનું રડવું બંધ કરી દે છે, તેમજ કાવ્યો, મૂર્ખ અને વિદ્વાનેને સમાન ચમત્કારોત્પાદક વસ્તુ છે. મલ્હાર રાગ મેઘનું આવાહન સ્વીકારે છે, માલકેશથી પથ્થર પણ મીણરૂપ બને છે, હિંડલથી હિંડળ ઝૂલે છે અને દીપકથી દીપ પ્રગટાય છે, એ બધા સંગીતકળાના લાક્ષણિક ચમત્કારે છે. જે સાહિત્યકારો દેશકાળને અનુસરી સમય, સ્થળ, સ્થિતિ અને સંગને વિચારી પિતાની કૃતિ ઉપજાવે છે તેને પ્રયાસ સફળ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy