SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે વાણીધાર જગતને મનહર સૂર સંભળાવી અપૂર્વ આનંદ મેળવે છે. લગભગ આ નિયમ કાવ્યસર્જકે એકલાઓને માટે નહિ; પરંતુ દરેક ગ્રંથકાર, ઉપદેશકે અને લેખકને પણ એકસરખો લાગુ પડે છે. કાવ્યવાચકો કાવ્ય વાંચતી વખતે તે તે વિષય પિતાના વિચારને બંધબેસતા ન થવાથી કોઈ, કર્તા ઊપર ખીજાય છે, કેઈ, કૃતિ ઉપર હસે છે, કાઈ, કૃતિ અને કર્તાને નિંદે છે તે કઈ કૃતિ અને કર્તાને પ્રશંસે છે; પણ જ્યારે દુનિયાના ઇન્સાફ ખાતર કૃતિકારકેએ કૃતિ કરી જ નથી તે પછી વાંચકે એ વિચારઘેલા શા માટે બનવું જ જોઈએ ? આજે કેટલાક લેભાગુ કાવ્યકારો ઢંગધડા વગરને શબ્દપ્રવાહ પ્રસરાવી પિતાને કૃતિકાર માની પોતે કૃતકૃત્ય બની બેસે છે, પરંતુ તેમની બેઢંગી કૃતિઓમાં ઊર્મિક ભાવના અને માધુર્યને રસપ્રાધાન્ય કલરવ ઉડી જતો હોવાથી સાહિત્યની વાંચનસૃષ્ટિમાં તેઓ કંટક પાથરે છે. અજ્ઞ ગ્રંથકાર અને અપૂર્ણ લેખકને માથે પણ ઉપરને એ દોષ સદાને માટે ઠલવાઈ રહે છે. જે કાવ્ય કે સાહિત્ય, ધર્મ, રાષ્ટ્ર, સમાજ કે જીવનને ચેતન્યવંત પ્રગતિશીલ ન બનાવતાં ઉધે રસ્તે દેરે, તો તેવા કાવ્ય કે સાહિત્યનું અસ્તિત્વ શામાટે જોઈએ ? લિટન, બાયરન, રેનાલ્ડ, ટેક્સ્ટોય, થક, શૈકસપિયર, મિલ્ટન, ગોલ્ડસ્મિથ, એડવિન વિગેરે ઘણું પાશ્ચાત્ય સાહિત્યસર્જકે પોતાના વેગવંત વિચારો ને વાણુના બળથી સાહિત્યના ક્ષેત્રમાં ઘણું રસસિંચન કરી નવપલ્લવિત કરી ચૂક્યા છે તેમજ હંમર, ઇલિયર અને એનીડ જેવા પાશ્ચાત્ય કાવ્યસર્જકો પણ પોતાના દેશ કાળની ભાષામાં વિચારવંત વાણીપ્રવાહ વહેવડાવી દેશકાલને નવચેતન્યવંત બનાવવા અંતરના ઉંડા ફુવારાઓ ઊછાળી દીધા છે. - પૌરાણિક કાવ્યસાહિત્ય સમજનારને જે તે ભાષાને સૂક્ષ્મ પરિચય કેળવવો પડે છે અને તે તેથી કરીને જ મને રમ સૃષ્ટિની પાર રહેલી સત્ય વસ્તુસ્થિતિનું યથાર્થ જ્ઞાન મેળવી શકે છે. પ્રાયઃ કાવ્યસર્જકો પોતાની વિશિષ્ટ કલાત્મક કાવ્યકૃતિથી પિતાના હૃદયંગમ ભાવનાશીલ વેગવંત ભાવની અભિવ્યક્તિ કરે છે. પ્રાચીનકાળના ઘણું જૈન સાધુઓએ તથા કાળીદાસ ભવભૂતિ, બાણ આદિ જૈનેતર કાવ્યસર્જકોએ પિતાની સમૃદ્ધ કાવ્યવિષયક સામગ્રીથી હિન્દની પૌરાણિક સંસ્કૃતિની પ્રતિભાઓ સિદ્ધ કર્યાનું ઇતિહાસ સમર્થન કરે છે. હિંદના ઇતિહાસમાં આર્યસંસ્કૃતિને સમયકાળ એ સાહિત્ય અને કાવ્યની કળાને વસન્તકાળ હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy