________________
: ૭૨ :
સુપાત્ર દાનથી લાભ.
મનહર છંદ. સુપાત્રે દેવાયું દાન દારિદ્રનું ફેડે સ્થાન
દુર્ભાગ્ય કરે પ્રયાણ ઠીક સવિ થાય છે, અપકીર્તિ જાય કહીં વ્યાધિ એમ જાય વહી
પરાભવ થાય નહી સહિ સુખદાય છે; કાઢે દીનતાની કાસ આપદા ન આવે પાસ
ટળે અનર્થને ત્રાસ ભય ભાગી જાય છે, ઉપદ્રવ્ય દળનાર સંપદાનું કરનાર સુપાત્રે લાભ શ્રીકાર લલિત લેખાય છે. ૧
સુપાત્રની પ્રધાનતા. આરોગ્યતા કરે એવું સૌભાગ્યનું કારણ એ
ઉત્તમ આદરવાળું સુખનું નિધાન છે, વાંછિત વૈભવ મળે એશ્ચર્ય અધિક બળે
દેવની સંપદા વળે શિવનું સુકાન છે; સૈભાગ્ય આરોગ્ય શુભ ભેગના ભંડારરૂપ
ગુણ ગણનું સમુહ દાન એક સ્થાન છે, દાને કીર્તિ કાંતિ પાય શત્રુ પ્રેમે પડે પાય લલિત હું લાભ થાય સુપાત્ર પ્રધાન છે. જે ૨ છે
આ સુપાત્રમહાનુભાવ. ગોયમ ગુણ સ્તવનાયે વિશસ્થાનક પૂજાની પંદરમી-ઢાળદુહા-છઠ છઠ તપ કરે પારણું, ચઉનાણુ ગુણધામ,
એ સમ શુભપાત્ર કે નહિ, નમો નમે ગાયય સ્વામ.
દાદાજી મોહે દર્શન દીજે હો–એ દેશી. દાન સુપાત્રે દીજે હો ભવિયા, દાન સુપાત્રે દીજે; લબ્ધિ અઠ્ઠાવીશ જ્ઞાની ગેયમ, ઊત્તમ પાત્ર કહીજે હો. ભ૦ ૧ મુહૂર્તમાં ચાર પૂરવ રચિયાં, ત્રિપદી વિરથી પામી; ચૌદસેં બાવન ગુણધર વાંદ્યા, એ પદ અંતરજામીહા. ભ૦ ૨ ગણેશ ગણપતિ મહામંગળપદ, ગોયમ વિણ નવિ દૂજે; સહસ્ત્ર કમલદલ સેવન પંકજ, બેઠા સૂરનર પૂજે છે. ભ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org