________________
: ૫૦:: તે ક્યારે મદમાં-ભદ્રશરદ મંદ વસંતે, મૃગ હસ્તિ હેમંત
આવે– સંકીર્ણ સવિ રૂતુ માંહિ, થાવે છે મદવંત. આ ચાર શ્રાવક-માતપિતાને બંધુ સમ, મિત્ર ને શકય સમાન;
લાવ શ્રાવક ત્રણે ભલા, છેક મિથ્યાત્વી માન. અરિસો અનેદેવની સમા, સ્થંભ ડાંખરાં ધાર;
પહેલા તિ ભાવે ભર્યા, ડાંખરાં દુર નિવાર. તેનો વિસ્તારથી ખુલાસે– | માત પિતા સમાન–તે જેમ પિત્રુઓ બાળકોની સાર સંભાળ કરે તેમ સાધુ ઊપર ભાવ રાખી સાર સંભાળ કરે તે.
બંધુ સમાન–તે સાધુ ઊપર મનની અંદર ઘણે રાગ છે, પણ બહારથી વિનયાદિ સાચવવામાં મંદ આદર, પણ કોઈ દુષ્ટ તેમને પરાભવ કરે તે સહાય કરે. - મિત્ર સમાન–તે સગાવાલા કરતાં પણ સાધુને અધિક ગણે, તેમ તેની સ્લાહ ન લે તો રેષ કરે.
શક્ય સમાન–તે સાધુના દુષણે દેખવા તત્પર તેમ સાધુને પ્રમાદ વશ કાંઈ ભુલ થયેલ હોય તે, તે હમેશાં કહ્યા કરે અને સાધુને તૃણ સમાન ગણે તે.
શ્રાવકને સાધુની ચાભંગી-૧ કેટલાક ઈહલેક હિતકારી પણ પરલેકે નહિ. ૨ કેટલાક પલક હિતકારી પણ ઈહલોકે નહિ. ૩ કેટલાક ઈહલોક અને પરલોકે હિતકારી. કેટલાક ઈહલેકે અને પરલોકે હિતકારી નંહિ.
તે ચૈભંગીને ખુલાસે–૧ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્તુ, વસ્ત્ર પાત્રાદિક આપે પણ શિથિલતા હોય તેની સારણ ન કરે, તે ઈલેકેજ હિતકરી પણ પરલેકે નહિ. ૨ જે શ્રાવક સંયમમાં પ્રમાદવાળાને સારણ કરે છે, પણ ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપતો નથી, તે પરલેકે હિતકરી પણ ઈહલેકે નહિ. ૩ જે શ્રાવક સાધુને ભાત, પાણું, વસ્ત્ર, પાત્રાદિક આપે છે તેમ સારણ પણ કરે છે, તે ઈહલેક અને પરલેક હિતકારી ગણાય. ૪ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક પણ આપે નહિ અને સારણ પણ કરે નહિ, તે ઊભલોક હિતકારી ગણાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org