________________
૩૯ :
ક્યારે હું બાહ્ય તથા અભ્યતર પરિગ્રહ જે મહા પાપનુ મૂળ, દુર્ગતિને વધારનારો, કામ, ક્રોધ, માન, માયા, લેાભ, વિષય અને કષાયના સ્વામી, મહા દુ:ખનું કારણ, મહા અનથ કારી, દુર્ગંતિની શિલ્લા, માઠી લેશ્યાના પરિણામી, અજ્ઞાન, મેાહ, મત્સર, રાગ અને દ્વેષનું મૂળ, દૃવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષના દાવાનલ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સાષ, પંચ મહાવ્રત–બાર ભાવના– ચરણસીત્તરી-કરણસીત્તરીનેા હઠાવનાર તથા એધિબીજરૂપ સમક્તિના નાશ કરનારે, સંયમ અહ્મચર્યને ઘાત કરનારો, કુમિત તથા કુબુદ્ધિરૂપ દુઃખ દારિદ્રના દેવાવાળા, સુમતિ અને સુબુદ્ધિરૂપ સુખ શૈાભાગ્યનેા નાશ કરનારો, તપ સંયમ રૂપ ધનને લુંટનારો, લેાભ લેશ રૂપ સમુદ્રના વધારનારો, જન્મ જરા અને મરણને દેવાવાળા, કપટના ભંડાર, મિથ્યાત્વ દર્શનરૂપ શલ્યના ભરેલા, મેાક્ષ માર્ગના વિશ્ર્વકારી, કડવા કર્મ વિપાકને દેવાવાળા અનંત સંસારને વધારનારા, મહાપાપી પાંચ ઇંદ્રિયના વિષયવિકારરૂપ વેરીની પુષ્ટિના કરનારા, માટી ચિતા શેક ગારવ અને ખેદના કરનાર, સંસારરૂપ અગાધવદ્ધિના સિંચવાવાળા, કુડ કપટ અને કલેશને આગાર, મ્હાટા ખેદનો કરાવનારા, મદ બુદ્ધિના આદીઁ. ઉત્તમ સાધુ નિગ્રંથાએ જેને નિંદ્યો છે, અને સર્વ લેકમાં સર્વે જીવાને એના સિરખા બીજો કાઈ વિષમ નથી, મેહરૂપ પાશના પ્રતિબંધક, ઇલાક તથા પરલેાકના સુખને નાશ કરમાર, પાંચ આશ્રયના આગાર, અનંત દારૂણ દુ:ખ અને ભયના દેવાવાળા, મહેાટા સાવદ્ય વ્યાપાર કુવાણિજ્ય કુકર્માદાનના કરાવનારા, અપ્રુવ, અનિત્ય, અશાશ્વતા, અસાર, અત્રાણુ, અશરણુ, એવા જે આરંભ અને પરિગ્રહ તેને હું ક્યારે છાંડીશ, તે દિવસ મારો ધન્ય છે. ( એ પહેલા મનારથ. )
કયારે હું મુડ થઇ પંચ મહાવ્રત લેઇ દશ પ્રકારે યતિધર્મ ધારી, નવ વાડે વિશુદ્ધ અદ્મચારી, સર્વ સાવદ્ય પરિહારી, સાધુના સત્તાવીશ ગુણધારી, પાંચ સુમતિ ત્રણ ગુપ્તિયે વિશુદ્ધ વિહારી, મેટા અભિગ્રહના ધારી, ખેતાલીશ દેોષ રહિત, વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમ ધારી, સકલ કર્યું તેાડી મારા આત્માના ઉદ્ધાર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org