________________
: ૨૫ :
એક વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. ભવાંતરે કેની સત્વર સદગતિ થાય? ઉ૦ અંત સમયે પંચ
પરમેષ્ટિનું ધ્યાન કરનાર પુરૂષની. પ્ર. કેનો જન્મ સફળ ગણાય છે? ઉ૦ સાધમીક ભાઈઓનું ભાવથી
ભેજન વસ્ત્રાદિકે વાત્સલ્ય કરનારને. પ્ર. મોટામાં મોટે લાભ ? ઉ૦ મુનિરાજને સહાય કરવી તે. પ્ર. કોને વાતે વિષ જેવી લાગે છે? ઉ૦ આત્માથી પુરૂષને. પ્ર. આ દેહને હમેશને સંગી કોણ? ઉ૦ એજ આપણે આત્મા. પ્ર૦ વિવેકી યાત્રાળુનું વર્તન કેવું હોય ? ઉ૦ છરી પાળી યાત્રા કરવી. પ્ર. પૈસાથી કોનું રક્ષણ કરવું? ઉ૦ શુભ ભાવે ઊત્તમ ધર્મનું પ્ર૦ હમેશાં એકજ કાયમ રહેશે તે શું ? ઉ૦ કેવળી ભાષિત ધમ. પ્રઃ આ સંસારનો એક નાશ કરે છે તે કોણ? ઉ૦ ઉપર કહેલે ધર્મ. પ્ર એક વિના હદય રોભતું નથી તે કેનાથી ? ઉ૦ ઉત્તમ જ્ઞાન વિના. પ્ર. એક સમુ બીજામાં સુખ નથી તે શું ? ઉ ઊત્તમ જ્ઞાન સમુ. પ્ર૦ મુસાફરીનો એક મિત્ર ક્યા ? ઉ૦ વિદ્યા-( કાંઈપણ જ્ઞાન ). પ્ર. સમક્તિદષ્ટિનું વર્તન કેવું હોય? ઉ૦ ધાવ માતા જેવું. પ્ર. એકથી વિદ્યાનું રક્ષણ થાય તે કેનાથી? ઉ૦ સારા સારા અભ્યાસથી. પ્રહ એક પ્રકારે જીવે છે તે કેવી રીતે? ઉ૦ ચેતના લક્ષણે કરી સર્વ જીવો એક પ્રકારે છે, કેમકે કીડી કુંજર સર્વમાં ચિતન્ય
એક સરખું છે માટે. પ્ર. એક દુર્ગુણથી વિદ્યા નાશ પામે તે શાથી? ઉ૦ આળસ કરવાથી પ્ર. એકને શાસ્ત્ર વિષ જેવું લાગે છે તે કેને? ઉ૦ અભ્યાસ વગરનાને પ્રએક કામ એકલાથી થાય તે કર્યું ? ઉ૦ કોઈપણ તપ કરે તે. પ્ર. એક કામ બે જણથી થાય તે કયું? ઉ૦ વિદ્યાભ્યાસ કરે તે. પ્રિય એક કામ ત્રણ જણથી થાય તે કર્યું ? ઉ૦ ગાયન કરવું તે પ્ર. એક કામ ચાર જણથી થાય તે કયું ? ઉ૦ ખેતીવાડીનું કામ વિગેરે. પ્ર એક કામ ઘણું માણસથી થાય તે કયું? ઉ૦ ઉત્સવ ને યુદ્ધ. પ્રપિષધ લીધેલ સ્ત્રી રસ્તામાં ગાઈ શકે ? ઉઠ તે શાસ્ત્રાધારે નથી. પ્ર૦ સાધુના ગુણની પરિક્ષા કરીનેજ વંદન કરવું તે ખરૂં છે? ઉઠ એવું
જૈન શાસ્ત્રના અજાણ હોય તે કહે. સ્યાદ્વાદમતના જાણ એમ ન બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org