________________ : 166 : છત્રીશ વસ્તુ સંગ્રહ શ્રાવક યોગ્ય સદાચારના 36 પ્રકાર, મનહજિણાણુની સઝાયને સાર. મનહર છંદ. જિજ્ઞાસા મિથ્યાત્વ ત્યાગ સમ્યત્વ ધારણ રાગ, છ પ્રકાર આવશ્યક નિત્ય નેહે આચરે; પર્વદી પિષહ હાવ દાન શીલ તપ ભાવ, સ્વાધ્યાયને નમસ્કાર પોપકાર કરે. જયણા ને જિનપૂજા જિનસ્તુતિ ગુરૂસ્તુતિ, સાધમી વિષે વાત્સલ્ય વ્યવહાર શુદ્ધિ ખરે રથ તીર્થ યાત્રા ટેક ઉપશમ ને વિવેક, સંવર ભાષાસમિતિ છે કાયે દયા ધરે. સદાય સંસર્ગ સારે ધમી પુરૂષને પ્યારે, ઇંદ્રિયોને દમનારો કાર બરાબર છે; અહોનિશ સંચમની ભાવના રહે બની, સદા બહુમાન તણી વૃત્તિ જેની વર છે. પુસ્તકો લખાવવાને તીર્થની પ્રભાવનાને, છત્રીશ પ્રકારે માને ખંત ખરેખર છે; શ્રાવકને સદાચાર લાભ લલિત અપાર, મનહજિણાણું સાર સાધો સુખકર છે. | વિનોદના 36 પ્રકાર. મનહર છંદ. દર્શન શ્રવણ ગીત નૃત્ય લિખિત વકૃત્વ, શાસ્ત્ર શસ્ત્ર કર એમ બુદ્ધિ બેશ જાણ છે; ગણિત વિદ્યા તુરંગ ગજ રથ પક્ષિ વળી, આખેટ જળ યંત્રને મંત્રનું તે માન છે. પહોત્સવ ફલ પુષ્પ ચિત્રને પતિત યાત્રા, કલત્ર કથા ને યુદ્ધકળાનું તે ખ્યાન છે; સમશ્યા વાર્તા વિજ્ઞાન ક્રિડાતત્વ ને કવિત્વ, છત્રીશ વિનેદ આમ લલિત પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org