________________
ઃ ૧૬૧ ઃ
પ્રપુરૂષ જે જે સ્ત્રીને પરણે કે તેતરત શાથી મરે? ઉ૦ સાધુ
પણું માહારામાં છે, એમ કહીને સ્ત્રીનું સેવન કરે, તથા ત્યાગી થઈ વસ્તુઓને સંગ્રહ કરે તેથી, તેમજ ખેતરમાં
ચરનારી ગાયને ત્રાસ આપે તેથી. પ્ર. નપુંશક પણે શાથી પામે? ઉ૦ મહા કૂડ કપટ છળ પર
પંચાદિક કરવાથી. પ્રય નરકગતિમાં શાથી જાય? ઉ૦ સાતે મહાન કુવ્યસને સેવનથી પ્ર. ધનાઢ્ય પણ શાથી થાય? ઉ૦ સુપાત્રને સદભાવથી દાન
આપી આનંદ પામવાથી. પ્ર. મન વાંછિત ભેગો શાથી મળે? ઉ. પરોપકાર કરવાથી. પ્ર. રૂપવંત શાથી થવાય? ઉ૦ તીવ્ર તપશ્યા કરવાથી. પ્ર. સ્વર્ગમાં શાથી જવાય? ઉ૦ તપ, જપ, વ્રત, પચ્ચખાણ સંયમ, ક્ષમા, દયાદિક, ગુણેથી.
બત્રીશ વસ્તુ સંગ્રહ. સામુદ્રિક પ્રમાણે પુરૂષના ૩ર લક્ષણ–૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વજા ૬ કાચબો, ૭ અંકુશ, ૮ વાવડી, ૯
સ્વસ્તિક, ૧૦ તારણું, ૧૧ સરોવર, ૧૨ કેસરી સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મિસ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞસ્થંભ, ૨૩ સ્તુપ (ચોતરો), ૨૪ કમંડળ, ૨૫ પર્વત, ર૬ ચામર, ર૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મીના અભિષેક, ૩૧ મયૂર, ૩ર ઊત્તમ માળા.
પુરૂષના ૩ર ગણે –૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્યવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮ અલ્પ આહારી, ૯ પ્રમોદ સહિત, ૧૦ વચન અચળ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજાવંત, ૧૬ ગુણ ગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઈષ રહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ ગધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પરઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ૨૬ વિવેકવંત, ૨૭ નિર્ભય, ૨૯ દેવને પૂજક, ૨૯ ગુરૂને ઊપાસક, ૩૦ માતા પિતાને ભક્ત, ૩૧ સરળ, ૩ર વિચારશીલ.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org