________________
: ૧૫૩ :
જ્ઞાનદેવ, ૧૬ ધન્વતરી, ૧૭ પરશુરામ, ૧૮ પૃથુરાજા, ૧૯ રામચંદ્ર, ૨૦ કૃષ્ણ, ૨૧ વ્યાસજી, ૨૨ શ્રાદ્ધ, ૨૩ કલંકી, ૨૪ મોહિની રૂપ.
પચીશ વસ્તુસંગ્રહ.
પચીશ કષાય. અનંતાનુબંધી–જેના ઊદયે અનંત સંસાર બંધાય તે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે. તે જાવજીવ સુધી રહે. સમ્યકત્વને નાશ કરી નર્ક ગતિએ પોચાડે. તે ક્રોધ પર્વતની ફાટ જેવો છે, માન પાષાણના થાંભલા જેવો છે, માયા કઠણ વાંસના મૂળ જેવી છે. અને લેભ કૃમિજના રંગ જે છે. ગમે તેટલું ભણવા વાંચવા અને સમજાવ્યા છતાં પણ તે કષાય દૂર થતો નથી.
અપ્રત્યાખ્યાની–જેના ઊદયે થોડા પણ પચ્ચખાણની પ્રાપ્તિ ન થાય તે. તેના કોધ, માન, માયા, લેભ, ચાર ભેદ છે તે એક વર્ષ સુધી રહે, દેશવિરતિપણાને નાશ કરી તીર્થંચ ગતિએ પિહોચાડે. તે ક્રોધ સુકા તળાવની ફાટ જેવો છે, માન હાડકાના થાંભલા જેવો છે, માયા મેંઢાના શીંગડા જેવી છે, લેભ નગરના બાળના કાદવના રંગ જેવો છે. આ કષાય કેઈ બુદ્ધિમાન માણસને સારા માણસના ઠપકાથી મહા મહેનતે જાય છે.
પ્રત્યાખ્યાની–જેના ઉદયે ચારિત્ર પ્રાપ્ત ન થાય તે. તેના ક્રોધ, માન, માયા, લેભ ચાર ભેદ છે. તે ચાર માસ સુધી રહી સર્વ વિરતિપણાને નાશ કરી મનુષ્યગતિએ પંચાડે. તે ક્રોધ રેતીની લીટી જે છે, માન કાષ્ટના થાંભલા જે છે, માયા બેલના મૂત્રની રેખા જેવી છે, લોભ અંજનના રંગ જે (ગાડાના ઉંગ જે) છે, આ કષાયવાળે માણસ કાંઈક સરળ હોય છે, તેને ડાહ્યા માણસના સામાન્ય ઉપદેશથી આ કષાય ઓછો થાય છે, તો પણ કષાયથી સુખ થતું નથી, તેથી તેટલે પણ કષાય દુ:ખદાયી જાણું તજવો જોઈયે.
સંજવલન–જેના ઊદયે ચારિત્રધારક ડું દીપે છે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે, તે પંદર દિવસ સુધી રહી યથાખ્યાત ચારિત્રને નાશ કરી દેવગતિયે પોચાડે, તે ક્રોધ પાણીની લીટી જેવો છે, માન નેતરની સોટી જેવો છે, માયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org