________________
: ૧૩૩ :
પંદર રાત્રીના નામ,
મનહર છંદ. ઉત્તમાં પહેલી અને સુનક્ષત્રા ઈલાપત્યા;
ચોધરા સમનસી પાંચમી તે જાણવી; શ્રીસંભૂતા વિજ્યાને આઠમી છે વિજયંતિ,
જયંતિ અપરાજિતા દશ દિલ આણવી. ઈચ્છા સમાહારા એમ તેજા તેરમી છે તેમ,
અતિતેજા દેવાનંદા પંદરે પ્રમાણવી; પંદર રાત્રી પ્રમાણ તીથી તેનું જોડાણ, લલિત લાભે સુલ્હાણુ શાસ્ત્ર શાખે માનવી.
સેળ વસ્તુ સંગ્રહ.
ગૃહસ્થના સોળ સંસ્કાર, गाथा-गर्भाधानं पुंसवनं जन्म चन्द्रार्कदर्शनम् ।
क्षीराशनं चैव षष्ठि तथा च शुचिकर्म च ॥ तथा च नामकरणमन्नप्राशनमेव च । कर्णवेधो मुण्डनं च तथोपनयनं परम् । पाठारम्मो विवाहश्च व्रतारोपोन्तकर्म च । अमी षोडशसंऽकारा गृहिणां परिकीर्तिताः ।।
તે સંસ્કાર,
મનહર છંદ. ગર્ભને શ્રીમંત જન્મ ચંદ્રસૂર્યનું દર્શન,
પયપાન ષષ્ટિ પૂજા છઠ્ઠીની કહાય છે; નાળ છેદ નામપાડે અન્ન પ્રાશનનું નવે,
કાન વિધું મુંડને અગિયાર અંકાય છે. જોઈને વિદ્યાભ્યાસ વિવાહ સું વ્રતાપ,
છેવટે મરણ સાથે સોળ પુરા થાય છે, સોળ સંસ્કાર ધાર સમજી શાસ્ત્રથી સાર;
ગૃહસ્થ કરવા કાર લલિત લેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org