________________
: ૧૦૧ : પ્ર. વૈરાગ્યનાં બીજા આઠ નામ કયા. ઉ. ૧ મધ્યસ્થતા. ૨ વૈરા
ગ્ય. ૩ વિરાગતા. ૪ શાંતિ. ૫ ઉપશમ. ૬ પ્રશમ. ૭ દેષ
ક્ષય. ૮ કષાય વિજય. પ્રવ રાગનાં બીજા આઠ નામ કયા. ઉ૦ ૧ ઈચ્છા. ૨ મૂચ્છો,
૩ કામ. ૪ નેહ. ૫ વૃદ્ધતા. ૬ મમત્વ. ૭ અભિનંદ
૮ અભિલાષાદિ. પ્ર. શ્રેષનાં બીજા આઠ નામ કયા. ઉ૦ ૧ ઈષા. ૨ રેષ. ૩ દોષ.
૪ દ્વેષ. ૫ પરિવાદ. ૬ મત્સર. ૭ અસૂયા. ૮ વૈરાદિ. પ્ર. ક્યા આઠ ગુણે શોભા આપે છે. ઉ૦ ૧ સુબુધિ. ૨ સુકુળમાં
જન્મ. ૩ મનસ્વાધિન. ૪ પરાકમ. ૫ શાસ્ત્રાભ્યાસ. ૬ વાચાળપણું ૭ પિતાની શક્તિ પ્રમાણે દાન કરવું. ૮ બીજાના
કરેલા ઉપકારને સંભારે. પ્ર. કયા આઠ પિતાનું ભલુ ભુંડુ જાણતા નથી. ઉ૦ ૧ મદ્યપાન,
કરનાર. ૨ કામી, ૩ થાકેલો. ૪ ક્રોધી. ૫ ભૂખ્યા. ૬. ઉતા
વળે. ૭ લોભી. ૮. ખળ પુરૂષ. પ્ર. કયા આઠ ગુણે દુર્જન પાસે રહેતા નથી. ઉ૦ ૧ બીજાનું
સારૂ દેખી સંતોષ પામવો. ૨ સરળપણું. ૩ નિર્મળતા. જ સંતોષ. ૫ મીઠું બોલવું. ૬ શાંતિ. ૭ ઇંદ્રિય દમન
૮ સત્ય ભાષણ. પ્ર. કયા આઠ ગુણ ઉત્તમ પુરૂષ પાસે રહે છે. ઉ૦ ૧ બુદ્ધિમાન
પણું. ૨ ભલાપણું. ૩ ઇંદ્રિય જીતવી. ૪ શાસ્ત્રાભ્યાસ. ૫
પરાક્રમ. ૬ ખરૂં બોલવું. ૭ યથાશક્તિ દાન. ૮ પરોપકાર. પ્ર. કયા આઠના ભરોસે રહેવું નહિ. ઉ૦ ૧ સ્ત્રી. ૨ રાજા. ૩
સર્પ. ૪ અધ્યયન. પ શત્રુ. ૬ વિષયભેગ. ૭ આયુષ્ય. ૮દ્રવ્ય. પ્ર. ક્રોધના આઠ ગણ ક્યા. ઉ૦ ૧ કેઈના પર ખોટો ઠેષ મૂકો.
૨ ગાળો કાઢવી. ૩ અન્યાયે પારકું દ્રવ્ય લેવું. ૪ ગુણમાં દોષ પ્રગટ કરવા. ૫ ઈર્ષા. ૬ દ્રોહ. ૭ સાહસ. ૮ દીધા
લાયકને ન આપે એવી રીસ. પ્ર. કયા આઠને વધારે મર્દન કરવાથી વધારે ગુણ આપે છે. ઉ૦ ૧ શેલડી. ૨ તલ. ૩ સેનું. ૪ પૃથ્વી. પ ચંદન. ૬ દહીં. - ૭ તાંબુલ. ૮ જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org