________________
૨૪૦
જૈન તીર્થ સર્વસંગ્રહ
આજે અહીં શ્વેતાંબરેનાં ૪૫ ઘર અને ૧ ઉપાશ્રય છે. વળી, શ્રી શાંતિનાથ ભગવાનનું વિશાળ અને પ્રાચીન મંદિર છે, જેના મહિમાથી આકર્ષાઈને સં. ૧૨૫૫માં ઉપર્યુક્ત ધારાવર્ષાદેવની બીજી રાણી શૃંગારદેવીએ આ મંદિરને એક સુંદર અરટ (વાડી) ભેટ ક્યને ઉલેખ છે. આજે પણ એ અરટ જૈન સંઘના તાબામાં છે. એ શિલાલેખ મંદિરની છ ચેકીના ડાબા હાથ તરફના ગોખલા ઉપરના પાટ પર આ પ્રમાણે છેતરે છે
" श्रीवर्द्धमानविभुरभुतशारदेन्दुर्दोषानुषंगविमुखः सुभगः शुभामिः । आढयंभविष्णुरमलाभिरसौ कलाभिः संतापमन्तयन्तु कौमुदमातनोतु ॥ १ ॥ श्रीमति धारावर्षे विक्रमतर्षे प्रमारकुलहर्षे । अष्टादशशतदेशोत्तंसे चद्रावतीदंगे ॥ २॥ श्रीमत्केल्ह(*)णमंडलपतितनयायां नयैकशालिन्यां । तत्पट्टप्रणयिन्यां शृंगारपदोपपददेव्यां ॥ ३ ॥ एतद्ग्रामप्राभववैभवभूति तत्प्रदत्तसाचिव्ये। सकलकलाकुलकुशले गृहमेधिनि नागडे सचिवे ॥४॥ दिः(द्वि)स्मरशरदिनकरमितवर्षे (१२५२) शुचिसस्यसंपदुत्कर्षे । दुंदुभिनामनि धामनि(*) विदग्धपल्लवितधर्मधियां ॥ ५ ॥ एतत्षट्कचतुष्किका विरचित(ता) श्रीमण्डपोद्धारतः । पुण्यं पण्यमगण्यमाकलयति श्रीवीरगोष्ठिजनः । मन्ये किं नु चतुष्किकाद्वयमिदं दत्ताभिमुख्यस्थितिस्थेयस्तत्कलिमोहभूपयुगली जित्वातपत्रद्वयी ॥६॥ इंदुकुंदसितैः करैः पुलकयत्याकाश(*)लक्ष्मी मृदु यावद्भानुरसौ तनोति परितोप्याशाः प्रकाशोजवलाः ! तावद्धार्मिकधर्म[कर्म]रभसप्रारब्धकल्याणि,कस्नात्राद्युत्सवगीतवाद्यविधिभिः जीयात् त्रिकं सर्वतः ॥ ७ ॥ રાજ્ઞા(વા) ભારેથાત્ર વાટામૂપિમુતા રા શ્રીવીપૂજ્ઞાથે રાQ(%)તઃ પ્રથા . ૮ )
साक्षिता दा(*)णिकः साक्षात्प्रेक्षादात्यबृहस्पतिः । अत्राभून्नीरडो धा(म्मी) सौत्रधारेषु कर्मसु ॥ ९॥ पूज्यपरमाराध्यतमश्रीतिलकप्रभसूरीणां कृतिरियं ॥ छ ॥ संवत् १२५५ आसोय(श्विन् ) सुदि ७ बुधवारे सकलगोष्टिकलोकः त्रिकोद्धारं स्वश्रेयसे कारितवानिति ॥ छ ।।
આ શિલાલેખ કેટલીયે ઐતિહાસિક હકીક્ત રજૂ કરે છે, એને સાર એ છે કે, “અષ્ટાદશ શતમંડલની ચંદ્રાવતી નગરીમાં ધારાવર્ષદેવ નામે રાજા હતા. તેની પટરાણુ શંગારદેવી નામે હતી, (જે નડાલના ચોહાણ રાજા કેલ્પણુદેવની પુત્રી હતી ) તેમના સમયમાં સમગ્ર કળાકુશલ નાગડ નામને શ્રેષ્ઠી સચિવ હતા. વીર મેઠીના મનુષ્યએ સં. ૧૨૫રમાં દુંદુભિ સ્થાનના આ મંદિરના મંડપને ઉદ્ધાર કરાવતાં છ ચોકી બનાવી ત્રિગડાની રચના કરી. આ મહાવીર ભગવાનના મંદિર (ના દર્શનથી આકર્ષાઈ) માટે શૃંગારદેવી રાણીએ એક સુંદર વાડી સં. ૧૨૫૫ના આસો સુદિ ૭ ને બુધવારના રિજ ધર્મશીલ દાણું નીરડની સાક્ષીમાં ભેટ કરી. આ શિલાલેખની પ્રશસ્તિના રચયિતા શ્રીતિલકપ્રભસૂરિ હતા. શૃંગારદેવીએ મંદિરને ભેટ કરેલી વાડીનું નામ લેકે આજે “દેવકી વાવ' કહે છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે, સં. ૧૨૫૨માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે એટલે આ મંદિર એથીયે બે-ત્રણ સૈકા પહેલાંનું હેય એમ માની શકાય, અને આ મંદિરના મૂળનાયક શ્રીમહાવીર ભગવાન હતા.
આજે આ મંદિરમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે છતાં લેકે તેમને શ્રી શાંતિનાથ ભગવાન કહે છે. સમગ્ર મંદિરમાં માત્ર આ એક જ મૂર્તિ છે. મૂળનાયની મૂર્તિની પલાંઠી નીચે સં. ૧૬૩રને લેખ છે. પણ સં. ૧૪૯ની આસપાસના શ્રીમેહ કવિએ અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર હોવાનું સૂચન પિતાની રચેલી “તીર્થમાળા'માં કર્યું છે. એટલે એ સમયે કે તેની આસપાસમાં અને તે પછી સં. ૧૬૩૨માં મૂળનાયકની ફેરબદલી થઈ હશે. મૂળનાયકનું પરિકર તેની ગાદી જેટલું પ્રાચીન લાગતું નથી. મંદિરને અંદરને ભાગ મનહર છે. મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને મંદિરની ચારે તરફ દેરીઓ માટેની ભમતી બનેલી છે. દેરીઓને બદલે અહીં ૪૯ ખાલી ગેખલાએ બનાવ્યા છે. મૂળગભારે અને ગૂઢમંડપની ભીંતે કાળા પથ્થરની બનેલી છે. ગૂઢમંડપને દરવાજે. નકશીદાર છે. છ ચેકીના બે ગોખલામાં બે કાઉસગિયા છે. સંભવત: આ મૂર્તિઓના પરિકરે મૂળનાયકને લગાવ્યા હશે. સભામંડપમાં આરસની સુંદર કેરણીવાળાં તારણે ભી રહ્યાં છે. નવ તારામાં બે અડધાં તેરો છે અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org