SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આડોલી ૨૩૯ નિમિત્ત એવું દાન કર્યું કે ઉક્ત બંને ગામના દરેક અરટ દીઠ ૪ સેઈ દરેક ઢીંબડા પ્રતિ સેઈ ૨ સેઈ ગેધૂમ (ઘઉં) પ્રતિવર્ષ આપતા.૧ આ લેખમાં જણાવેલ આ મંદિર પ્રત્યે રાજા અને સેલંકીઓના દાનની વિગતથી, તેઓ બહુમાન અને શ્રદ્ધાની દષ્ટિએ જોતા હતા એટલું પ્રતીત થાય છે. બીજે એક લેખ ગભારાના દરવાજા ઉપર કેલી–મંગલચૈત્ય ઉપર કાળા પથ્થરમાં આ પ્રકારે કેતરે છે – "सं० १२५२ वर्षे वैशाख सुदि ९ गुरौ महाराजजयंतसिंहदेवराज्ये पं० बालचंद्रशिष्येण ॥ पं० धणदेवेण(न) गोष्ठिसहितेन जीर्णोद्धारं(૨) ારિત: ત્રિામદ્રેવપુત્ર–સોય ઝવમળ તમણી નહિળી રષ્ટિાં કાઠુનિ વીકારપ્પના સા૦ સૂ()ના ઢારિતા ” – સં. ૧૫રમાં મહારાજ સામંતસિંહના રાજ્યમાં પં. બાલચંદ્રના શિષ્ય પં. ધણુદેવે ગેષ્ઠી સહિત આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં શ્રેષ્ઠી આમદેવના પુત્ર જસોધન અને લખમણ, તેની બેન જસહિણી, રવિડકા અને જાટવુની સાથે શાહ પૂજાએ જીર્ણોદ્ધારની ધ્વજા ચડાવી. આ લેખથી જણાય છે કે, આ મંદિરને સં. ૧૫રમાં જીર્ણોદ્ધાર થયે અને લેખ કરતાંયે એક વર્ષ પહેલાં એટલે સં. ૧૨૫૧ના એક લેખમાં આસિગના પુત્ર ર૯ણે ઉત્તરંગ કરાવી આપ્યાની વાત લખી છે. આથી આ મંદિર એથીયે બે-ત્રણ સૈકા પહેલાં બંધાયું હશે અને ગામ તે એ કરતાંયે વધુ પ્રાચીન હોવાનું એથી જ નક્કી થાય છે. આ લેખમાં પં. બાલચંદ્ર તે પ્રસિદ્ધિ પામેલા શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય તે નહિ હોય? સમયની દષ્ટિએ તેમને આ સાથે બરાબર મેળ ખાય છે, એને નિર્ણય કરવા જેવો છે. આ સિવાય સં. ૧૨૬૪ના બે લેખે પણ આ મંદિરમાંથી મળી આવે છે, જેમાં આ મંદિરના બે સ્તંભે શ્રેણી ગુણિયક અને શ્રેણી મહણીગે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. ૨. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર પણ પ્રાચીન અને સુંદર છે. ૧૨૦. ઝાડલા (કઠા નંબર : ર૯૧૦) સજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ દૂર ઝાડલી નામનું ગામ છે. શિલાલેખમાં આ ગામને ઝાડવલી, ઝાવવલી તરીકે ઓળખાવ્યું છે, જ્યારે શ્રીમેહ કવિ આને ઝાઝઉલી પણ કહે છે. આ ગામમાં વિદ્યમાન શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના સં. ૧૨૫૫ના લેખમાં “દુંદુભિ' નામના સ્થળને નિર્દેશ છે. સંભવ છે કે, આ નગરને વિસ્તાર સુચવતા કઈ પરા વિભાગનું આ નામ હોય, પણ આ નગરનું બીજું નામ દુભિ હવાને સંભવ નથી, કેમકે સં. ૧૨૩૬ના શિલાલેખમાં આ નગરનું નામ “ઝાડવલી” સ્પષ્ટ રીતે સૂચવ્યું છે.* ગામની વચ્ચે આવેલી એક સુંદર વાવમાં સ. ૧ર૪રને એક ખંડિત લેખ છે, જેમાં પરાક્રમી પરમાર રાજા ધારાવર્ષની પટરાણી ગીગાદેવી, જે નાડોલના ચૌહાણ રાજા કેહુણદેવની પુત્રી અને શૃંગારદેવીની બેન થતી હતી, તેણે આ વાવ બંધાવ્યાને ઉલલેખ છે. વળી, અહીંના મંદિરમાંથી જ સં. ૧૨૩૪ અને સં. ૧૨૩૬ના મળેલા મૂર્તિલેખોના શિલાલેખીય પુરાવા આ ગામની તેથીયે વધુ પ્રાચીનતા સૂચવે છે અને બીજા શિલાલેખેથી આ ગામની વિશાળતા અને જૈનેની ભરપુર વસ્તીનું પણ સૂચન મળી આવે છે. ૧. આ માપની વ્યવસ્થા આ પ્રમાણે જણાય છે કે પવાલાની ૧ પાયલી, ૪ પાયલીનું ૧ માણું, ૪ માણાની ૧ સેઈ, ને ૧૬ સેઈની ૧ કળશી. ૨. જુઓઃ “જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૧૨, અંક ૯. ૩. “ઝાઝકલી સિરિ સંતિ જિમુંદ, પાપતણા ઉસૂલઈ કંદ' -“પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” કહીઃ ૬૮, પૃષ્ઠઃ ૫૪. ૪. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક ૩૦૯, ૩૧૦. For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy