SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જૈન તીર્થ સર્વસંમત –સં. ૧૨૪૩ના મહા સુદિ ૧૦ ને બુધવારના દિવસે નાણકીયગચ્છમાં ઉમૂણ (ઊથમણ) ગામના ચૈત્યમાં ધસરે, તેની ભાર્યો ધરમતી, દેવધર, આલ્હા, પાલ્ડા વગેરે કુટુંબ સહિત માતાના સ્મારક નિમિત્તે કુ કરાવ્યું. આ કૂવે મંદિરના પાછળના ભાગમાં પહાડી જગામાં આવેલું છે, પણ આજે એ પુરાઈ ગયા જે દેખાય છે. આ બંને લેખ ઉપરથી આ મંદિર સં. ૧૨૪૩ પહેલાં બે-ત્રણ સકા અગાઉ બંધાવ્યું હશે અને તેમાંના ઊથમણ ગામના નિર્દેશથી ગામ તે એથીયે વધુ પ્રાચીન હોવાનું નિર્ણત થાય છે. રંગમંડપમાં બહાર બે દેરીઓ છે, જેમાં જમણી તરફની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ડાબી તરફની. દેરીમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિએ બિરાજમાન છે. એક અલગ દેરીમાં શ્રીવિજયરાજેન્દ્રસૂરિની મૂર્તિ સં. ૧૯૪૭ માં પ્રતિષ્ઠિત કરેલી છે. મંદિરમાં ચેડાં વર્ષો અગાઉ જીર્ણોદ્ધાર કરાવતાં ચીનાઈ લાદીઓ લગાડી દીધી છે અને તેમાં કેટલાક લેખ. અને લેખના ભાગ દબાઈ જવા પામ્યા છે. ૧૧૯ વાગીણ (કઠા નંબર : ૨૯૦૪-૨૦૦૫) એરણપુરા રેડ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર અને પાલડીથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧ માઈલ દૂર વાગીણ નામે ગામ છે. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંથી સં. ૧૩૫૯ને લેખ મળે છે તેમાં આ ગામનું નામ “વાઘસીણ” ઉલ્લેખ્યું છે. આથી આ ગામ એ કરતાં વધુ પ્રાચીન હવાનું પુરવાર થાય છે. ચૌદમી શતાબ્દીમાં અહીં ચૌહાણ સામંતસિંહનું રાજ્ય હતું ત્યારે જેનેની વસ્તી સેંકડોની સંખ્યામાં હતી પરંતુ આજે અહીં એક પણું જેનનું ઘર નથી. ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈનમંદિરે પ્રાચીનકાળમાં જેની સારી વસ્તી હોવાને ખ્યાલ માત્ર આપી રહ્યાં છે. જૈન ધર્મશાળામાં નિશાળ બેસે છે. બે મંદિરો પૈકી એક શ્રી શાંતિનાથનું અને બીજું શ્રી આદીશ્વરનું મંદિર છે. આ બંને મંદિરે એક જ વંડામાં આવેલાં છે. બંને મંદિરે અત્યંત રમણીય અને પ્રાચીન શિલ્પવિદ્યાનાં સ્મારક છે. જો કે આ મંદિરે કયા ધનકુબેરે ક્યારે બંધાવ્યાં એ સંબંધી એક પણ લેખ પ્રાપ્ત થતું નથી પરંતુ બાંધણી અને કેરણીધેરથી અનુમાન થાય છે કે મહારાજા કુમારપાલે અથવા તેમના સમકાલીન કે રાજ્યાધિકારી મંત્રીએ આ મંદિર બંધાવ્યાં હશે. ૧. શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય પ્રાચીન અને બેઠીબાંધણીનું છે. ઘુમટમાં કરેલી થેડી કેરણી અસલની શિવિદ્યાના નમૂનારૂપ છે. આ મંદિરના ગૂઢમંડપના દરવાજા ઉપર છ ચોકીની પહેલી ચોકીમાં ૪ ફીટ x ૫. ઈંચ લાંબા-પહોળા પથ્થરમાં આ દેવળને અપાયેલા દાનની વિગતવાળે સં. ૧૩૫૯ને લેખ આ પ્રકારે છે – " सं० १३५९ वर्षे वैशाख सुदि १० शनिदिने नडुलदेशे वाघसीणग्रामे महाराजश्रीसामंतसिंहदेवकल्याणविजयराज्ये एवं काले वर्तमाने सोलं० षाभट पु० रजर सोलं. गागदेव पु० आंगद मंडलिक सोलं० सीमाल पु० कुंता धारा सोलं० माला पु० मोहण त्रिभुवन पदा सो० हरपाल सो० घूमण पटीयायत वणिग् सीहा सर्वसोलंकीसमुदायेन वाघसीणग्रामीय अरहट प्रति गोधूम से ४ ढींबडा प्रति गोधूम सेई २ तथा धूलियाग्रामे सो० नयणसीह पु० जयतमाल सो० मंडलीक अरहट प्रति गोधूम सेई ४ ढौंबडा प्रति गोधूम सेई २ सेतिका २ श्रीशांतिदेवस्य यात्रामहोत्सवनिमित्तं दत्ता ॥ एतत् आदानं सोलंकीसमुदायः दातव्यं पालनीयं च । आचंद्रार्क ॥ यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं । मंगलं भवतु ॥" – સં. ૧૩૫ના વૈશાખ સુદિ ૧૦ ને શનિવારના રોજ નડાલ પ્રદેશમાં આવેલા વાઘસીણ ગામમાં મહારાજ સામંતસિંહદેવના રાજ્ય સમયે વાઘસીણ અને ધૂળિયા ગામના રહેવાસી કેટલાક સેલંકીઓએ શ્રી શાંતિનાથદેવના યાત્રોત્સવ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy