SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઊથમણ ૮ પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી હતી. એ પહેલાં કરંટગચ્છના આચાર્ય શ્રીનગ્નસૂરિની મૂર્તિ જમીનમાંથી મળી આવેલી; જેના ઉપર સં. ૧૩૬૦ને લેખ આ પ્રમાણે ઉત્કીર્ણ છે – " सं० १३ श्रीपाटादि ६० वर्षे आषाढ सुदि ९ सोमे ॥" આ ઉપરથી લાગે છે કે આ ગામમાં અગાઉ પ્રાચીન જિનમંદિર હશે જે ભૂગર્ભમાં મળી ગયું હોવું જોઈએ. આજે અહીં ૧૬૦ જેનેની વસ્તી છે. ૨ ધર્મશાળા અને ૧ જૈનમંદિર વિદ્યમાન છે. ગામ બહાર આવેલા શિખરબંધી શ્રી આદીશ્વર ભગવાનના નવીન ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૭૦માં થયેલી છે અને જે પ્રાચીન મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવી હતી તે બધી આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ૧૧૮. ઊથમણુ (કોઠા નંબર: ર૯૦૨ ) એરણપુરા રેડ સ્ટેશનથી ૧૮ માઈલ અને શિવગંજથી સિરોહી તરફ જતી પાકી સડકની ડાબી તરફ અને ચૂલોથી ૨ માઈલ દૂર ઊથમણ નામે ગામ છે. ગામ પહાડીમાં વસેલું છે અને અહીંના જૈન મંદિરના સં. ૧૨૪૩ ના મળેલા લેખમાં આ ગામનું નામ ઊથમણું ઉલેખાયું હોવાથી એ સાલ પહેલાંનું નકકી થાય છે. અહીં જૈનેનાં ૨૨ ઘર છે, ૧ જૂને ઉપાશ્રય અને ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર પ્રાચીન જૈન મંદિર વિદ્યમાન છે. આ મંદિર પહાડની ચઢાણમાં ઊંચી બેઠક ઉપર બંધાયેલું છે. મંદિર ઉત્તરાભિમુખ છે. અને તેની બાંધણી અદ્દભુત ને રમણીય છે. મૂળગભારામાં મૂળનાયકની સપરિકર સ્મૃતિ ભવ્ય અને શાંત મુદ્રાવસ્થિત છે. મૂળનાયકની ગાદી નીચે શિલ્પને વિલક્ષણ નમૂને જોવા મળે છે. ગાદી ઉપર પ્રાસાદદેવીના સ્થાને આચાર્ય ભગવાન બેઠેલા છે. તેમને એક હાથ ઊંચે છે ને એક પગ લટકતે છે. આચાર્યની નીચે “બ્રીમદ્' એટલા અક્ષરે વંચાય છે. પહેલા થરમાં બંને બાજુએ શ્રાવકે છે. જમણી બાજુના શ્રાવક નીચે “સાનવઃ ” અને ડાબી બાજુના શ્રાવક નીચે “હા પ :એમ લખેલું છે. નીચેના થરમાં શ્રાવક અને શ્રાવિકનાં સ્વરૂપે કતરેલાં છે પરંતુ નામે વાંચી શકાતાં નથી. ભગવાનની ગાદી નીચે કેતરાયેલું આવું શિલ્પ ભાગ્યે જ જોવા મળી આવે. મૂળનાયકની જમણી બાજુએ શ્રીસુપાર્શ્વનાથ અને ડાબી બાજુએ શ્રી આદિનાથ ભગવાન છે. રંગમંડપમાં ૨ પ્રાચીન મનહર કાઉસગિયા છે અને મંડપની દીવાલના સ્તંભ ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે " संवत् १२५१ आषाढ वदि २ गुरौ श्रीनाणकीयगच्छे उश्रमणसदधिष्ठाने श्रीपार्श्वनाथ चैत्ये धनेश्वरस्य पुत्रेण देवधरेण धीमता । संयुक्तेन यशोमट झाल्हापाल्हासहोदरैः ॥ यशोभटस्य पुत्रेण साधैं यसधरेण भा(च) । पुत्रपौत्रादियुक्तेन धर्महेतु महात्मना । भगिनी धरमत्याख्या, भर्तृश्वे (भ्राता चै )व यशोभटः । कारितं श्रेयसे ताभ्यां, रम्येदं तुंगमंडपं ।। –સં. ૧૨૫૧ના અષાઢ વદિ ૫ ને ગુરુવારના દિવસે ઉથમણું નામના સુસ્થાનમાં આવેલા નાણામાં પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં કેઈ ધનેશ્વર નામના ગૃહસ્થના પુત્ર યશભટ અને તેની બહેન ધરમતીએ સુંદર ઊંચે મંડપ બનાવ્યું. આ કામમાં ભાઈ દેવધર આલ્હા, પાલ્લા તેમજ યશોભટના પુત્ર યશધર અને બીજા પુત્ર-પૌત્રાદિ સમ્મત હતા. મૂળ ગાદીના જમણા ભાગ તરફની દીવાલ પાસે એક ગાદીમાને લેખ આ પ્રકારે છે – " संवत् १२४३ वर्षे महा शुदि १० बुधदिने श्रीनाणकोयगच्छे उत्मूणचैये.......धणेसरभार्याधरमती देवधर जिसइ आल्हाTIFણાદ્રિવર્તિઃ માતૃ........નિમ()નજીવદ દારિતા ! ” Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy