SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ વર્ષો પહેલાં આ મંદિરને જીદ્ધાર કરવા માંડેલો પરંતુ વસ્તીના અભાવે જીર્ણોદ્ધારનું કામ પડતું મૂકવામાં આવ્યું એમ કહેવાય છે. ચોકીમાં શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ આજે વિરાજમાન છે તે જીર્ણોદ્ધાર સમયે મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરેલી હતી; જેના ઉપર સં. ૧૫૭ ને લેખ છે. મળ આ મંદિર કયારે બન્યું એ સંબંધે કઈ લેખ મળી આવ્યું નથી પરંતુ આ મંદિરમાંના એક વિશાળ ભેંયરામાંથી મળી આવેલી મૂર્તિઓ પૈકી ધાતુની બે કાઉસગિયા મતિએ, જેમાંની એક મૂર્તિ ઉપર સં. ૭૪૪ને લેખ વિદ્યમાન છે તે મતિઓ આજે પણ પીંડવાડાના શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં મેજુદ છે. (લેખ માટે જુઓ : પૃષ્ઠ:૨૩૪) વળી, બીજી મૂર્તિઓની રચનાપદ્ધતિ અને તેની ઉપરના લેખેની લિપિ જોતાં તેમજ શ્રીનન્નસૂરિની પ્રતિષ્ઠિત હોવાથી ૧૧-૧રમી શતાબ્દીની એ મતિઓ જણાય છે. ખંડિયેર મંદિરના એક પથ્થરમાં લેખ છે પણ સંવત નથી છતાં લિપિ ઉપરથી જણાય છે કે તે લેખ –૯મી શતાબ્દીને હું જોઈએ. આ બધા પુરાવાઓ ઉપરથી અનુમાન છે કે, આ મંદિર આઠમી–નવમી શતાબ્દીમાં બનેલું હશે. આ મંદિરમાં મૂળગભારાને દરવાજો ન બનાવે છે. તેની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે ૫ પદ્માસનસ્થ અને ૬ કાઉસગિયા જિનમૃતિઓ વિદ્યમાન છે અને બીજી કેટલીયે ખંડિત મૂતિઓ અસ્તવ્યસ્ત પડેલી છે. અહીં બીજાં ઘણાં મંદિરનાં ખંડિયેરે પડેલાં છે. આ ગામ કેઈ આક્રમણને ભેગ બન્યું હોય એમ લાગે છે. ચવરલીના ખાલી પડેલા મંદિરની નવકીના પાટ પરના લેખથી જણાય છે કે, સં, ૧૬૬૦ ના પોષ વદિ ૧૩ ના દિવસે નયકુશલ અને જશકુશલ નામના મુનિઓએ વસંતપુરની યાત્રા કરી હતી આથી વસંતપુર અને આ મંદિર એ પછી ભાંગ્યું હશે એમ લાગે છે. ૧૧૬. ચરલી (કેષ્ઠા નંબરઃ ૨૮૩૭) એરણપુરા રેડથી ૨૫ માઈલ દૂર ચરલી નામે ગામ છે. અગાઉ આ ગામ મેટું નગર હતું; એનું પ્રમાણ આપતાં પ્રાચીન ઇટ અને પથ્થરે જમીનમાંથી નીકળી આવે છે. અહીં વેતાંબરોનાં ૨૫ ઘર, ૧ નાની જેનધર્મશાળા અને ૧ શિખરબંધી પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની રાા હાથપ્રમાણ વેતપ્રતિમા બિરાજમાન છે. મંડપમાં ૩ હાથપ્રમાણ ૨ કાઉસગ્ગિય પ્રતિમાઓ છે. આ ત્રણે મૂર્તિઓની ૧૩મા સૈકામાં કઈ સંડેરગથ્વીય આચાયે પ્રતિષ્ઠા કરેલી છે. અહીં પિષ વદી ૧૦ ના રોજ મળે ભરાય છે. ૧૧૭. પાવઠા (કઠા નંબર : ૨૮૮૨). એરણપુરા રોડથી ૧૮ માઈલ દૂર પાવઠા નામે નાનું ગામ છે. આ ગામ પ્રાચીન હોય એમ જણાય છે. અહીં બંધાયેલા નવીન જિનાલયની ડાબી બાજુએ માટીને માટે ઢગલે ખેદતાં સં. ૧૯૩૯માં શ્રી આદીશ્વર ભગવાન વગેરેની ૫. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસહ” લેખાંક : ૪૪૫. ૬. એજનઃ લેખાંક : ૪૪૪. For Private & Personal Use Only Jain Education International www.ainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy