SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પીંડવાડા ૨૩૫ મારવાડની નાની પંચતીર્થમાં આ તીર્થની ગણના છે. ચવરલી : સજજડ સ્ટેશનથી નેત્રાત્ય ખૂણામાં ૪ માઇલ અને અજારીથી મૈત્રત્ય ખૂણામાં રા માઈલ દૂર ચવરલી નામે ગામ છે. બનાસ નદીના કિનારે એક ટેકરીની ઓથમાં આ ગામ વસેલું છે. અહીં ૧ જૈન ઘર વિદ્યમાન છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. અગાઉ અહીં જેનેની વસ્તી સારી હતી. વસંતપુરના ખંડિયેર મંદિરની છ ચાકીના એક સ્તંભમાં ઉત્કીર્ણ સં. ૧૬૭૫ ના લેખથી જણાય છે કે ચવરડિયા (ચવરલી) નગરમાં કેટલાક સાધુઓએ ચતુર્માસ કર્યું હતું. આ હકીકત ગામની સારી સ્થિતિ હોવાનું સૂચવે છે. - અહી એક ખાલી પડેલું જૈનમંદિર વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ નવચેકી, સભામંડપ, શુંગારકી, ભમતીને કટ અને શિખરયુક્ત બનેલું છે. માત્ર શિખરને અડધે ભાગ, કેટની અડધી દીવાલે, શૃંગારકીને મંડપ અને ઘૂમટ તૂટેલાં છે, અને છ ચેકીની ભીતે જીણું બનેલી છે. આખું મંદિર પથ્થરથી બનેલું છે. અહીંની બધી મૂર્તિઓ નાંદિયાના મંદિરમાં લઈ જવામાં આવી છે. મંદિરની નવ ચેકીના પહેલા, બીજા અને ત્રીજા પાટ પર સં ૧૬૬૦ ના લેખે છે. તેમને એક લેખ આ પ્રકારે છે – "सं० १६६० वर्षे पोस वदि १३ दिने पं० श्रीडाहाशिष्य न्या(ज्ञानकुशल नयकुशल जसकुशल ग० प्रेमसागर बाइ नारिंग જાત્રા સEટ તપાછે | " બીજા અને લેખો પણ આ જ સંવતના કંઈક ફેરફાર સાથે છે. વસંતગઢ ? સજજનરેડ સ્ટેશનથી ૫ માઈલ દૂ૨ વસંતગઢ નામે ગામ આવેલું છે. તેને વસંતપુર અને વાંતપરાગઢ નામે પણ ઓળખે છે. આ ગામ અહીંનાં પ્રાચીન સ્થળોમાંનું એક છે. અહીંથી સં. ૬૮૨ને લેખ મળી આવ્યો છે, તે આ પ્રદેશમાંથી મળી આવેલા શિલાલેખોમાં સૌથી પ્રાચીન છે. એ લેખથી જણાય છે કે, સં. ૬૮૨માં વર્મલાત નામના ભિન્નમાલના રાજાના સમયમાં સત્યદેવ નામના પુરુષ ક્ષેમકરી (ક્ષેમાર્યા)દેવી, જેને લેકે નીમેલ દેવી નામે પણ ઓળખે છે, તેનું મંદિર બંધાવ્યું. અહીં ખંડિયેર કિલ્લે છે, તેમાં એક મેટું જેન મંદિર ખંડિત અવસ્થામાં પડેલું છે. ખંડિત અને સાબૂત સ્થિતિને જોતાં આખુંયે મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, મૂળ દરવાજાથી લઈને બંને બાજુની ભમતીની ઓરડીઓ તથા ગોખલાના મળીને ૨૦ ખંડે, શૃંગારકી, ભમતીને કટ અને શિખરયુક્ત બનેલું હતું. અત્યારે શૃંગારકી, દેરીઓ, સભામંડપ, છકી અને જૂના કેટના ભાગે વિદ્યમાન છે, બાકીને અંશ પડી ગયેલે છે. થોડાં ૧. “અખું દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક : ૪૪૭. ૨ “ સિરોહી રાજ્યકા ઈતિહાસ” પૃ. ૨૯ ૩. આ વર્મલાત રાજા કયા વંશને હતો એ જાણવા મળ્યું નથી. સંભવતઃ એ ચાવડાવંશનો રાજા હશે કેમકે ભિન્નમાલના રહેવાસી બ્રહ્મગુપ્ત નામના જ્યોતિષીએ “ ફુટ આર્યસિદ્ધાંત ” નામનો ગ્રંથ સં. ૬૮૫ (શાક સં. ૫૫૦) માં રચ્યો છે, તેમાં એ વખતના ભિન્નમાલના રાજવી ચાવડાવંશી વ્યાધ્રમુખ નામે હેવાને ઉલેખ છે. એટલે બ્રહ્મગુપ્ત કરતાં ત્રણ વર્ષ પહેલાંના વીલાતનું મરણ થતાં વ્યાપ્રમુખ ગાદીએ આવ્યો હોય કાં તો એ બંને નામે એક જ વ્યક્તિનાં હોય એમ માની શકાય. વિ. સં. ૭૩૩ માં રચાયેલી “નિશીથચૂર્ણિમાં વર્મલાતનું નામ મળે છે-“qમ મઢમા મરતો” વળી, માવ કવિના દાદા સુપ્રભદેવ રાજા વર્મલાતના મંત્રી હતા; એમ પોતે જ તેના “શિશુપાલવધ” નામના કાવ્યમાં લખે છે, આથી માઘ કવિ સાતમા સૈકાના અંતમાં કે આઠમી સદીની શરૂઆતમાં થયા હશે એમ સં. ૬૮રના શિલાલેખથી નક્કી થાય છે. ૪. આ કિલ્લો મહારાણા કુંભાએ સોળમા સૈકામાં બંધાવ્યો હતો. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy