SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈન તીર્થ સર્વસંગ્રહ જમણા હાથ તરફના માતાના ચાઈ-પહોળાઈ ૪૨ x ૧૨ ઈચન છે ને નીચે ધાતુની ગાદીની ઊંચાઈ-પહોળાઈ અને લંબાઈ ક્રમશ: ૧૦ x ૧૪x ૧ ઈંચ છે. આ મૂર્તિના ખભે સુધી લટકતા વાળ જેવાય છે, તેથી આ આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ હોય એમ લાગે છે. આ મૂર્તિ નીચે લેખ નથી. ડાબા હાથ તરફના કાઉસગિયામૂર્તિની ઊંચાઈ-પહોળાઈ ૪૦ x ૧૪ ઈંચની છે ને નીચેની ધાતુની ગાદીની ઊંચાઈ-પહોળાઈ અને લંબાઈ ક્રમશ: ૧૪ x ૧૨ x ૧૫ ઈંચ છે. આ મૂર્તિની નીચે પ્રાચીન લિપિમાં સં. ૭૪૪ને લેખ આ પ્રમાણે ઉત્કીર્ણ છે – "[नीरागत्वादिभावेन सर्वज्ञत्वविभावकं। ज्ञात्वा भगवतां रूपं जिनानामेव पावनं ॥ (m)વેયરોવેવ.......................૨૮ ક્ષેત્રે નૈનં શારિતં યુમકુમ . મવરાતપરંપરાતિ ................પિતાર્શના શુદ્રણ જ્ઞાનવરાછામાર ! संवत् ७४४ साक्षात् पितामहेनेव सर्वरूपविधायिना। शिल्पिना शिवनागेन कृतमेतन्जिनयं ॥ આ લેખને સાર એ છે કે, વક યશૈદેવે જિનેશ્વર ભગવાનની આ યુગલપ્રતિમાઓ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રના લાભ માટે સં. ૭૪૪ માં બનાવી. આ મૂતિઓને શિલ્પી શિવનાગ નામે હતો અને તે છેવક ચશેદેવના પિતામહ જે કુશલ શિ૯૫વિધાયક હતે. આ લેખમાંથી શિલ્પીનું નામ શિવનાગ મળે છે અને સેવક યશેદેવના પિતામહ પણ એક કુશલ શિલ્પી: હતા એ જાણવા મળે છે. વળી, જમણે હાથ તરફની મૂર્તિ ઉપર લેખ ન હોવા છતાં આ લેખમાં જ “ યુગલ ” પ્રતિમાઓને ઉલ્લેખ હોવાથી એ મૂર્તિ પણ સં. ૭૪૪માં યશદેવે બનાવ્યાનું નિશ્ચિત થાય છે. ગૂઢમંડપની એક આરસ મૂર્તિનું પરિકર કંઈક વિલક્ષણ રચનાવાળું છે. ભગવાન એક વૃક્ષની નીચે બેઠા હોય એ દેખાવ આપે છે. મૂર્તિની બંને બાજુએ શ્રાવક અને શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. એક સરસ્વતીની મૂર્તિ પણ છે. શ્રીપદ્મપ્રભુના ગભારાના નામે ઓળખાતા ગભારામાં મૂળનાયક શ્રીવિમલનાથ પ્રભુ છે. સંભવ છે કે પહેલાં અહીં પદ્મપ્રભુ બિરાજમાન હશે. ગભારાની બહારના બંને ગેખલામાં સરસ્વતીની મૂર્તિઓ છે. બીજે માટે ગભારે શ્રીસંભવનાથ ભગવાનને છે. તેના બહારના મંડપમાં વસંતગઢથી લાવેલી ધાતુની ૨૩ જિનપ્રતિમાઓ બિરાજમાન છે. બધીયે મૂર્તિ પ્રાચીન શિલીની ભિન્ન ભિન્ન પ્રકારના પરિકરવાની અને કેટલીક તે મંદિરની રચનાવાળી કળામય જોવાય છે. કેટલીક મૂતિઓમાં તે પ્રાચીન લિપિના લેખે છે અને શિલ્પવિધાનની દ્રષ્ટિએ દશમા–અગિયારમા સૈકાની મૂર્તિઓ પ્રતીત થાય છે. તેમાંની મેટ ચાર રમણીય મતિએને ચૌમુખ તરીકે સ્થાપના કરેલી છે. એ મતિઓના પરિકરની ગાદી નીચે નવ ગ્રહને બદલે આઠ ગ્રહો અને ધર્મચક, બે હરણ, બે સિંહ અને યક્ષ-યક્ષિણીની રચના કરેલી છે. ચારમાંથી ત્રણ મૂર્તિઓના ઉપરના ભાગમાં સાકૃતિ માનવીએ બંને બાજુએ હાથ જોડીને ઊભા રાખેલા બતાવ્યા છે. આ મૂર્તિઓ નીચે લેખ નથી. ગભારાની પાસેની એક દેરીમાં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનની ત્રિતીથીના પરિકરવાળી સુંદર મૂર્તિ છે. તેના પરિકરની ગાદી નીચે સં. ૧૨૨૯ ને ઘસાઈ ગયેલે લેખ છે. અહીં એક શ્રાવિકાની મૂર્તિનું શિલ્પ મનહર છે. તેમાં શરીર પરિધાનનું વસ્ત્ર બરાબર આલેખ્યું છે. બે હાથે ચૂડલા છે. એક હાથમાં કમલ અને બીજામાં પુસ્તક જેવી આકૃતિ છે. માથે મુગટ પહેરાવે છે. આ મૂર્તિ નીચે લેખ નથી. આ મંદિરને છેલ્લે ધજા-દંડ અને કેટલીક મતિઓની પ્રતિષ્ઠા સં. ૧૯૬૨ માં થયેલી છે. વસંતગઢથી લાવેલી કેટલીક ખંડિત મૂર્તિઓ ભેંયરામાં રાખેલી છે. ૨. બીજું મંદિર નાનું છતાં રમણીય છે. મૂળગભારા આગળ એક ચેકી, ભમતીને કેટ-દરવાજો અને શિખરયુક્ત રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે કુલ ૩ જિનમૂતિઓ બિરાજમાન છે. દરવાજાના કેટની ભીંતમાં સં. ૧૮.. ને લેખ ઉત્કીર્ણ છે. સંભવ છે કે એ સમયે કમાડ વગેરે થયાં હશે પણ મંદિર એ પહેલાં બનેલું હશે. દરવાજા ઉપર મંગળમતિ તરીકે ગણેશની મૂર્તિ હોવાથી લાગે છે કે પહેલાં આ ઉપાશ્રય હશે અને યતિ મહારાજ રહેતા હશે. પાછળથી આને મંદિરના આકારમાં બનાવી લીધું હશે એમ લાગે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy