SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પીડવાડા ૨૩૩ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પ્રાચીન છે. આ મંદિરની નવકીની ભીંતમાં જડેલા સં. ૧૪૬૫ના વિસ્તૃત પ્રશસ્તિલેખમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર પુણ્યપુરુષના પૂર્વજોની વિગત સાથે તેમના નામ સાલ-તિથિપૂર્વક અંકિત છે. પ્રશસ્તિના એ બે ઉપગી કલેકે અહીં આપીએ છીએ: " आभ्यामुभाभ्यां धनिकुंरपाल-लौबाभिधाभ्यां सदुपासकाभ्यां । ग्रामेऽग्रिमे पिंडरवाटकाख्ये प्रासादभूमिरुदधारि सारः ॥ १४॥ विक्रमाद् बाणताब्धिभूमिते (१४६५) वत्सरे तथा । फाल्गुनाख्ये शुभे मासे शुक्लायां प्रतिपत्तिथौ ॥ १५ ॥" -સાચા ઉપાસક ધનાઢય કુપાલ અને મંત્રી લાંબાએ પિંડરવાટક-પીંડવાડા નામના મુખ્ય ગામમાં પ્રાસાદભૂમિને સં. ૧૪૬૫ના ફાગણ સુદિ ૧ ને રોજ ઉદ્ધાર કર્યો. અર્થાત્ અહીં પહેલાં નાનું મંદિર હશે તેને કુંપાલ શ્રેણી અને લીંબા મંત્રીએ નવેસરથી બંધાવ્યું હશે. આ કુંરપાલ શ્રેણી એ જ છે કે જેમના સુપુત્ર ધરણાશાહે રાણકપુરમાં અદભુત કળામય “ધરણુવિહાર' નામનું ભવ્ય જિનાલય બંધાવેલું, જે વિશે નં. ૧૦૭ માં વર્ણન કરવામાં આવ્યું છે. ધરણુશાહે પડવાડાનું મંદિર (જીર્ણોદ્ધાર ) કરાવ્યાને ઉલેખ રાણકપુરના સં. ૧૪૬ના પ્રલંબ શિલાલેખ (પૃષ્ઠ: ૨૧૮)માં પણ છે. એથી જણાય છે કે, પિતાના અધૂરા કાર્યને ધરણુશાહે પૂરું કરાવ્યું હશે. ગૂઢમંડપના જમણા હાથ તરફ એક મૂર્તિની ગાદી નીચે કંરપાલ શ્રેષ્ઠીના બે પુત્રો–રત્ના અને ધરણાએ વિ. સં. ૧૪૬લ્માં એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ આ પ્રકારે છે – "सं० १४६९ वर्षे माघ शुदि ६ प्राग्वाटकुंयरपाल भा० कामलदेसुत सं. रत्नधरणाभ्यां स्वकुटुंब........॥" આ લેખથી જણાય છે કે સં. રત્ના અને ધારણાએ સં. ૧૪૬લ્માં આ મંદિરનું અધૂરું કામ પૂરું કરાવી પ્રતિષ્ઠા કરાવી હશે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, ભમતીની દેરીઓ, બે મોટા ગભારા, મુખ્ય દરવાજા પર મેટે મંડપબલાનક, શૃંગારકી અને શિખર વગેરેથી આ મંદિર ભવ્ય અને વિશાળ દેખાય છે. આખુયે મંદિર નંદીશ્વર ચૈત્યના આકારમાં બનેલું કહેવાય છે, પણ દેરીઓ ઉપર શિખરે નથી. મૂળનાયકની રમણીય મૂર્તિ પંચતીથીના પરિકરવાળી છે. પરિકરનું શિલ્પ મૂર્તિ જેટલું પ્રાચીન નથી. ગાદી ઉપર ઘસાઈ ગયેલે લેખ આ પ્રમાણે વંચાય છે – “હં.......... . શુ ? બાવા.........કુરાન મા થામ........” –ફાગણ સુદિ ૧ ના રોજ પિરવાડ કુરપાલે પત્ની કામલદે સહિત આ મૂર્તિ ભરાવી એ અર્થ નીકળે ત્યારે ઉપર્યુક્ત પ્રશસ્તિનાપ્લેકે ઉપરથી આ લેખને સં. ૧૪૬૫ હોવાનું નિશ્ચિત થાય છે. કેમકે પ્રશસ્તિ અને આ લેખમાં ફાગણ સુદિ ૧ અને શ્રેષ્ઠી કુરપાલનું નામ સરખું જ ઉલેખ્યું છે. કંરપાલ શ્રેષ્ઠીની પત્ની કામલદે હતી એ પણ પ્રશસ્તિલેખના લેક: ૨ માં અંકિત છે. મૂળનાયકની નીચે આડું ધર્મચક્ર કોતરેલું છે, તેની પાસે બંને બાજુએ હરણ અને ઉપર દેવીની આકૃતિઓ છે. બંને બાજુએ બે હાથી અને બે સિંહ કરેલા છે. એક તરફ યક્ષ અને બીજી તરફ અંબિકાદેવીની રચના કરેલી છે. ગઢમંડપમાં બે ભવ્ય કાઉસગિયા પ્રતિમાઓ ગુપ્તકાલીન કળાના સુંદર નમૂના છે. આ બંને પ્રતિમાઓ વસંતગઢના વંસાવશિષ્ટ જૈન મંદિરમાંથી લાવવામાં આવી છે. ગાદીઓ સહિત આખુયે પ્રતિમાનું શિલ૫વિધાન પિત્તલ-ધાતુમાં કરેલું છે. એની રચના લાક્ષણિક છે. અને પ્રતિમાઓ એકસરખી આકૃતિની છે. મસ્તકે વાળની લટેને ગુચ્છરૂપે બતાવેલી છે. કેડ પરથી નીચે સુધી લટકતા લગેટના વસ્ત્રની કરચલીઓ સાથળ ઉપર ઉપસાવી છે. ગાદીઓ ઉપર કમલાકૃતિમાં ભગવાન કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં ખડા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy