SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જૈન તીથ સર્વસંગ્રહ ચરણુની પાસે બંને તરફ એ નાની કાઉંસગ્ગિયા. સ્મૃતિઓ કતરેલી છે. ઉપરના ભાગમાં સ્ત’ભયુક્ત ગેાખલાની આકૃતિ. છે અને તેના ઉપરનું આખુંચે પરિકર શિલ્પથી ભરેલું છે. બંને મૂર્તિઓ ઉપર સ. ૧૨૦૩ ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારના શિલાલેખો છે.* બંનેના પ્રતિષ્ઠાપક શ્રીમહેન્દ્રસૂરિનું નામ તેમાં આપેલું છે. મંદિરની ભમતીમાં એક ભોંયરું અધ કરેલું છે. તેમાં કેટલાક સ્તંભ અને પખાસણ્ણા રાખી મૂકયાં છે. ખીજું ભોંયરું કાટ-ધમ શાળામાં હોવાનુ કહેવાય છે. મંદિરની નવચેકીના એક પાડા ઉપર સ. ૧૯૫૯ ના ભાદરવા સુદ ૩ ને શિનવારના લેખ છે... એ લેખના ઐતિહાસિક સાર એ છે કે, “ અમરસિંહ માયાવીર નામના રાજાએ ત્રિભુવન નામના મંત્રીના વંશજ મૂલ્ય નારાયણને મા નાણા ગામ ભેટ આપ્યું હતું. સૂતા નારાયણે તેમાંના એક સાઈરાવ નામના અઢ શ્રીમહાવીર ભગવાનની પૂજા વગેરે માટે ભેટ આપ્યું. એ સમયે ઉપદેશીય શ્રીસિંહસર વિદ્યમાન હતા. આ દાન ગામના જે ધણી થાપશે તેને ગાય માર્યાનું પાપ છે, અને મુસલમાન ઉત્થાપે તો તેને સુવરના સમ છે. એટલું જ નહિ ખા લેખને જે કઈ ભૂસે, સાથે તેને ત્રણ ભુવનનુ પાપ છે ” એમ તેમાં જણાવ્યુ છે. વળી, એ લેખમાં ચિઢ્યા, સીવાળા વગેર ગામાને કાઇ કબજે કરે તો તેને બેન-બેટી કુંવાનું પાપ અને ગધેડાની ગાળ લાગે, એવા ઉલ્લેખ કર્યા છે. જો કે લેખની હકીકત બહુ સ્પષ્ટ નથી; છતાં ઉપર્યુક્ત સાર પ્રગટ થાય છે. આ ઉપરથી મૂતા નારાયણુની આ મંદિર માટેની ભક્તિ અને તેણે દાન કરેલા ભરતની વિગત સમજાય છે. મૃતા અટક ઉપરથી નારાયણ જૈન હો એમ લાગે છે. આ અરઢ આજે પણ જૈન સંઘના તાખે છે. આ લેખ ઉપરથી કૃતિ થાય છે કે દાણા સાથે જૈનોના ઝઘડાનું સમાધાન થયું હશે ત્યારે સબવત: બે સમાધાન દરમિયાન જૈન મંદિરની પાસે નાના કબજાની જમીનમાં શામળાજીનુ વૈષ્ણવ મંદિર ઊભુ કરી દેવાયુ દાચ એમ લાગે છે. જૈન મંદિરમાં એક તરફ વધુ જગ્યા છે જ્યારે બીજી તરફ ઓછી છે અને તેથી તે તરફની દી સાંકડી બની ગઈ છે. તેના અડધા ભાગમાં કોટની દીવાલમાં માત્ર ગેાખલા કરીને દિને સમેટી લીધું છે. એમાં કરાવેલા રંગ અને સમારકામથી આખુયે મંદિર શેખનીય લાગે છે. અહીંની પચીથીમાં આ એક પ્રાચીન તીર્થ મનાય છે. નાણા સ્ટેશન ઉપર શેઠ દેવીચંદ તારાચંદે એક વિશાળ જૈન ધર્મશાળા મનાવી છે. * ૧૧૫. પીંડવાડા ( કા નબર ઃ ૨૮૨૭-૨૮૨૪) સજ્જનનૈહ સ્ટેશનથી પૂર્વમાં ના માઈલ દૂર પીડવાડા નામનું મોટું ગામ છે. અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંદિરમાંના સ. ૧૪૬૫ના શિલાલેખમાં આ ગામનું શાસ્ત્રીય નામ કે પિંડરવાટક ' લેખ્યું છે. એ લેખમાંના આ ઉલ્લેખ મુજબ એ સાલમાં એ મંદિરના જનહાર કરવામાં આાગ્યે, એ હકીકતથી આ ગામ સ. ૧૪૬૫ થીચે પ્રાચીન છે. એના પુરાવારૂપે અહીંના લક્ષ્મીનારાયણના મંદિરમાં સ. ૧૨૩૩ અને સ', ૧૨૫૬ના પરમાર રાજા ધારાવધ દેવના એ શિલાલેખો મળે છે. આથી આ ગામ તેરમા સૈકા પહેલાં વસ્યું હશે એટલું નિશ્ચિત છે. અહીં પારવાડ શ્રાવકાનાં ૧૭૫ ઘર છે, ૩ ઉપાશ્રયા અને ૩ ધમ શાળાઓ છે. એક જૈન કન્યાશાળા પણ છે. અહીં ૨ જિનમંદિરો એકાએક આવેલાં છે. એ મોિ પૈકી ૧. શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને ૨ શ્રીપાત્મનાથ ભગવાનનું છે. ૪. “ કાગળ પ્રદક્ષિયા જૈન લેખસંહ " : લેખાંક : ૪૪, ૪૫. : ૧. એજન : લેખાંક : ૩૬ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy