SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ અજારી ભગવાનની ૭૩ મૂર્તિ એ કોતરેલી છે. ૧૪ માટા સ્ત ંભો અને તેનાં તારણા દેલવાડાનાં મ ંદિશની કારણીના સૌષ્ઠવની યાદ આપી રહ્યાં છે. શૃંગારચાકી ઉપરના કેારણીથી સુÀાભિત ખલાનક આ મંદિરને ભવ્ય બનાવી રહ્યો છે. મંદિરમાં જમણા હાથ તરફના ભાગમાં એક ભાંયરું છે. તેમાં કેટલીક ખંડિત મૂર્તિ, ગાદીઓ અને પરિકરો પડેલા છે. તેમાં સ. ૧૧૪૫, ૧૪૭૫, ૧૬૭૨ના લેખા ઉત્કી છે.જ મદિરની પાસે જમણા હાથ તરફ એક માટી ધર્મશાળા છે. વચ્ચેના ચાકમાં કૂવા અને બગીચા વગેરે છે. ★ ૧૨૧, અજારી (કાઠા ન′બર : ૨૯૧૧ ) સજ્જનરાડથી દક્ષિણમાં રા માઇલ દૂર અજારી નામનું ગામ આવે છે. શિલાલેખામાં આ ગામનું નામ ‘અજાહરી’ મળે છે. આ ગામ કયારે વસ્યું તે જાણવાને કશું સાધન નથી, પરંતુ ગામમાં ગેાપાળજીનું એક પ્રાચીન મંદિર છે, તેમાં બઘેલ ( સોલંકી ) રાજા અર્જુનદેવને સં. ૧૩૨૦ના શિલાલેખ છે, એ કરતાંયે પ્રાચીન આ મંદિરની પાસે આવેલી એક વાવડીમાં પરમાર રાજા યશેાધવલને સ. ૧૨૦૨ના લેખ પુરાવા આપતા હોવાથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે. આજે આ ગામમાં શ્રાવકાની વસ્તી આછી છે. પારવાડ અને એશવાળાનાં મળીને માત્ર ૮ ઘરની વસ્તી છે. એક સમયે અહીં શ્રાવકાની વસ્તી વિપુલ પ્રમાણમાં હતી. પંદરમા સૈકાના મળી આવતા લેખોમાં આ ગામના શ્રાવક એ અને સમસ્ત સ ંઘે ભરાવેલી મૂર્તિઓના ઉલ્લેખ સાંપડે છે. કહે છે કે, સે વર્ષ પહેલાં આ ગામ કોઈ કારણવશાત્ તદ્દન ઉજ્જડ બની ગયું અને પછી સો વર્ષ સુધી ફીને વસ્યું નહીં. પાછળથી અહીં ઠીક પ્રમાણમાં ગામ વસી ગયું છે. એક નવી ધર્મશાળા બની છે. જૂની ધર્માંશાળા જીણુ અને પડી ગઈ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીનું પ્રાચીન મંદિર છે. તેમાં મૂળગભારા, ગૂઢમંડપ છ ચાકી, સભામડપ, ભમતીમાં ૪૨ દેરીઓ, શ્’ગારચાકી, શિખર અને દેવકુલિકાનાં શિખરો સાથે ૪૩ શિખરવાળી રચના છે. આ ખાવન જિનાલયને ‘ નંદીશ્વર ચત્ય ’ એવા નામે પણ એળખે છે. મૂળનાયકની મૂતિ કળામય પરિકરવાળી છે. ગાદીમાં પણ સુંદર કેરણી કરેલી છે. પખાસનમાં વચ્ચે દાઢીવાળા શ્રાવકે અભિષેક કરી રહ્યા હોય એવા દેખાવ આપ્યા છે. પરિકરની નીચે આડુ ધ ચક્ર, એ હરણ, તેના ઉપર દેવી અને તેની અને ખાજુએ એ હાથી અને સિંહની આકૃતિએ કતરેલી છે. આ મૂર્તિ નીચે લેખ નથી. પણ શિલ્પવિધાન પ્રાચીન છે. ગૂઢમ’ડપમાં એક આરસની શિલામાં એ મનેાહર આકૃતિવાળી મૂર્તિઓ અને પરિકરની કારણીવાળી ગાદીએ છે, જેમાં બંને બાજુએ અને મસ્તકે મળીને ૧૭ પરિકરવાળી પદ્માસનસ્થ મૂર્તિએ અને ૬ કાઉસગ્ગિયા કાતરેલા છે. આથી આ ચાવીશીના પટ્ટ કહેવાય અને મૂર્તિઓ સરખી આકૃતિની લેખવાળી છે. જમણી તરફની મૂર્તિ ઉપર સ. ૧૨૪૩ના લેખ અને ડાબી તરફની મૂર્તિ પરના લેખ ઘસાઇ ગયેલા છે. અને મૂર્તિ એના પરિકરના શિલ્પમાં ઘેાડા ફેર છે. નીચે એકમાં ધર્માંચક આડુ છે તેા ખીજામાં ઊભુ છે. એકમાં દેવી મૂતિ નથી, પરંતુ અંને બાજુ હરણુ, સિંહ અને ચક્ષ-યક્ષિણીની આકૃતિએ સરખીરીતે કોતરેલી છે. આ મૂર્તિ પાસે પિપ્પલગચ્છીયાચાર્ય શ્રીસુમતિપ્રભસૂરીશ્વરની મૂર્તિ ૧૦ × ૮ ઇંચ ઊંચી-પહેાળી ને આબેહૂબ કાતરેલો છે. પાટ ઉપર બિરાજમાન આચાર્યના એક હાથમાં માળા અને બીજા હાથમાં પુસ્તક છે. આઘા ગરદન પાછળ અને સુહપત્તિ જમણા ખભા ઉપર છે. તેની ઉપર એક જિનમૂર્તિ કોતરેલી છે અને બાજુમાં એક સાધુ હાથ જોડીને ઊભા છે. આ મૂર્તિ ઉપર સં. ૧૪૫૪ના લેખ છે. છ ચાકીના એક ગોખલામાં શ્રીમહેન્દ્રસૂરીશ્વરની ૨૩ × ૧૪ ઈંચ ઊંચી—પહેાળી મૂર્તિ બિરાજમાન છે. પાટ ઉપર આરૂઢ આચાર્યના એક પગ પાટ નીચે જમીન પર લટકતા છે. એક અ`દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેાહ ' લેખાંકઃ ૩૦૮, ૩૦૯, ૩૧૦. ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy