SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કે ૨૨૯ खीमा सा० छांजर सा० नारायण सा० कचराप्रमुख समस्त संघ भेला हुइने श्रीमहावीर पबासण बइसार्या छे। लिखित गणि मणिविजय केसरविजयेन । बोहरा महवदसुत लाधा पदमा लखतं समस्त संघनई मांगलिकं भवति शुभं भवतु ॥" લેઓક્ત પ્રતિમા પણ ખંડિત થયેલી હોવાથી સં. ૧૫ના વૈશાખ સુદિ ૧૫ ને ગુરુવારના રોજ શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. પ્રચલિત દંતકથા મુજબ: કેરટામાં જ્યારે નાહડ શ્રેષ્ઠી મંત્રી હતા ત્યારે તેમણે અહીંનાં કાલિકાદેવળ, ખેતલાદેવળ, મહાદેવ દેવળ, કેદારનાથનું મંદિર અને કાંબી વાવ આ પાંચે સ્થાને ભગવાન મહાવીરના મંદિરને અર્પણ કર્યા હતાં. નાહડ મંત્રી વિશે ‘ગુર્નાવલી 'કાર શ્રી મુનિસુંદરસૂરિ આ પ્રમાણે ઉલ્લેખ કરે છે – "वृद्धस्ततोऽभूत् किल देवसूरिः शरच्छते विक्रमतः सपादे (१२५)। कोरण्टके यो विधिना प्रतिष्ठा, शङ्कोळधाद् नाहडमन्त्रि चैत्ये॥" –વિક્રમનાં ૨૫ વર્ષ વ્યતીત થતાં શ્રીવૃદ્ધદેવસૂરિ થયા, જેમણે કરંટમાં નાહડ મંત્રીએ કરાવેલા ચૈત્યમાં વિધિપૂર્વક શંકુની પ્રતિષ્ઠા કરી. તપાગચ૭૫દ્રાવલી કાર શ્રીધર્મ સાગર ઉપાધ્યાય આ હકીકતને ટેકે આપે છે જ્યારે “ઉપદેશતરંગિણી કાર કહે છે કે... એક સમયે કરંટ નગરમાં વૃદ્ધદેવસૂરિ વિ. સં. ૧૨૫૨ માં ચતુર્માસ રહ્યા ત્યારે મંત્રી નાગડ અને તેમના નાનાભાઈ સાલિગ વગેરે કુટુંબીઓને પ્રતિબોધ કર્યો, આથી ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા મંત્રીએ નાહડવસહી વગેરે ૭૨ જિનમંદિરે કરાવ્યાં અને જીવન પર્યત ભોજન કર્યા પહેલાં જિનપૂજા કરવાની પ્રતિજ્ઞા કરી. ગુર્નાવલી” “પદ્રાવલી” અને “ઉપદેશતરંગિણી'માં નિર્દિષ્ટ સાલ સિવાય બંનેની હકીકતેનું સામ્ય છે. બંને સાલમાં ૧૧૨૭ વર્ષને ફરક પડે છે. એટલે બંને સમયના નાહડ મંત્રીઓ જુદા કે એક એ નિર્ણય કરવાને રહે છે. સંભવતઃ વિ. સં. ૧૨૫ ના સ્થાને ૧૨પર એટલે બગડે વધી ગયા હોય એમ લાગે છે. ગામમાં આવેલાં ૩ મંદિરે પણ ઉપર્યુક્ત મહાવીર મંદિર જેવાં જ ભવ્ય રચનાવાળાં છે. ૨. બીજું મંદિર નાહડ પુત્ર હાહલજીએ બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિર તેરમા સૈકાથી અર્વાચીન નથી. જો કે દ્વહલજીએ પધરાવેલી મૂળનાયકની પ્રતિમા આજે નથી પરંતુ તેર્મના સ્થાને વિ. સં. ૧૯૦૩ માં પધરાવેલી મૂર્તિ વિદ્યમાન છે. ૩. ત્રીજું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કયારે બન્યું તે જાણી શકાતું નથી. પરંતુ આ મંદિરના નવચોકીના એક સ્તંભ ઉપર નાતા એવા અક્ષરે વંચાય છે અને મંદિરની રચના પ્રાચીન પદ્ધતિની છે. લેકમાં પણ કહેવાય છે કે આ મંદિર નાહડ મંત્રીના કોઈ કુટુંબીએ બંધાવ્યું છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ૧૭ મી સદીમાં થયેલા કેરટાનિવાસી નાગેતરાગેત્રીય શ્રેષ્ઠીએ કરાવ્યું છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન હતા. હાલ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૯ માં થયેલી છે. ચેથું મંદિર ગામના પૂર્વ સીમાડે આવેલું છે. એ પણ વિશાળ અને રમણીય હોવા છતાં પૂર્વોક્ત મંદિરથી અર્વાચીન છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પ્રાચીન છે. તેમની બંને બાજુએ સ્થિત શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીસંભવનાથ ભગવાનની કાઉસગ્ગિયા મૂર્તિઓની વિ. સં. ૧૧૪૩ માં શ્રીબહગચ્છીય શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. આ ત્રણે પ્રતિમાઓ ભગવાન મહાવીરના મંદિરને જીર્ણોદ્ધાર કરાવતાં માટીના એક ટેકરામાંથી સં. ૧૯૧૧ માં મળી આવી હતી ને આ મંદિરમાં સં. ૧૯૫૯ ના વૈશાખ સુદ ૧૫ ને રાજ તેમની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ સિવાય કેરટાની આસપાસની ભૂમિમાંથી ૫૦ જેટલી જિનમૂર્તિઓ પ્રાપ્ત થયેલી છે. આ તીર્થને ઉદ્ધાર વિજયરાજેદ્રસૂરિએ કરાવ્યું છે. ૧. સસરા: શ્રીવેવસૂરિ જીવરાત્ વનવધા (૬૨) વર્ષાતિરે ના ત્રિનિતિકારે પ્રતિષ્ઠાત્ II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy