SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વરાણા ૨૨૭ રાખવા મહારાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના એક ધનાઢય શ્રેણીએ બાવન દેવકુલિકાવાળા એક ભવ્ય જિનાલયની રચના કરી તે જ આજે વિદ્યમાન છે. “સકલતીર્થસ્તોત્રમાં બીજાં તીર્થો સાથે જ આ તીર્થને પણ ભાવભર્યા વંદન દ્વારા સ્મરણ કરાવ્યું છે:–“ અંતરીક વરમાણે પાસ આ મંદિર માટે મેવાડના રાણાઓએ આપેલી ભેટ-સોગાદોના તામ્રપત્ર આજ સુધી અહીંની વહીવટ કરનારી પેઢીમાં વિદ્યમાન છે, જે આ તીર્થ પ્રત્યે રાણાઓ અને આમ પ્રજા વર્ગની ભક્તિનું પ્રમાણ રજૂ કરે છે. એ સમયે શ્રીમંત અને અધિકારીઓની સંખ્યા પણ અહીં સારા પ્રમાણમાં વસતી હશે. આજે પણ ગેડવાડની પંચતીર્થીમાં આ તીર્થ મુખ્ય છે; એટલું જ નહિ અહીં જેનેનું એક પણ ઘર ન હોવા છતાં ગેડવાડ પ્રાંતની પંચાયતનું આ પ્રધાન ધામ બનેલું છે. વિદ્યાસંસ્કારમાં પછાત ગણાતા મારવાડમાં જૈન સંઘ અને આચાર્ય શોવિજયવલ્લભસૂરિના સ્વ. શિષ્ય શ્રીવિજયલલિતસૂરિના અથાક પ્રયત્નથી અહીં જેન છાત્રાલય ખોલવામાં આવેલું છે અને એ કારણે પણ આ તીર્થનું આકર્ષણ રહે છે. યાત્રીઓની સગવડ માટે અહીં એક બે મજલાની અને બીજી એક ધર્મશાળા મૌજુદ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર ભવ્ય અને રમણીય છે. લગભગ ૧૫૦ વારના ઘેરાવામાં આ મંદિરને વિસ્તાર છે. મંદિર પૂર્વદ્વારનું છે. તેની પૂર્વ અને ઉત્તર બાજુએ વિશાળ ચેક અને ફરતે વડે છે. વંડાને બે દ્વાર છે, તેમાં પૂર્વ તરફનું દ્વાર બંધ રાખવામાં આવે છે જ્યારે ઉત્તર તરફનું દ્વાર ખુલ્લું રહે છે. આખુંયે મંદિર પથ્થરથી બાંધેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાગફણાવાળી રમણીય મૂર્તિ લગભગ ૧ હાથ ઊંચી છે અને તેની ચારે બાજુએ ધાતુનું મોટું સુંદર પરિકર લગાવેલું છે. પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ કરેલી છે. એટલે મૂળનાયક સાથે ચોવીશી ગણાય. પરિકર ઉપર સં. ૧૭૦૭ને લેખ છે પરંતુ મૂર્તિ તે પ્રાચીન છે. મંદિરને રંગમંડપ વિશાળ છે, સ્તંભે મૂકીને ઘૂમટે બનાવેલા છે. તેમાં સાધારણ કેરણું નજરે પડે છે પરંતુ ભી તેમાં ભાતભાતની શિલ્પીય કેરણી કરેલી છે. આગળના મંડપ સાથે ભમતી મળી ગઈ છે. ભમતીમાં નાની દેવકલિકાઓ છે. ભમતીમાં માત્ર એક જ માણસ જઈ શકે એટલી સાંકડી જગા છે. બાહ્ય મંડપની સુંદરતાએ દેવળના બાહા સૌંદર્યમાં આઇપ લાવી દીધી જણાય છે અને ગર્ભગૃહમાં પ્રકાશ જઈ શકતા નથી. મંદિર અંદરના ભાગમાં અતિસંકુલ બની ગયેલું જોવાય છે. નવચેકીના એક સ્તંભ ઉપરને લેખ ઘસાઈ ગયું છે પરંતુ તેમાં સં. ૧૨૧૧ને ઉલ્લેખ નજરે પડું છે. આથી આ મંદિર એ પહેલાં બનેલું હશે અને કુંભા રાણાના સમયમાં આને નવેસર જીર્ણોદ્ધાર થયે હશે એમ લાગે છે, નવચેકીના એક સ્તંભની પાસે પથ્થરના એક હાથી ઉપર શેઠ-શેઠાણનું યુગલ બેઠેલું છે. તેના ઉપર લેખ નથી પરંતુ મંદિર નિર્માતાની આ મૂર્તિઓ હોય એમ જણાય છે. મંદિરના ચોકમાં સં. ૧૮૦૬ના ત્રણ શિલાલેખે છે. ઉપરના ભાગમાં જવા માટે નિસરણી છે. દરવાજાની બહાર બંને તરફ પથ્થરના બે હાથી ઊભા છે. દરવાજામાં પેસતાં ડાબી તરફના હાથી પાસે એક દેઢ ગજનો લાંબો શિલાલેખ છે. એ ઉપરથી જણાય છે કે મેવાડના રાણાઓ ઉપર જનાચાર્યોએ પિતાની સાત્વિક સિદ્ધિને પર પ્રભાવ પાડયો હતો. એ વખતે યાત્રીઓની પાસેથી અમૂક કર લેવાતું હશે તે મેવાડના રાણા જગતસિંહજીએ સં. ૧૯૮૬ માં પિષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધી મેળાના ચાર દિવસ માટે યાત્રીઓ પાસેથી લેવાતે કર તપાગચ્છોય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી બંધ કર્યો હતે-એ સંબંધી એમાં ઉલ્લેખ છે. મંદિરની બાજુમાં વિશાળ દરબારગઢની દીવાલ જેવાય છે, જેનું મુખદ્વાર પશ્ચિમાભિમુખ છે. અહીં પ્રતિવર્ષ પિષ ૧ભીએ મેળો ભરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy