SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ જૈન તીર્થ સર્વિસ પ્રહ આ લેખ ઉપરથી આ બંને મૂર્તિએ વીસાડા ગામનું મહાવીર ચત્ય કઈ કારણે નષ્ટ થતાં ત્યાંથી લાવીને પધરાવવામાં આવી હોય એમ જણાય છે. આ મંદિરની ભમતીની. એક દેરીમાં ચોતરા ઉપર કટીથી ઓળખાતા શ્યામ પથ્થરનું એક જ શિલામાંથી કરી કાઢેલું અખંડ ચોમુખ મંદિર છે. કન્સેટી જેવા કઠણ પથ્થરમાં કરેલી ઝીણી નકશી દિમૂઢ બનાવે એવી છે. આમાં ચોમુખી ચાર પ્રતિમાઓ વિરાજમાન હતી, જેને લૂંટારાઓ ચોરી ગયાનું કહેવાય છે. આ મંદિરના વંડામાં એક નાના શિખરવાળા દેરાસરમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા છે, તેના ઉપર સં. ૧૮૯૩ને લેખ છે. વળી, મુખ્ય મંદિરની ડાબી બાજુના દેરાસરમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે અને પાછળના ભાગના બગીચામાં શ્રી આદીશ્વર ભગવાનની પાદુકાઓ સં. ૧૯૫૧માં પ્રતિષ્ઠિત કરેલી છે. ૨. શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય પણ ઊંચાઈ અને વિશાળતામાં દર્શનીય છે. મંદિર પશ્ચિમઢારનું છે. તેને દરવાજે બજારમાં પડે છે. મૂળનાયકની શ્યામવણી પ્રતિમા ૧ હાથ ઊંચી છે, જે ૧૮ મી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરમાં જમણી તરફ એક મજબૂત બાંધણીનું પ્રાચીન ખુલ્લું રહે છે. સ્થાનની પવિત્રતા સાચવવા ખાતર તેમાં અખંડ દી પ્રજજવલિત રહ્યા કરે છે, તેમાં કઈ જતું નથી. કહેવાય છે કે આ ભેંયરાને માર્ગ ઠેઠ નાડલાઈ સુધી જાય છે. આ સ્થળે બેસીને શ્રીમાનદેવસૂરિએ યેગસાધના કરી હતી અને “લઘુશાંતિવ”ની રચના પણ અહીં કરી હતી. શ્રીજયાનંદસૂરિએ કે તેમના શિષ્ય શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી તે મંદિર આ હશે. એટલે આ મંદિર ખૂબ પ્રાચીન છે એમાં શંકા નથી. આ દેવળની ઉત્તર-દક્ષિણે આવેલા આસારમાં શત્રુંજય, ગિરનાર, સમેતશિખર અને અષ્ટાપદની રચના જે કંઈ પણ ઉત્સવ પ્રસંગે કરાવી હશે તે એમ ને એમ રહેવા દેવામાં આવી છે. તે દેવળને ફરતે વિશાળ ચેક છે. આ મંદિરની ઉત્તર તરફની દીવાલે બારણું છે ત્યાં એક ધર્મશાળા છે. મંદિરને વહીવટ કરતી પેઢીનું કાર્યાલય અહીં છે, અગ્નિખૂણામાં એક કહે છે તેમાં રહંટ ગોઠવેલ છે. ૩-૪. દરબાર ગઢની બીજી બાજુએ કંઈક એકાંત વિશાળ ચોગાનમાં ૨ મંદિરો આવેલાં છે. આજુબાજુએ વડો બાંધે છે જેને દરબારગઢની દક્ષિણ દીવાલે સ્પર્શે છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધી મંદિર પશ્ચિમઢારનું છે અને બીજું ઘર-દેરાસર શ્રીજીરાવલા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું છે, જે ઉત્તરદ્વારનું છે, સં. ૧૭૫૫ માં શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી “તીર્થમાળામાં “નાલ ત્રિર્ય પ્રસાદ –નાડોલમાં ત્રણ પ્રાસાદ હોવાનો ઉલ્લેખ કર્યો છે તેથી ચોથું મંદિર તે પછી બન્યું હશે એમ માની શકાય. અહી પડેલાં ખંડિયેર અને જીણું વાવડીઓને જોતાં કે સમયે આ નગર સમૃદ્ધ હોવાને ખ્યાલ આવે છે. આ ખંડિયેરેની શોધ કરવામાં આવે તે કેટલીક ઐતિહાસિક બીના જાણવા મળી રહે એ સંભવ છે. ૧૧૧. વકાણુ ( કોઠા નંબર : ૨૦૦૨) રાણી સ્ટેશનથી ૨ માઈલ દૂર વકાણુ નામનું ગામ છે. એનું શાસ્ત્રીય નામ “વરકનકપુર” અથવા “વરકનકનગર’ હતું. અતિપ્રાચીન કાળમાં આ એક સમૃદ્ધ અને વિશાળ નગર હતું. એક સમયે આસપાસમાં આવેલાં આજનાં દાદાઈ અને બીજેવા ગામ વરકનકનગરમાં સમાઈ ગયેલાં હતાં. આ બંને ગામની સ્થિતિ જોતાં એ હકીક્તને ટેકે મળે છે. નગરના શણગારસમાં અનેક જિનમંદિરે અહીં એપી રહ્યાં હતાં પરંતુ રાજકીય ક્રાંતિ વખતે આ નગર અને મંદિરે ભૂગર્ભમાં ભળી ગયાં અને તેના ઉપર આજનું ગામ નવા સ્વરૂપે વસી ગયું. એ પ્રાચીન તીર્થસ્વરૂપ મંદિરના સ્મરણને સાચવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy