SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નાગલ ૧૧. નાડાલ (કાઠા નબર : ૨૭૯૮-૨૮૦૧) રાણી સ્ટેશનથી ૮ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણામાં નાડાલ ગામ આવેલું છે, પ્રાચીન ગ્રંથૈ અને શિલાલેખામાં આનાં નન્તપુર, નલ, નઝૂલ, નલ, નદુલપુર અને નાડાલ એવાં નામે મળી આવે છે. એક સમયે ચૌહાણ સરદારોની પાટનગરીનું સૌભાગ્ય પણ એણે પ્રાપ્ત કર્યું હતું ત્યારે આ નગરની સમૃદ્ધિ અપૂર્વ હતી. ગૂજ રનરેશ ભીમદેવ પહેલાના સમયમાં ( ૧૧ મા સકા ) નાડોલ ગુજરાતના અધિકાર હેઠળ હતું અને આ નગરના રાજાએ ચંદ્રાવતીશ મંત્રી વિમલશાહને સાનાનું સિહાસન ભેટ કર્યું હતું. C કોઈ કાળે અહીં જૈનોની વસ્તી ખૂબ હશે. જૈનાના તીર્થ તરીકે આ સ્થળની પ્રસિદ્ધિ પાછળ તેમના ગૌરવને ઇતિહાસ ઘડાયા હશે. શ્રીદેવસૂરિના શિષ્ય શ્રીમાનદેવસૂરિ આશરે વિ॰ સ૦ ૩૦૦ પહેલાં નાડોલમાં ચામાસું રહ્યા હતા અને શાક ભરીમાં વ્યાપેલા મહામારીના ઉપદ્રવની શાંતિ માટે અહીં રહીને જ લઘુશાંતિસ્તવ 'ની રચના કરી હતી. અહીં જ વાદિવેતાલ શાંતિસૂરિએ મુનિચંદ્રસૂરિને ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરાબ્યા હતા અને વિ.સ. ૭૦૦ માં શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. સ. ૧૦૪૯માં ભંડારીએના મૂળપુરુષ નાડોલના રાજા લાખજીસીના પુત્ર દાદરાવને શ્રીયશાભદ્રસૂરિએ જૈનધર્મની દીક્ષા આપી હતી. ૨૨૫ સં. ૧૨૨૮ના એક દાનપત્રથી જણાય છે કે, ચૌહાણવંશની ખારમી પેઢીમાં થયેલા રાજા આલનદેવે મહાવીરસ્વામીના નામ પર એક મદિર બંધાવ્યું અને તેના નિર્વાહ વૃત્તિ નિર્ધારિત કરી હતી.૨ અહીં સડેરગચ્છીય શ્રીશાલિભદ્રસૂરિએ સ. ૧૧૮૧ના અષાડ સુદ ૧૦ ને શુક્રવારના દિવસે, બૃહદ્ગચ્છીય શ્રીદેવસૂરિના શિષ્ય ૫. પદ્મચંદ્રગણિએ સ. ૧૨૧૫ વૈશાખ સુદ ૧૦ ને મંગળવારે, સડેરગચ્છીય શ્રીસુમતિસૂરિએ સ. ૧૨૩૭ના ફાગણુ સુદિ ૨ ને મંગળવારે અને તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ સ. ૧૬૮૬ના પ્રથમ અષાડ વદ ૫ ને શુક્રવારે એમ જુદા જુદા આચાએ જુદા જુદા સમયમાં પ્રતિષ્ઠા કરાવેલી છે; જેના લેખો અહીંના મ ંદિરમાં મૌજુદ છે. આ હુકીકત જૈનેાની પ્રાચીન કાળથી લઇને અત્યાર સુધીની આખાદીની સૂચક ગણાવાય. હાલમાં અહીં શ્વેતાંખર જૈનેનાં ૨૫૦ ઘર છે. ૩ પ્રાચીન ઉપાશ્રયા, ૧ પૌષધશાળા અને ૨ ધ શાળાઓ તેમજ જૈન પાઠશાળા વગેરે છે. અહીં શિખરખશ્રી ૪ મદિર છે. તેમાં શ્રીપદ્મપ્રભજિનેશ્વર અને શ્રીનેમિનાથ ભગવાનનાં દેવળે। સૌથી પ્રાચીન અને વિશાળ છે. ૧. શ્રીપદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર ખૂબ ઊંચું અને વિશાળ છે. તેની કારણી ધરણી પણ અપ્રતિમ છે. મૂળનાયક શ્રીપદ્મપ્રભપ્રભુની ૨ હાથ ઊંચી બદામી વર્ણની સુંદર પ્રતિમા વિરાજમાન છે. તેની નીચે સ. ૧૬૮૬ના પ્રથમ અષાડ વિદ ૫ ને શુક્રવારના લેખ છે. મૂળનાયકની આસપાસ શ્રીઆદિનાથ ભગવાનની અને પ્રતિમાએ પણ એ જ સાલ-મિતિની છે. ગૂઢમંડપમાં બંને તરફ શ્રીશાંતિનાથ અને શ્રીનેમિનાથ ભગવાનની ઊભી કાઉસગ્ગિયા, શ્વેતવણી, એક જ શ્રેષ્ઠીએ અનાવેલી પ્રતિમાઓ ઉપર સ. ૧૨૧૫ના લગભગ એકસરખા લેખા છે. મૂર્તિનાં નામ અને પ્રતિષ્ઠાપક આચાર્યે જ માત્ર જુદા જુદા છે. તેમાંના એક લેખ આ પ્રકારે છે:—— જ 66 ' संवत् १२१५ ॥ वैशाख सुदि १० भौमे बीसाडास्थाने श्रीमहावीरचै [ त्ये समु ]दायसहितैः देवणाग नागड जोगडसुतैः देम्हाज घरण जसचंद्र जसदेव जसधवल जसपालैः श्रीनेमिनाथबिंबं कारितं || बृह[ द्गच्छी ] यश्रीमद्देवसूरिशिष्येण पं० पद्मचंद्रगणिना પ્રતિષ્ઠિત ॥ ,, ૧. “ રાજપૂતાનેક જૈન વીર” પૃ૦ ૨૨૧ ૨. “ટાડ રાજસ્થાન ”; દ્વિતીય ખંડ, મ, ૨૭, પૃ. ૭૪૭, ૩. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ. ” ભા. ર, લેખાંક : ૩૬૪-૨૬૫ ૪. એજનઃ લેખાંક: ૩૬૬, ૩૬૭ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy