SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જૈન તીથ સર્વસંગ્રહ મહત્વને ઈતિહાસ રંગમંડપમાં ડાબી બાજુની ભીંતના થાંભલા ઉપરના શિલાલેખમાં આપે છે, જે લેખ આ પ્રકારે છે – " श्रीयशोभद्रसूरिगुरुपादुकाभ्यां नमः । सं० १५९७ वर्षे वैशाखमासे शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासरे पुनर्वसुऋक्षप्राप्तचंद्रयोगे। श्रीसंडेरगन्छे । कलिकालगौतमावतारः समस्तभविकजनमनोंबुजविबोवनकदिनकरः । सकललब्धिविश्रामः युगप्रधानः । जितानेकवादीश्वरवृंदः प्रणतानेकनरनायकमुकुटकोटिघृष्टपादारविंदः। श्रीसूर्य इव महाप्रसादः चतुष्षष्टिसुरेंद्रसंगीयमानसाधुवादः श्रीषंडेरकीयगणबुधावतंसः। सुभद्राकुक्षिसरोवरराजहंसः यशोवीरसाधुकुलांबरनभोमणिसकलचारित्रिचक्रवर्तिचक्रचूडामणिः भ० प्रभुश्रीयशोभद्रसूरयः । तत्पट्टे श्रीचाहुमानवंशशंगारः लब्धसमस्तनिरवविद्याजलधिपारः श्रीबदरादेवीदत्तगुरुपदप्रसादः । स्वविमलकुलप्रबोधनकप्राप्तपरमयशोवादः भ० श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः त० श्रीशांतिसूरिः त० ईश्वरसूरिः । एवं यथाक्रममनेकगुणमणिगणरोहणगिरीणां महासूरीणां वंशे पुनः श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः तत्पट्टालंकारहार भ० श्रीशांतिसूरिवराणां सपरिकराणां विजयराज्ये ।। अथेह श्रीमेदपाटदेशे श्रीसूर्यवंशीयमहाराजाधिराजश्रीसि(शि)लादित्यवंशे श्रीगुहिदत्तराउल श्रीबप्पाक श्रीखुमाणादिमहाराजान्वये । राणाहमीर श्रीषेतसिंह श्रोलखमसिंहपुत्र श्रीमोकलमृगांकवंशोद्योतकारकप्रतापमातडावतार आसमुद्रमहिमंडलाखंडलअतुलमहाबलराणा श्रीकुंभकणपुत्रराणाश्रीरायमल्लविजयमानप्राज्यराज्ये । तत्पुत्रमहाकुमार श्रीपृथ्वीराजानुशासनात् श्रीऊकेशवंशे रायभंडारीगोत्रे राउल श्रीलाषणपुत्र मं० दूदवंशे मं० मयूरसुत मं० सादू(ह)लः । तत्पुत्राभ्यां मं० सीहासमदाभ्यां सद्बांधव मं० कर्मसी धारा लाखादिसुकुटुंबयुताभ्यां श्रीनंदकुलवत्यां पुयीं सं० ९६४ श्रीयशोभद्रसूरिमंत्रशक्तिसमानीतायां त० सायरकारितदेवकुलिकाद्युद्धारतः सायरनाम श्रीजिनवसत्यां । श्रीआदीश्वरस्य स्थापना कारिता ( कृता ) श्रीशांतिसूरिपट्टे देवसुंदर इत्यपरशिष्यनामभिः आ० श्रीईश्वरसूरिभिः । इति लघुप्रशस्तिरिय लि. आचार्य श्रीईश्वरसूरिणा કોર્ના સૂત્રધારકોનાન II ગુમ ! ” -પ્રારંભમાં લેખ લખ્યાને સં. ૧૨૯૭ના વૈશાખ સુદિ ૬ આપે છે. તે પછી સડેરગછની પાટ પરંપરામાં યશોભદ્રસૂરિ થયા, જેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશોવર હતું. તેમના શિષ્ય ૨ શાલિસૂરિ (ચૌહાણુવંશીય), ૩ સુમતિસૂરિ, ૪ શાંતિસૂરિ અને ૫ ઈશ્વરસૂરિ થયાનું જણાવ્યું છે. તે પછી પણ ૧ શાલિસૂરિ, ૨ સુમતિસૂરિ અને ૩ શાંતિસૂરિ થયાનું જણાવી શાંતિસૂરિના સમયમાં મેવાડના સૂર્યવંશીય શિલાદિત્યના વંશમાં ગુહિદત્ત રાઉલ, બપાક અને ખમ્માણાદિના વંશમાં રાણુ હમ્મીર, ખેતસિંહ અને લખમસિંહ થયા. તેના પુત્ર મોકલ થયે. તેને પુત્ર કુંભકર્ણ અને કુંભકર્ણને પુત્ર રાયમલ થયે આ રાયમલના મોટા પુત્ર પૃથ્વીરાજના અનુશાસનથી એશવાલવંશીય ભંડારીગેત્રના રાઉલ લાખણના પુત્ર હ્રદાના વંશમાં થયેલ મયૂરને પુત્ર સાલે અને તેના પુત્ર સીહા તથા સમદાએ કર્મસી, ધારા, લાખાદિ બંધુઓ યુક્ત યશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી સં. ૯૬૪માં નંદકુલવતી (નાડલાઈ)માં લાવેલા અને સાયરે કરાવેલી દેવકુલિકાના ઉદ્ધારથી જેનું નામ “સાયરજિનવસતિ” પડયું હતું, તે મંદિરમાં શ્રી આદીશ્વરની સ્થાપના કરી અને તેની પ્રતિષ્ઠા, શાંતિસૂરિની પાટે થયેલા દેવસુંદર અપર નામ ઈશ્વરસૂરિએ કરી–આ પ્રમાણે જણાવી અંતમાં આ લઘપ્રશસ્તિ ઈશ્વરસૂરિએ લખી અને સૂત્રધાર સેમાએ તેને કેતરી એમ જણાવ્યું છે. આ લેખ આ મંદિરની સ્થાપનાથી માંડીને સોળમી સદી સુધીની એક પ્રાચીન એતિહાસિક પરંપરાને સાચવી રાખે છે. લેખમાં જણાવ્યા મુજબ સં. ૯૬૪માં શ્રીયશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી આ મંદિર સ્થાપ્યું હતું જે વિશે એક પ્રચલિત આશ્ચર્યકારી દંતકથા પણ સંભળાય છે આચાય યશોભદ્રસૂરિ અને શેવ ચગી તપેસરજી બંને બળપણના મિત્રો હતા. એક જ ગુરુ પાસે તેમણે વિદ્યાધ્યયન કર્યું હતું. બંને મંત્રવિદ્યાના અઠંગ અભ્યાસીઓ હતા, બંનેમાં કેણુ ચઢિયાતું છે એ જાણવા પરસ્પરમાં અનેક વખત વાદવિવાદ થતા, શ્રીયશોભદ્રસૂરિ તપસરજીથી વાદમાં જરાય ઓછા ન ઊતરતા. લેકમાં યશોભદ્રસૂરિના વિજયનાં ગીત ગવાતાં. આ કારણે તપેસરજીના મનમાં ઈર્ષ્યા અને શ્રેષનાં બીજ રોપાયાં. શ્રીયશોભદ્રસૂરિને હરાવવા તપેસરજી, કેઈ પણ તક ઝડપી લેતા. એક પ્રસંગે રાજસભામાં અને વિવાદ ચાલુ હતું. તપેસરજીની હાર થઈ ચૂકી હતી ત્યારે તપેસરજીએ કહi: પિતાપિતાના ધર્મનાં મંદિરે વલભીપુરથી મંત્રશક્તિ વડે આકાશમાં ઊડાવી લાવી સૂર્યોદય પહેલાં નાદુલાઈમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy