SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નાડલાઇ ૨૨૧ આ કથામાં સત્યાંશ હોય કે ન હોય પરંતુ એટલું નક્કી છે કે, આ નામ પાછળ આવી કઇંક દંતકથાને જ આધાર હોવો જોઈએ. ચમત્કારી આ મૂર્તિની પ્રભાવકતા તે આજે પણ અનુભવાય છે અને પૂજારી જેવી અનન્ય ભક્તિ હોય તે એવા ચમત્કાર પણ જોવામાં આવે. આ મંદિરના પ્રવેશદ્વારની અંદર પ્રદક્ષિણાની ભમતીમાં બંને બાજુએ એકેક દેવકુલિકા છે, તેમાં જમણી તરફની દેવલિકામાં શ્રી મહાવીર ભગવાનની જા કિટ ઊંચી ક્ષેતવણું પ્રતિમા છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩ના મહા વદ ૫ને શકવાર તપાગચ્છીય શ્રી શાંતિસાગરસૂરિએ અમદાવાદમાં કરાવ્યાને લેખ છે. ડાબી તરફની બીજી દેવકુલિકામાં શ્રીમનિસત્રતસ્વામીની મૂર્તિ ૧ હાથ ઊંચી છે ને તેના ઉપર સં. ૧૮૯૩ ને લેખ છે. મંદિરની પશ્ચિમ તરફની દીવાલે દક્ષિણ-પશ્ચિમ એસારની એક વિશાળ ધર્મશાળા છે, અને ઉત્તર તરફ પશુઓને રાખવાની જગા છે. દેવળના વંડા અને ધર્મશાળા વચ્ચે એક ફૂલવાડી અને કુવો છે. આ ધર્મશાળામાં થઈને જ દેવળમાં જવાય છે. અહીં ચૈત્ર સુદિ ૧૩ના દિવસે મેળો ભરાય છે. ઘણેરાવ સંઘની પેઢી આ તીર્થની વ્યવસ્થા કરે છે. ૧૦૯. નાડલાઈ (ઠા નંબર: ૨૭૮૭-૧૭૯૭) રાણી સ્ટેશનથી પૂર્વમાં ૧૪ માઈલના અંતરે નાડલાઈ નામે ગામ છે. પ્રાચીન શિલાલેખ અને ગ્રંથમાં આનાં નડલડાગિકા, નંદકુલવતી, નફૂલાઈ, નારદપુરી વગેરે નામે મળી આવે છે. “વિજયપ્રશસ્તિમહાકાવ્ય 'કાર જણાવે છે કે, મેવાડ દેશના વિશાળ ભૂમિપટને જોઈ નારદે ત્યાં પિતાના નામે “નારદપુરી” નામની નગરી વસાવી, અને એ નામે એ પ્રસિદ્ધિ પામી, તેમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે નજીકના પર્વત ઉપર શિખરબંધી જિનાલય બંધાવી તેમાં શ્રીનેમિનાથ ભગવાનની અપ્રતિમ પ્રભાવવાળી કલ્પલતા સમી પ્રતિમા પધરાવી હતી. નારદપુરીની સમીપે આવેલે. ખલ” નામને ઊંચાં શિખરવાળે પહાડ આ રચનાથી અપૂર્વ શોભાને ધારણ કરી રહ્યો છે.” મતલબ કે આ નગર અતિપ્રાચીન કાળમાં વસ્યું હોય એમ લાગે છે. એક કાળે આ નગર જૈનેથી ઝળહળતું હતું. નાડોલ અને નાડલાઈને પ્રદેશવિસ્તાર એક જ નગરમાં સમાઈ જ હતું. પાછળથી એ બંને વહેંચાઈ જતાં એક બીજા વચ્ચે ત્રણ ગાઉનું અંતર પડી ગયું એમ કહેવાય છે. અહીં ગામ બહાર આવેલા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના શિલાલેખથી જણાય છે કે એ મંદિર દશમા સૈકાથી પણ પ્રાચીન છે. સત્તરમા સૈકાના યાત્રી શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા’માં “નાડલાઈ જાદ” કહીને યાદવકુલતિલક શ્રીનેમિનાથ ભગવાનના મંદિરનું સ્મરણ કર્યું છે, જે અહીંની એક ટેકરી ઉપર આવેલું છે અને તે પછીના યાત્રી પં. શ્રીશીતવિજયજી પિતાની “તીર્થમાળા માં “ નાડલાઈ નવ મંદિર સાર, શ્રીસુપાસ પ્રભુ નેમિકુમાર” એમ જણાવી અહીંનાં નવ મંદિરનું સૂચન કરે છે. આ ઉલેખ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાને ખ્યાલ આપી રહ્યાં છે. શ્રીહીરવિજયસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ જે નારદપુરીને પિતાના જન્મથી પવિત્ર કરી હતી તે આ જ નાડલાઈ ગામ હતું. આજે આ ગામની ભૂતકાલીન સમૃદ્ધિ ઓસરી ગઈ છે. જેમાં માત્ર પચાશેક ઘર વિદ્યમાન છે જ્યારે દેવમહાલય જેવાં ૧૧ જેનમંદિરે એના અતીત ગૌરવનું ગીત સંભળાવી રહ્યાં છે. કઈ કઈ મંદિર તે એની અતિ ઉન્નત બાંધણીથી તારંગાના મંદિરને ખ્યાલ આપી રહ્યાં છે. ૧. આ નગરના પશ્ચિમ દ્વારની બહાર ભગવાન આદિનાથનું પુરાણું શિખરબંધી વિશાળ જિનાલય છે. પહેલાં આ મંદિરમાં મૂળનાયક શ્રી આદિનાથ, તે પછી શ્રીમહાવીર પ્રભુ અને તે પછી શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમા વિરાજમાન હતી, પરંતુ એ મૂર્તિઓ લુપ્ત થતાં અત્યારની ૩ ફીટ ઊંચી તવણી પ્રતિમા શ્રી આદિનાથ ભગવાનની બિરાજમાન કરેલી છે. તેના ઉપર સં૦ ૧૬૭૪ના મહા વદિ ૧ ને લેખ વિદ્યમાન છે, પરંતુ આ મંદિર વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy