SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીથૅ સ સ ંગ્રહ ગોલવાડની માટી પાંચતીથી માં આ તીર્થ મુખ્ય ગણાય છે. મારવાડમાં જેટલાં પ્રાચીન જૈનમંદિરે છે તેમાં સૌથી માટુ, કિમતી અને શિલ્પની ઢષ્ટિએ આ મંદિર અનુપમ છે. २२० ૧૦૮. થાણુરાવ–મછાળા મહાવીર (કાઠા નબર : ૨૭૭૫-૨૭૮૬) રાણી સ્ટેશનથી ૧૫ માઇલ દૂર ધાણેરાવ ગામ છે. મૂછાળા મહાવીરના તીર્થે જતાં રસ્તામાં છે, તેથી અહીંના મંદિરનાં દર્શનના પ્રાસ ંગિક લાભ લેનારા માટે પહેલાં તેની વિગત આલેખવી જરૂરી છે. ઘાણેરાવમાં એશવાલ શ્રાવકાનાં ૩૫૦ અને પારવાડાનાં ૫૦ ઘરો વિદ્યમાન છે. ગામમાં ૪ ઉપાશ્રયા ૨–૩ માટી ધમ શાળાઓ, જૈન વિદ્યાલય વગેરે મોજુદ છે. ગામમાં ૧૧ જૈન મંદિરે દર્શનીય છે. તેમાંથી ૪ મદિર શિખરખધી અને ૭ મદિર ગુમ્મજબંધી છે. (૧) શ્રીકુંથુનાથ ભગવાનનું મ ંદિર નવીપાટીના નાકા ઉપર છે. ( ૨-૩ ) વાવડી ચેાકમાં અને હીંગડાના વાસમાં ક્રમશ: શ્રીજીરાવલા અને ગાડી પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો છે. (૪) વાંસા વાસમાં શ્રીઅભિનદનસ્વામીનું શિખર×ધી મંદિર છે. (૫) પારવાડાના વાસમાં શ્રીશાંતિનાથપ્રભુનું મંદિર છે. ( ૧૭ ) મજારમાં કાટવાલી પાસે શ્રીધનાથ ભગવાનનુ અને ગઢની પાસે શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર છે. (૮) રાજાવતાના વાસમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર છે. (૯-૧૦) ગુરાંસાના ઉપાશ્રયમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું અને તપગચ્છના ઉપાશ્રયમાં શ્રીદાદાપાર્શ્વનાથનું મ ંદિર છે. (૧૧) સાલરિયા પોળમાં શ્રોઆદિનાથ ભગવાનનું મંદિર છે. ખધાં મશિ ઓગણીસમા સૈકામાં અને તે પછીનાં અનેલાં છે. જે પ્રાચીન તીર્થ વિશે આપણે જાણવું છે તે તે અહીંથી પૂર્વમાં ૪ માઈલ દૂર છે. શુષ્ક નદી કિનારાથી દૂરના માગે સઘન ઝાડીની વચ્ચે ઘેરાયેલુ છે. આજે જંગલમાં મંગલના ખ્યાલ કરાવતું, વિશાળ ચાગાનમાં દેવવમાન જેવું ાલતું શ્રીમહાવીર ભગવાનનું આ મંદિર કાળું કયારે બંધાવ્યું હશે એ જાણવામાં નથી, પરંતુ કાઇ સમયે આ સ્થળે માટું નગર હશે એવું તેં અનુમાન નીકળે જ છે. પ્રાચીન ઘાઘેરાવ આ તરફ વસેલું હતું, તેનાં નિશાને જોવાય છે. વિશાળ આટલાઓવાળું આ મંદિર ઉત્તરદ્વારનુ છે. શ્વેત પ્લાસ્તરથી ચકચકિત દેખાતા શિખરબંધી આ મંદિરના પ્રવેશદ્વારમાં મેાટા હાથીઓની રચના કરેલી છે. દેવળ વિશાળ નથી પર ંતુ એ મંડપાવાળું છે. બીજો મંડપ સ્ત ંભા ઉપર ઊભા કરેલા ખુલ્લા જોવાય છે. ભમતીના ગવાક્ષામાં વિવિધ કારણીયુક્ત જાળીઓ મૂકેલી છે. નૃત્ય કરતી દેવદેવીઓની પૂતળીઓમાં ભભકદાર રંગો પૂરેલા છે. દેવકુલિકાની દેરીઓ છૂટી છૂટી છે. મૂળગભારામાં શ્રીમહાવીરસ્વામી ભગવાનની ભવ્ય અને પ્રાચીન પ્રતિમા પ્રા હાથ ઊંચી પરિકરયુક્ત ખિરાજમાન છે. મૂર્તિ પ્રાચીન હાવાથી વિકલાંગ થયેલી છે. મને હાથ, તેની નીચેના ભાગ, કાન અને ગળેથી ખડિત છે. આ મૂર્તિ ‘ મૂછાળા મહાવીર ’ના નામે ઓળખાય છે. આવા નામ પાછળ એક દંતકથા જોડાયેલી સ`ભળાય છે: 66 કહે છે કે, આ મ ંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછી કેટલાંક વર્ષો બાદ ઉદયપુરના મહારાણા પેાતાની સામત માંડલી સાથે આ તીર્થના દર્શનાથે આવ્યા. મહારાણાએ તિલક કરવાના સમયે કેસરની વાટકીમાં વાળ જોયા. પાસે ઊભેલા પૂજારીને તેમણે વ્યગ્યમાં કહ્યું: તમારા ભગવાન મૂછાળા જણાય છે. ” કાણુ જાણે કેમ મહાવીરભક્ત પૂજારીના મુખમાંથી “ જી, હા ” એવા શબ્દ નીકળી ગયા, એટલું જ નહિ પણ તેણે ઊમેર્યું કે, “ ભગવાન તા સમયે સમયે ઇચ્છા મુજબ અનેક રૂપ ધારણ કરે છે. ” ખાતરી કરવાની હઠીલી પ્રકૃતિના મહારાણાએ પૂજારીને કહ્યું: “ જો એમ હાય તા મારે ભગવાનને મૂછ સહિત જોવા છે, એ ખાતર અમે અહીં ત્રણ દિવસ રહીશું. કહે છે કે, ભક્તિધેલા પૂજારીએ તે આ આદેશને સાચેા કરી બતાવવા ત્રણ દિવસ સુધી અખંડ ભક્તિ કરી અને સાચે જ મહારાણાને મૂછ સહિત મૂર્તિનાં દર્શન કરાવ્યાં. આવી હકીકતથી રાણાએ નિશ્ચય કર્યો કે એક સ્થળે એ મૂછાળા ન રહી શકે, તેથી તેમણે દૂર નદી કિનારે કિલ્લા ખાંધી નવું ઘાણેરાવ વસાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy