SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ધનકુબેર ધરણાશાહે અહીં શિલ૫કળાના અત્યુત્તમ નમૂના સમાન “ધરણવિહાર પ્રાસાદ” જે બંધાવ્યું છે તે આજે પણ અનેક પ્રકારની વનરાજ વચ્ચે ઝીણી કતરણીથી સુશોભિત વિમાનસમે દેખાય છે. એને નૈલેશ્વદીપક પ્રાસાદ, ત્રિભુવનવિહાર, ધરણુવિહાર, નલિની ગુલમવિમાન અને ચતુર્મુખ પ્રાસાદ એવા નામેથી સંબેધાય છે. લગભગ પાંચ વર્ષથી ધરણુશાહની કીર્તિ સંભળાવતું આ ઉન્નત શિખરબંધી ભવ્ય મંદિર પોતાના શિલ્પકળાના સૌંદર્યથી આકર્ષણ કરતું કાળ અને આક્રમણે સાથે બાથ ભીડીને અટુલું ઊભું હોય એમ લાગે છે. ૧. આ મંદિર ૪૮૦૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં આવેલું છે. મંદિરની ઊંચાઈના પ્રમાણમાં જગતી અને ભેંયતળિયાની ઊંચાઈ અને વિસ્તાર માપસરના છે. જમીનના સમતળથી મંદિરની પ્રથમ ભૂમિકા ૪૦-૪૫ ફીટ ઊંચે છે. આખું યે મંદિર સેવાડી અને સોનાણુના આરસપાષાણથી બાંધવામાં આવ્યું છે. મંદિરને જોતાં જ મનહર ઘાટ, મજબૂત બાંધણી અને પાયાનું ઊંડાણુ કેવું હશે એને ખ્યાલ આવે છે. પં૦ મેહ કવિ કહે છે કે, આ મંદિરને પાયે સાત માથડાં છે. ખરેખર આવા ભવ્ય મંડાણ ઉપર બંધાયેલા મંદિરમાં કેટલે ખર્ચ થયે હશે એની કલ્પના સહેજે થઈ આવે છે. એક છુટા હસ્તલિખિત પાનામાં નેધ છે કે-“ધન્ને નિરાળુ છાણ મૂળ ગા” મંદિર જેનારને આ કથન અતિશયેક્તિ વિનાનું લાગે એમ છે. લગભગ પચીસેક પગથિયાં ચડયા પછી મંદિરની પ્રથમ ભૂમિકા આવે છે. તેમાં પ્રવેશ કરવા માટે ચારે તરફ વિશાળ દરવાજાઓ મૂકેલા છે. આજે માત્ર પશ્ચિમ તરફનું દ્વાર જ ખુલ્લું રહે છે. મૂળમંદિરમાં ચારે દિશામાં ભગવાન શ્રી ઋષભદેવની પાંચ ફીટ ઊંચી સપરિકર મનહર મૂર્તિઓ બિરાજમાન છે. ઉત્તર દિશાની મૂર્તિ ઉપર સં. ૧૬૭૯ અને ત્રણે દિશાની મૂર્તિઓ ઉપર સં. ૧૪૯૮ ના લેખે છે. મૂળમંદિરની ચારે બાજુએ ચાર વિશાળ મંડપ છે. તેના મુખ્ય મંડપ અને રંગમંડપે જુદા છે. મુખ્ય મંડપમાંથી રંગમંડપમાં જવા માટે નાળ મૂકેલી છે. નાળની બહાર એક ખુલ્લી કમાન છે અને ઊંચે એક નાળમંડપ છે. ખુલ્લી કમાનમાં સીડી દ્વારા જઈ શકાય છે. પશ્ચિમ તરફની સીડીને વધુ પગથિયાં હોવાથી એ તરફનું દ્વાર મુખ્ય છે. મૂળમંદિરના ચાર ખૂણે બએ દેરાસરો છે. તેના રંગમંડપ અને મુખમંડપે દરેકને જુદા જુદા છે. આ દેરાસરને ચાર ઘૂમટો છે, જે ૪૨૦ સ્તંભે ઉપર રહેલા છે. દરેક ચાર સમૂહની મધ્યના ઘૂમટો ત્રણ માળ સુધી ઊંચા છે અને એ જ સમૂહના બીજા ઘૂમટેથી ઊંચે જાય છે. આવા મધ્યના ઘૂમટામાંને એક જે મુખ્ય દ્વારની સામે છે તેની અંદર અને ઉપર એમ બેવડા ઘૂમટે છે જેને આધાર ૧૬ સ્તંભે ઉપર રહેલે છે. ચારે બાજુએ ફરતી ૭ર દેવકુલિકાઓ છે, તેની આગળના ભાગમાં વૈવિધ્યભરી મનહર કેરણી આલેખી છે. મંદિરમાં બધા મળીને ૧૪૪૪ થાંભલા છે. ગમે ત્યાંથી જોઈએ પણ એક સરખા ઘાટના થાંભલાઓની હારમાલા સંદર દેખાય છે. કેટલાક થાંભલા તે ૪૦-૫૦ ફીટથીયે વધારે ઊંચા છે અને મંડપને એકે સ્તંભ કારણ વિનાને નથી. સ્તંભે ઉપર નૃત્ય કરતા દેવદેવીઓના આકારે કળામયરીતે આલેખ્યા છે. આ મંદિરમાં એક અધુરે સ્તંભ છે જે ચિતેડના રાણાએ ધારણાશાહની અનુકૃતિ ઊભી કરવા માટે કરાવેલ પરંતુ એમાં અધિક ખરચ થઈ જવાથી અધુરે જ મૂકી રાખવામાં આવ્યું. એ ઉપરથી જ આ સ્તંભની અસાધારણ કળામયતા અને ખરચ અંદાજ મળી રહે એમ છે. મૂળનાયક ભગવાનની સામે એક હાથી ઊભેલે છે. તેના ઉપર સં. ૧૭૨૪ને લેખ છે. એક તરફ પાંચસે. વર્ષથી ઊભેલું રાયણુ વૃક્ષ અને તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં શત્રુંજયનું સ્મરણ અપાવે છે. ઉત્તર પશ્ચિમનાં દેરાસર પૈકી એકમાં સમેતશિખરની કરણીભરી રચના છે. અને તેના ઉપર સં. ૧૫૪૮ ને લેખ છે. સામેના બીજા દેરાસરમાં અષ્ટાપદની અધૂરી રચના, બે મેટી શિલાઓ ઉપર યંત્રાકારે ગોઠવેલી નંદીશ્વરની કેરણીભરી રચના. સમેતશિખરવાળા દેરાસરની ભીતના લાંબા-પહેળા પથ્થર ઉપર કેરેલ શત્રુંજય અને ગિરનારને ૫ટ, ડાબી બાજુએ નાલમંડપમાં ગોઠવેલી સહસ્ત્રકૂટની સુંદર રચના વગેરે આકૃતિઓની કેરણી બેનમૂન છે. દક્ષિણ તરફના નાલમંડપ પાસે ખૂણાના દેરાસરની ભીંતમાં એક વિશાળ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું આંટીઘૂંટીવાળું શિ૯૫ તે આશ્ચર્યમાં ગરકાવ બનાવી: મૂકે એવું છે. આ શિલ્પમાં નાગેન્દ્રની પીઠ ઉપર કાયોત્સર્ગ ધ્યાનરૂપે ઊભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે અને એ જ નાગેન્દ્ર બીજા નાગ-નાગિણીઓ સાથે આંટા Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy