SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુર ૨૧૭ લગાવી ગધેલું ૧૦૦૮ ફણાનું છત્ર પ્રભુ ઉપર ધારણ કરી રાખ્યું છે. નાગ અને નાગિણીએએ પાતાની સમગ્ર શક્તિ કામે લગાડી હાય તેવું આ શિલ્પ એવી ખૂબીથી ઉપજાવી કાઢયું છે કે સામાન્ય નજરે એ કોયડારૂપ બની રહે. આ કૃતિમાં શિલ્પીએ પાતાના ઉત્કૃષ્ટ કલાકૌશલના પરિચય કરાવ્યા છે. આવી માનસામ યસ્યમાં અજોડ કૃતિએ ભાગ્યે જ ખીજેથી જડી આવે. કહે છે કે આ શિલા ખીજેથી લાવીને અહીં મૂકવામાં આવી છે. તેના ઉપર સ. ૧૯૦૩ના લેખ છે. આ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે જેને પાછળથી ચૂનાથી સાંધી દીધી છે. થાંભલા અને છતમાં વૈવિધ્યભર્યુ શિલ્પલાવણ્ય તા આંખને આંજી દે તેવું ઊભરાય છે. એકજ મસ્તકમાં જોડાયેલી પાંચ પૂતળી, કમલપત્રની ખારીક કારણી, સભામંડપના કારેલા ઝુમ્મા વગેરે આકૃતિએ શિલ્પકળાના અજોડ નમૂનાઓ ગણાવી શકાય. મૂળનાયકની સન્મુખ એક જ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં એ તારણા તે આબુની શિલ્પકળાની યાદ અપાવે છે. થાંભલાઓની ગાઠવણી, મહારથી નજરે પડતી વાંકીચૂકી જમીન પરની દેરીએની પ્રમાણ પુરસ્કર એકસરખી રચના—આ બધું શિલ્પીની અસાધારણ કળાકુશળતા બતાવી આપે છે. સમગ્ર મંદિરનું સ્થાપત્ય જ એવા પ્રકારનું છે કે જ્યાં જુઓ ત્યાં એકસરખી દેરીએ, દેરાસર અને મૂર્તિ આને જોઈને ભુલાવામાં પડી જવાય. બીજા માળમાં પણુ મૂળનાયકરૂપે ચૌમુખ પ્રતિમાઓ છે. નીચેની માફક અહીં ચારે ખૂણે ચાર દેરાસરો બાંધવાની શરૂઆત કરેલી જોવાય છે. તેમાં એનાં કામ અધૂરાં મૂકયાં છે અને એની શરૂઆત કરેલી છે. ત્રીજા માળમાં પણ મૂળનાયક તરીકે ચૌમુખ પ્રતિમાઓ છે. આ મંદિરને ૮૪ લાંચરાં હતાં એમ કહેવાય છે. શ્રીજ્ઞાનવિમલસૂરિએ ૯ ભોંયરાં હવાની નોંધ આપી છે જયારે આજે માત્ર પાંચ જ રહેવા પામ્યાં છે. આ ભોંયરામાં ભવ્ય અને મનહર અનેક મૂર્તિઓ ભડારેલી પડી છે. મૂળનાયકના સભામંડપના બે થાંભલામાંથી પ્રતિમાનાં દર્શન પોતે હરસમયે કરી શકે એવી ગોઠવણીપૂર્ણાંક દાનવીર ધરાશાહ અને કળાવીર દેપાની ઊભી મૂર્તિઓ મૂકેલી છે. એક ખૂણાના દેરાસરમાં પાઘડી, ખેસ વગેરે વસ્રાભૂષણેાથી સજ્જ અને હાથમાં માળા રાખેલી ધરણાશેઠની મૂર્તિ છે. ચાથા દરવાજાની છત ઉપર ધરણાશે અને તેમના વડીલ બંધુ રતનાશાહની હસ્તિઆરૂઢ મૂર્તિઓ છે. સમગ્ર મંદિરની રચના પાછળ દાનવીર ધરાશાહના ભક્તિપ્રફુલ્લ સાત્ત્વિક હૃદય અને તેમાં કળાકુશળ દેપા શિલ્પીની બુદ્ધિચાતુરી મળતાં સૌંદર્યનું અપ્રતિમ વિરાટ શિલ્પ મૂર્તિમંત થયેલું જોઈ શકાય છે. કવિ ઋષભદાસ ‘હીરવિજયસૂરિ રાસ'માં આ તીના મહિમા ગાતાં કહે છે:-~~ “ગઢ આવ્યુ નવ રસિયા, ન સુછ્યા હીરના રામ; રાણકપુર નર નવ ગયા, ત્રિષ્યે ગભૉવાસ. ખરેખર, આજી અને રાણકપુરની યાત્રા જેણે કરી નથી એનુ જીવતર નકામું છે; એવી લેાકવાણીનું કથન આ તીર્થોને જોતાં અને તેનુ વર્ણન વાંચ્યા પછી યથાર્થ લાગે છે. શિલ્પમ જ્ઞ ફરગ્યુસન જેવા વિદેશી વિદ્વાન આ મદિર વિશે વર્ણન કરતાં છેવટે એક સમાપનસૂત્ર ઉચ્ચારે છે; એ જ આ મંદિરના રચનામહિમા માટે ખસ ગણાય. તેએ કહે છે: “ આવી સુંદર ગાઠવણીના ખ્યાલ આપે એવું હિંદુસ્તાનમાં એકે મંદિર નથી. ” આવું સુંદર, ઉન્નત અને વિશાળ મંદિર બંધાયું હોવા છતાં ધરાશાહની ભાવના વિશે કહેવાય છે કે, ધારાશાહને તે આ મ ંદિર સાત માળનું ધાવવાના ઈરાદે હતા; પરંતુ ત્રણ માળ પૂરા થયા ન થયા ત્યાં તે તેમને યમરાજના કાળધટ સંભળાવા લાગ્યો. આથી તેમણે તરત જ યુગપ્રધાન શ્રીસેામસુ ંદરસૂરિના હાથે આ મંદિરનો પ્રતિષ્ઠા સ. ૧૪૯૬માં કરાવી. આ પ્રતિષ્ઠામહોત્સવ સમયે ધરણાશેઠે અહીં બધાવેલી પૌષધશાળામાં શ્રીસેામસુંદરસૂરિ સાથે ૫૦૦ સાધુઓના પરિવાર ઊતર્યાં હતા, જેમાં ૪ રિપુંગવે અને ૯ ઉપાધ્યાયેા હતા. એમાંના શ્રોામદેવ વાચકને આચાર્ય પદવી આપવાના મહાત્સવ પણ ધરણાશાહે અહીં કર્યાં હતા, જેમાં તેમણે છૂટે હાથે ધન વાપર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy