SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦૬. જાકેડા (કોઠા નંબર : ૨૭૪૬ ) એરણપુરા રોડ સ્ટેશનથી ૪ માઈલ દૂર જાડા તીર્થસ્થળ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની મૂર્તિ સપરિકર છે પરંતુ આ પરિકર બીજી કઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનું લગાવેલું જણાય છે. પરિકરમાં સં. ૧૫૦૪ને લેખ છે, એ લેખને ભાવાર્થ આ પ્રકારે છે-“સં. ૧૫૦૪માં શ્રીયક્ષપુરીય નગરમાં તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના શિષ્ય શ્રી જયચંદ્રસૂરિએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથની મૂર્તિના પરિકરની પ્રતિષ્ઠા કરી.' આ મંદિરમાં પાષાણુની ૭ અને ધાતુની ૨ પ્રતિમાઓ છે. પંદરમા સૈકામાં આ તીર્થ જાણીતું હતું. શ્રીમહાકવિએ આ તીર્થને ઉલેખ પિતાની “તીર્થમાળા'માં કર્યો છે. અહીં ૫ જૈનેની વસ્તી છે અને ૧ જૈન ધર્મશાળા છે. ૧૦૭. રાણકપુર ( કેઠા નંબરઃ ૨૭૭૦-૨૭૭૪ ) રાણી સ્ટેશનથી ૭ માઈલ, કાલના સ્ટેશનથી ૧૨ માઇલ અને સાદડીથી પૂર્વ-દક્ષિણ દિશાએ ૬ માઈલના અંતરે આવેલું રાણકપુર નામે જેનેનું મોટું તીર્થધામ છે. આ તીર્થધામની રચના ખાતર જ કુંભા રાણાના નામ ઉપરથી રાણકપુર ગામ પંદરમા સૈકામાં વસાવવામાં આવ્યું હતું, આ તીર્થના નિર્માતા વિશે “સેમસોભાગ્ય કાવ્ય’, જુદી જુદી તીર્થમાળાઓ અને “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવનમાંથી જે ઈતિહાસ સાંપડે છે તેને સંકલિત ટૂંકા સાર આ છે – નાદિયાના વતની શેઠ કુરપાલ અને તેમની પત્ની કામલદેને બે પુત્ર હતા. મેટાનું નામ રત્નાશાહ અને નાનાનું નામ ધરણાશાહ. બંને ભાઈઓએ નાનપણથી જ ખૂબ સંસ્કારી અને બુદ્ધિશાળી તરીકે નામના મેળવી હતી. તેમાં ધરણાશાહની કુશલતા તેમજ ઉદાર પ્રકૃતિને પરિચય કુંભ રાણાને થતાં તેમણે રાજકારભારને એગ્ય જાણી તેમને મંત્રીપદ આપ્યું. સં. ૧૪૪૬માં શ્રીસેમસુંદરસૂરિ જેવા પ્રભાવક આચાર્યના ઉપદેશથી તેમનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું હતું. એ સમયે ધારણુ શેઠે બત્રીશ વર્ષની ભરયુવાનીમાં શત્રુંજય પર જુદા જુદા નગરેથી એકઠા થયેલા બત્રીશ સંઘે વચ્ચે સંઘતિલક કરાવી, ઈદ્રમાળ પહેરી ચેાથું બ્રહ્મચર્ય વ્રત ઉચચર્યું હતું. દાનપુણ્ય અને તીર્થયાત્રાનાં અનેક ધાર્મિક કાર્યો કરતાં છેવટે તેમને એક “નલિની ગુમવિમાન” જેવા દેવપ્રસાદની રચના કરવાની ભાવના થઈ આવી. એમણે એ માટે જગા પસંદ કરી, કુંભા રાણુ પાસેથી જમીન ખરીદી લીધી, અને એ ભૂમિ ઉપર ગામ વસાવી રાણાના નામ ઉપરથી તેને “રાણકપુર એવું નામ આપ્યું. એ ભૂમિ ઉપર સિદ્ધપુરના ચતુર્મુખ પ્રાસાદ (રાજવિહાર) જેવી મેટી માંડણીવાળું મંદિર બંધાવવાને સંકલ્પ કરી ગામ ગામના શિલ્પીઓને એકઠા કર્યો. છેવટે મુંડારા ગામના રહેવાસી દેપ નામના શિલ્પીએ બનાવેલે નકશે પસંદ આવતાં તરત જ મંદિરને પાયે નાંખવામાં આવ્યા. પાયાના મુહુર્ત વખતે સાત પ્રકારની ધાતુઓ, કસ્તુરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવવામાં આવી. એ સમયે હરેક શિપીઓને કબંધ વગેરેની ભેટસોગાદ આપી ખુશ કર્યો અને કારીગર તથા મજરે માટે બધી સગવડો પૂરી પાડી. પછી તે એ ભૂમિ ઉપર સેંકડો શિલ્પીઓનાં ટાંકણું રાતદહાડે ગાજવા લાગ્યાં. એક ઉલેખ પ્રમાણે સં. ૧૪૩૪માં અને પં. શીલવિજયજીના કથન મુજબ સં. ૧૪૪૬માં આ મંદિરને પાયે નંખાયે. અને સં. ૧૪૯૬માં શ્રીસેમસુંદરસૂરિના હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. પં. મેહ કવિએ આ મંદિર બંધાયા પછી તરત જ સં. ૧૪૯ માં પ્રત્યક્ષ નિહાળીને રચેલા “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવનમાં મંદિરની બાંધણી વિશે હદયગ્રાહી ખ્યાલ આપે છે. તેને ટૂંક સાર એ છે કે, “શિલ્પીએાએ પ્રથમ ઘડેલા પથ્થરને બંધબેસતી રીતે જડીને પીઠબંધ બાંધી લીધે. તેના ઉપર ત્રણ માળ ચણાવી મધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy