SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની તવણી પ્રતિમા ૧ હાથ ઊંચી બિરાજમાન છે. જે સં. ૧૨પરમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ લારલાઈ ગામથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. પરિકર ઉપર સં. ૧૪૯ને લેખ છે પણ મૂળનાયકની પ્રતિમા તેથીયે પ્રાચીન છે. અહીં ભાદરવા સુદિ ૧૦ અને કાર્તિક સુદિ ૧૦ એમ વર્ષમાં બે વખત મળે ભરાય છે. ૧૦૪. સડેરાવ (ઠા નંબર : ર૭ર૭-૨૭ર૮) ફાલના સ્ટેશનથી છ માઈલ દૂર સાંડેરાવ નામનું ગામ મહાદેવ પહાડીની નીચે વસેલું છે. રાવ સાંડાજીએ વસાવ્યું હોવાથી આનું નામ સાંડેરાવ પડયું છે. લગભગ દશમી શતાબ્દીમાં ખંડેરક ગચ્છની ઉત્પત્તિ આ ગામના નામ ઉપરથી થઈ છે, આથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે. ખંડેરકગછમાં મોટા પ્રભાવશાળી આચાર્યો થયા છે જેમણે શાસનેન્નતિનાં યશસ્વી કાર્યો કર્યાની નેંધ જૈન ગ્રંથોમાં સેંધાયેલી છે. શ્રી શાંતિસૂરિના શિષ્ય સમર્થ આચાર્ય ઈશ્વરસૂરિ અને માન્ટિક શ્રીયશોભદ્રસૂરિ આ ગછના આચાર્યપંગ હતા. તેમણે જ અહીંના શ્રી શાંતિનાથના મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. અહીં વેતાંબર જૈનેનાં ૩૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય, ૨ ધર્મશાળાઓ અને ૨ શિખરબંધી જૈન મંદિરે મોજુદ છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ગંધર્વસેન રાજાના સમયમાં બનેલું હોવાનું કહેવાય છે. મૂળનાયકની મૂર્તિ તેરણ અને પરિકર સહિત છે. બંને પડખે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ વિરાજમાન છે. મંદિરના મંડપમાં જમણું ભાગમાં આવેલી જિનમૂતિઓ ઉપરાંત એક આચાર્યની પ્રતિમા છે. તેમની પલાંઠી નીચે સં. ૧૧૯૭નો આ પ્રકારે લેખ છે – " श्रीषंडेरकगच्छे पंडितजिनचन्द्रेण गोष्ठियुतेन विजयदेवनागमूर्तिः कारिता मुक्तिवांछता संवत् ११९७ वैशाख वदि ३ થિરપઢિ: સુમં: ” મંદિરના પ્રવેશદ્વારની એક બારશાખમાં સં. ૧૨૨૧નો બે પંક્તિને લેખ પ્રાચીન લિપિમાં આ પ્રકારે ઉત્કીર્ણ – "संवत् १२२१ माघ वदि २ शुक्र अद्येह श्रीकेल्हणदेवरा[ज्ये] तस्य मातृराज्ञी श्रीआन[ल]देव्या श्रीषंडेरकीयमूलनायक श्रीमहावीरदेवाय [चैत्र बदि १३ कल्याणिकनिमित्तं राजकीयभोगमध्यात् युगंधर्याः हाएल एकः प्रदत्तः । तथा राष्ट्रकूट पातू केल्हण ताभ्रातृज उत्तमसीह सूद्रकाल्हण आहल आसल अणतिगादिभिः तलाराभाव्यथ स (१)गटसत्कात् अस्मिन्नेव कल्याणके द्र १ प्रदत्तः ॥ १ तथा श्रीषंडेरकवास्तव्य रथकार धणपाल सूरपाल जोपाल सिगडा अमियपाल जिसहर देल्हणादिभिः (चैत्र શરૂ થાળ યુવ: (દાણa] ઇ [ ]......” આ લેખમાં આવેલા “હાએલ” “તલારાભાવ્ય” અને “યુગધરી” આ શબ્દોના અર્થ જાણવાયોગ્ય છે. એક હળથી એક જ દિવસમાં ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન ધાન્યને “હાએલ” કહે છે. પુરાધ્યક્ષ, નગરરક્ષક અથવા તલારા ગામનું મહેસૂલ ઉઘરાવનારને “તલારાભાવ્ય” કહે છે, જ્યારે “યુગધરી’ જીઆરને કહે છે. આ મંદિરના મંડપના સ્તંભ પર સં. ૧૨૩૬ને એક બીજો લેખ છે તે આ પ્રમાણે છે – ૧. બાલી ગામથી અગ્નિખૂણામાં લારલાઈ નામે ગામ છે. ત્યાં જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે. તેમાંથી સં. ૧૨૩૩ની સાલના એ શિલાલેખો મળી આવ્યાં છે. જે “પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨ માં લેખકઃ ૩૪૬-૩૪૮ ૫ર પ્રગટ થયા છે. એનું વિવેચન પણ પૃ. ૨૩૬-૨૩૮માં આવેલું છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy