________________
સેસલી
ર૧૧
આ ઉપરથી સેવાડીમાં ૧૦૦ વાવડી હોવાનું જણાય છે. આજે પણ જેતલ વાવડી બહુ મેટી અને સુંદર છે.
આ ગામમાં જૈન એશવાલનાં ૨૦૦ ઘર વિદ્યમાન છે. ૧ મોટી ધર્મશાળા, ૪ ઉપાશ્રયે અને ૨ જૈન મંદિરે છે.
૧. ગામની વચ્ચે બજારમાં વિશાળ અને ભવ્ય સોશિખરી શ્રીમહાવીર ભગવાનનું બાવન જિનાલય મંદિર છે.
એ જ મંદિરમાંથી ઉપર્યુક્ત લેખ મળી આવ્યું છે. અહીં મૂળ ગભારામાં મૂળનાયકની પ્રતિમા ૧ હાથ ઊંચી સફેદ પાષાણની વિરાજમાન છે. આસપાસ આવેલી દેવકુલિકાઓમાં પ૬ જિનમૂર્તિઓ લગભગ તેરમી સદીની પ્રતિષ્ઠિત છે. આ સિવાય સંડરગચ્છીય શ્રીયશોભદ્રસૂરિની પરંપરાના શ્રીગણરત્નસૂરિની સુંદર મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૨૪૪ ના માધ સુદિ ૧ ને રવિવારને લેખ છે. મંદિરના દરવાજાની આજુબાજુએ ૬ દેરીએ બનેલી છે, જે સં. ૧૯૮૨ ના જેઠ સુદિ ૧૨ ના દિવસે યતિ પ્રતાપરત્નજીએ કરાવી છે. અગ્રભાગની એક દેરીની ભીંત ઉપર સં. ૧૨૧૩ ના ચૈત્ર વદિ ૮ ને સોમવારને લેખ છે. બીજી દેરીની બાર સાખમાં સં ૧૧૬૭ના ચૈત્ર સુદિ ૧ ને લેખ છે. મંદિરની એક કેટડીની ભીંત પર સં. ૧૯૯૮ ના આ સુદિ ૧૩ ને રવિવારને લેખ છે. આ અને બીજા પ્રાચીન લેખેથી જણાય છે કે, એક સમયે આ સ્થળ તીર્થરૂપે પ્રસિદ્ધ હશે અને તેની પૂજાના નિભાવ માટે કેટલાકેએ જુદી જુદી ભેટ મંદિરને આપી હશે. એ બધા શિલાલેખે અને તેની વિગત આપવાને અહીં અવકાશ નથી.
આ ગામની બહાર પશ્ચિમમાં એક પ્રાચીન વાવડી પાસે બીજું શિખરબંધી મંદિર નવું બન્યું છે. તેમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય ભગવાનની મૂર્તિ ૧ હાથ ઊંચી ત્રિગડા સહિત બિરાજમાન છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૨ના જેઠ સુદિ ૧૨ ના દિવસે યતિ શ્રીપ્રતાપરત્નજીએ કરાવી છે. આ મંદિરમાં શત્રુંજય અને ગિરનારની રચના કરેલી છે. એક સમવસરણમાં ચતુર્મુખ પ્રતિમાઓ બિરાજમાન છે. નવચોકી અને રંગમંડપની શાભા રળિયામણી છે. આ મંદિરની જમણી બાજુએ આવેલી એક છત્રીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં ચરણે સ્થાપિત છે. તેમાં શ્રીગૌતમસ્વામી વગેરેની ૮ પ્રતિમાઓ નવી પધરાવી છે.
અહીં નદીના કિનારે આવેલ અમરાપુરીને બગીચો કઠારી ચેનાજી ઉદયભાણવાળાએ બંધાવેલે છે ને તે સેવાડના જૈન સંઘને અર્પણ કર્યો છે.
અહીંથી ૧ કેસ દર સરલી જંગલમાં એક મા વાવ શા. પ્રેમચંદ હંસાજીએ ત્રણ હજાર રૂપિયાને વ્યય કરીને બંધાવી હતી, તે થોડાં વર્ષો ઉપર પડી ગઈ છે.
૧૩. સેસલી
(કઠા નંબર : ૨૬૭૯) ફાલના સ્ટેશનથી ૬ માઈલ દૂર અને બાલીથી ૨ માઈલ પૂર્વમાં સેસલી નામે તીર્થધામ છે. આજે અહીં એક પણ જેનનું ઘર નથી માત્ર ૧ જૈન ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે પરંતુ પ્રાચીન કાળમાં આ સ્થળ ભારે જાહેજલાલીવાળું હશે એમ લાગે છે.
અહીં શ્રીદાદા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર શિખરબંધી છે. વિ. સં. ૧૧૮૭ના અષાડ સુદિ ૭ને શનિવારે સંઘવી માંડણે ૭ લાખ રૂપિયા ખરચ કરીને ભવ્ય જિનાલય બંધાવ્યું હતું અને તેની ભટ્ટારક શ્રીઆનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. શ્રી પાર્શ્વનાથની સ્થાપનાના કારણે આ તીર્થ સેસલી નામે પ્રસિદ્ધિ પામ્યું. માંડણ ઢાલાવતા હતે. પ્રતિવર્ષ આ મંદિર ઉપર તેમના વંશજો તરફથી ધજા ચડાવવામાં આવે છે. ઢાલાવતેનાં ઘરે ખીમેલ આદિ ગામમાં આબાદ છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org