SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રથમ લેખમાં શ્રીસૂર્યાચાર્યે રચેલી પ્રશસ્તિના ૪૦ શ્લેકે છે. પહેલા બે કેમાં તીર્થકરની સ્તુતિ છે, ત્રીજો શ્લોક રાજકુટુંબના વર્ણનને છે (ખાસ નામ નથી ), ચોથા લેકમાં રાજા હરિવર્ધન અને તેની પત્ની રુચીનાં નામે આપ્યાં છે. પાંચથી સાત કલેક સુધીમાં હરિવર્ધન પછી વિદગ્ધરાજ થયાની હકીકત છે. તેમણે સં. ૯૭૩માં શ્રીવાસુદેવાચાર્યના ઉપદેશથી શ્રીજિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું:~ " पूर्व जैनं निजमिव यशोकिारयद्ध]स्तिकुंड्यां रम्यं हयं गुरुहिमगिरेः शृगसू()गारहारि ।। ६ ।।" વળી, આ વિદગ્ધરાજે સ્વયં સોનાથી તળાઈને એ સેનાને શું ભાગ દેવને અર્થે વાપર્યો અને ફ ભાગ આચાર્યના ઉપદેશ પ્રમાણે વાપર્યો એ વિશે આ રીતે ઉલ્લેખ કર્યો છે – ___" दानेन तुलितव(ब)लिना तुलादिदानं येन देवाय । भागद्वयं व्यतीर्यत भागश्चा[चार्यवर्याय ॥ ७॥" ત્યાર પછીના લેકમાં વિદગ્ધરાજ પછી મમ્મટ અને તે પછી ધવલ રાજા થયાનું બતાવ્યું છે. ધવલનું વર્ણન ઘણું વિસ્તારથી આપ્યું છે, જેમાં ધવલે ગૂર્જરનરેશ દુર્લભરાજ વિરુદ્ધ મહેન્દ્રને આશ્રય આખ્યાના કથન ઉપરાંત ધવલના ગુણોનું વર્ણન છે. તે પછી તેના પુત્ર બાલપ્રસાદને ગાદીએ બેસાડવાનું અને પોતે સંસારત્યાગ કર્યાનું કથન છે. વળી, બાલપ્રસાદની રાજધાની હસ્તિકુંડી (હથુંડી)માં હોવાનું જણાવ્યું છે. આગળના વર્ણનમાં શ્રીવાસુદેવસૂરિ કે જેમનું નામ પહેલાં લેવામાં આવ્યું છે અને જેઓ વિદગ્ધરાજના ગુરુ હતા, તેમના શાંતિભદ્ર નામના શિષ્યનું વર્ણન છે. તે પછી હસ્તિકુંડી (હથુંડી ના ગોષ્ઠિઓ (સમુદાયે) રાષભદેવ મંદિરના કે જે વિદગ્ધ રાજાએ બંધાવ્યું હતું, ને જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને તેમાં શ્રીષભદેવની મૂર્તિની સ્થાપના કર્યાનું આ રીતે જણાવ્યું છે – " विदग्धनृपकारिते जिनगृहेतिजीणे पुनः समं कृतसमुदृताविह भवा[बु]धिरात्मनः । अतिष्ठीपत सोऽप्यथ प्रथमतीर्थनाथाकृति स्वकीर्तिमिव मूर्ततामुपगतां सितांशुद्युति ॥ ३६ ।। શાંત્યાચાહ્મિપંચારો સ (૨૦૮૧) રા(રા)વામિયં માધwત્રયો સુપ્રસિદૈ પ્રતિષ્ટિતા છે રૂ .” આ પછી વિદગ્ધરાજે તેનાથી તળાઈને તે સોનું મંદિરને દાન કર્યાનું અને ધવલે પિતાના પુત્રની સાથે મળીને પીપલ નામને આઘાટ-કૂવે ભેટ કર્યાનું વર્ણન આ પ્રકારે છે – " विदग्धनृपतिः पुरा यदतुलं तुलादेईदौ, सुदानमवदानधारिदमपीपलन्नाद्भुतं । यतो धवलभूपतिर्जिनपते: स्वयं सात्मजोरघट्टमथ पिप्पलोपपदकूपकं प्रादिशत् ।। ३८ ॥" છેવટે એ દેવાલય યાવરચંદ્રદિવાકર રહે એવી આશા પ્રગટ કરી સૂર્યાચા પ્રશસ્તિ રચાનું જણાવ્યું છે. આ પ્રમાણે વર્ણન આપી અંતમાં સં. ૧૦૫૩ માઘ સુદિ ૧૩ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં શાંત્યાચાયે શ્રીકાષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા અને ધ્વજારોપણ કર્યાનું, તેમજ નાહક, જિંદ, જશ, શં૫, પૂરભદ્ર અને નાગ વગેરે શ્રાવક સમુદાયે મૂળનાયકને વિરાજમાન કર્યાનું લખ્યું છે. લેખને બીજો ભાગ ઉપરના લેખથી બિલકુલ સ્વતંત્ર ૨૧ લેકેને છે, છતાં આ લેખની હકીકત ઉપરના લેખની. હકીકતમાં ઊમેરે કરે છે. ઉપર્યુક્ત મંદિરમાં કરેલાં દાનનું આમાં વર્ણન છે. તેને સારાંશ આ છે – પ્રારંભમાં જૈનધર્મની પ્રશંસા છે. તે પછી હરિવર્મા, વિદગ્ધરાજ અને મમ્મટ અનુક્રમે થયા, એ જણાવ્યું છે. ૫ અને ૭મે શ્લેક એ બતાવે છે કે, પોતાના ગુરુ બલિભદ્ર (વાસુદેવ)ના ઉપદેશથી વિદગ્ધરાજે આ મંદિર બનાવરાવ્યું હતું અને તે પછી મમ્મટે અને વિદગ્ધરાજે કરેલ દાને તાજાં કરી આપ્યાં હતાં: (૧) વેચવા માટેની દરેક ૨૦ પિઠ ઉપર એક રૂપિયે, (૨) ગામડામાંથી કે ત્યાંથી જતી ભરેલી દરેક ગાડીએ એક રૂપિયે, (૩) દરેક ઘાણીએ એક ઘડા દીઠ એક કષ, (૪) ભટ તરફથી નાગરવેલ પાનના ૧૩ ચાલિકા; (૫) જુગારીઓ તરફથી પલપેલક, (૬) દરેક અરઘટ્ટ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy